SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવાત્મા અને પરમાત્માનો સંબંધ દર્શાવતા અખો કહે છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે એક કાગળની કાપલી મુકવા જેટલું પણ અંતર નથી પણ મિથ્યા ‘હું પણું વચમાં પડવાથી બન્ને વચ્ચે અંતર લાગે છેઃ નર નરહરિ બિચ નહી, અખા ! એક કાગદવાકી ઓટ; પણ હું માનિનતા બિચ પડી, સો મિથ્યા વજકા કોટ પરમાત્મા જ બધાયે અસ્તિત્વનું સાચું તત્ત્વ છે. પરમાત્મા જ સર્વમાં, સર્વત્ર સર્વદા બિરાજે છે. જીવન “હું પણું કેવળ મિથ્યા છે. આ વાત સમજાવતા અખો કહે છે કે, જ્યારે આવું સાચું જ્ઞાન થાય છે ત્યારે “હું” પણું ફના થઈ જાય છે અને મનની ભ્રમણા દૂર થઈ જાય છે. બિના યાર કોઈ શત્ (પદાર્થ) નહીં કીસ પર કરે જુલમ, ફોમ હુવા (બોધ થયો) ફન હુવા, ભાગી મનકી ગમ પરમાત્મા અલગ જેવો લાગવા છતાં સદાયે અલગ જ છે. પાણી ઉપર પરપોટો થાય અને પરપોટો પોતાને પાણીથી અલગ માને છે એ એનું અજ્ઞાન છે. વસ્તુતઃ પરપોટાનું તત્ત્વ પાણી જ છે. જેમ ઝાડને પોતાના મૂળનું ભાન હોતું નથી તેમ અજ્ઞાનીને પરમાત્મા દૂર ભાસે છે. આ તો નજરનો કીમિયો છે. આ વાત સમજાવતાં અખો કહે છેઃ દેહદર્શી માનત અખા ! ઔઠ હાથ દેહમાળ, તરુવર જયું જાનત નહીં, મેરે મૂળ પાતાળ આરિફકો (બ્રહ્મજ્ઞાની) તો આપો આપ સાંઈયા, ગાફિલકો ગૈર જુવા જુવા જીવ ઈશ્વર અને જગતની ત્રિપુટી માત્ર વ્યક્ત મધ્ય (Middle Apparent) છે. આદિને અંત નથી, અને તેથી તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ તે નહિવત્ છે-કલ્પના માત્ર જ છે. -મનનું ઉટંગ છે. અવ્વલ આખાર આપ ભર્યા, તો બીચમેં દૂજા કો કહીએ ? ખેંચતાણી છોડ કર, અખા ! યુ સમજ રહીએ. પરમાત્માનું આટલું વર્ણન કરીને અખો પોતાના ઝૂલણામાં જીવનું સ્વરૂપ જણાવે છે. વસ્તુતઃ જીવ બ્રહ્મ છે, મિથ્યા “હું” પણું ધારણ કરવાથી જાણે કે તે પૂર્ણબ્રહ્મથી અલગ પડી જાય છે. અને અલગ પડતા મન અને મનનું ઉટંગ ઊભું થાય છે. આમ જીવ ભવભ્રમણામાં ભટકે છે. સ્વસ્વરૂપના અજ્ઞાનથી “આવરણ' ઊભું થાય છે, અને આવરણથી માયા દૃષ્ટિ-ભેદભાવ ઉત્પન્ન થાય છે, અને ભેદભાવથી જીવ જન્મ-મરણના ચક્રમાં પડી જાય છે. આ વાત સમજાવતાં અખો કહે છે : અલહપ્ત કહતે મેં આપ હુઆ, તબ મન ખુદીકી જડ જડી, જાહિર હુઆ તબ જાત ખોઈ, ઔન એન મસ્તી વહાં જ રહી. ઈત ઓરે સો જીવ હૈ, ઉત ઓર સ્વે સોય, ઇત ઉત કહેણા રહે ગયા, અખા ! ક્યું કા હું જોય. * * * * * વહમ કદમ તુઝીકા, મીતા! આયે આપ ભૂલાવા ! તૂ હી તું રહ્યા ભરપૂરા ! નાહીં પૂજા દર દાવા સામીપ્ય: પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy