________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ છે, પણ આશ્ચર્યની વાત એ છે કે તે જ મનુષ્ય પોતે ઘડેલી મૂર્તિ પાસે જાતજાતની માંગણીઓ કરે છે. અખો એવા માણસોને અંધ કહે છે :
સજીવાએ નજીવાને ઘડયો, સજીવો કહે છે તું મને કાંક દે; આ અખો ભગત એમ પૂછે કે, તારી એક ફૂટી છે કે બે ?
અખાના આ અજાત-અનુભવનું-સૂફીવાદના ‘મર્મ’ (Mystisum)નું ઉપર દર્શાવેલા ઝૂલણા, હિન્દી ભજનો, સાખીઓ, સંતપ્રિયા, જકડી,ઈત્યાદિ ગ્રંથોમાં દર્શન થાય છે. અખાના સૂફીવાદી સિદ્ધાંતો :
અખાના સિદ્ધાંત (View of Life)નો મર્મ એમના સૂફીવાદી સાહિત્ય- અક્ષયવાણી (ઝૂલણા), અખેવાણી, અખાની સાખીઓમાં મળે છે. પરમાત્મા-પરબ્રહ્મ વિશે તેઓ કહે છે કેઃ અનાદિ-અનંત પરમતત્ત્વ દૂર નથી-બધે છે, બધામાં છે, પણ અજ્ઞાનીને તે દૂર છે અને જ્ઞાનીને તે હાજરાહાજૂર છે. પરમાત્મા કોઈ પર્મેનશીન બાનૂ નથી કે એને ફરજિયાત ઓઝલમાં રહેવું પડે. આપણી આંખોની આડે આપણે જાતે ઘાંચીના બળદની પેઠે અજ્ઞાનથી ‘હું’ પણાના દાબડા બાંધ્યા છે. તેને આ મનુષ્ય જન્મમાં વૈરાગ્ય અને અભ્યાસના ૫રમપુરુષાર્થ વડે આપણે જાતે જ છોડીને ફેંકી દેવા જોઈએ. અંતરષ્ટિથી જોતાં પરમાત્માની ઝાંખી પોતાની અંદર જ થાય છે.
“અજબ કલા કોઈ જાણ જાને ! ગાફિલકી વહાં ગમ નાંહિ ! દૂર જાતે તિસે દૂર હૈ રે ! અખા ઝોબાઝોબ (સાક્ષાત્) આંહિ”
સર્વાતીત પરમાત્માની ઝાંખી બહુ ભણવાથી કે પંડિતાઈથી થતી નથી. આત્માનુભવમાં તો અભણ કે ભણેલાનો કોઈ ભેદ નથી. આ રસ્તામાં તો પોતાનું ‘અહં' સનમને સોંપી સમજીને ચૂપ થઈ જવાનું હોય છે. સૂફીઈશ્કમાં તો પરાત્પર પરબ્રહ્મ જ સારસર્વસ્વ છે અને જીવનને પરમાત્માભિમુખ કરવાનું છે, જીવાત્માએ પોતાના મૂળ તરફ પાછા ફરવાનું છે. આ માર્ગ બેહદનો છે. અજ્ઞાતમાં છલાંગ મારવાનો છે. અખો કહે છે :
“અર્શકી અસલ જે હી અખા કદિ ન આવે બહુત પઢે’
* * *
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નઝર કરે, સો નિહાલ હોવે, દિલકે દીકૈ જબ દેખે
પઢા હો કે અપઢ અખા ‘આપ' ટલ જાણા રેખરેખે
અખાના સૂફીવાદી સિદ્ધાંત અને સૂફી સાધનામાર્ગ
સો, અખા વહાં હૈ ઐસા, આકિલ (બુદ્ધિમાન), અપઢ સો એક થાને.
અહીં તે શાસ્ત્રોની હદની જ વાત કરે છે, પણ સૂફી સંતોનો અનુભવ બેહદનો હોય છે. તેથી આ વાત માત્ર અનુભવીઓ (Mystics) જ સમજી શકે એમ છે. કારણ કે માત્ર તેમની પાસે જ આતમ સૂઝ હોય છે. અખો આ જ વિચારને વધારે સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે બહુ ભણવાથી પંડિતાઈથી તો ખોટો બોજ વધે છે, જ્યારે આત્માનુભવ માટે તો ‘અહં'નો વિલય કરીને હલકા થવાનું હોય છેઃ
કુરાન પુરાન કહે માપ મેં કી, અમાપ અખા ભેદુ જલહે.
* * * * *
કો કહે મોટો શિવદેવ, કો કહે વિષ્ણુ મોટો અવશ્યમેવ, કો કહે આદ્યભવાની સદા, બુધ કલ્કિના કરે વાયદા; જૈન કર્મની સદા દે શીખ, યવન માને કુરાને શરીફ, અખા સૌ બાંધે બાકી (મમતભર્યું વેર) કો ન જુએ હિરે પાછો ફરી.
For Private and Personal Use Only
૭૫