________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખાના કાવ્યો બે ઉદ્દેશથી પ્રેરાઈને રચાયેલાં છે. (૧) સમાજની વિચિત્ર માન્યતાઓ અને રૂઢિઓ તેમજ અનેક ધાર્મિક સડાઓ; અખો પોતાની તીખી અને સચોટ વાણીથી દૂર કરવા માંગે છે. (૨) બધા સંપ્રદાયોમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તતા હોવાથી સ્વાનુભવસિદ્ધ વેદાન્તનો અંતિમ સિધ્ધાંત અજાતવાદનું સાંગોપાંગ પ્રતિપાદન કરી ધર્મમાં પેઠેલો સડો દૂર કરવાની એમની દિલીતમન્ના હતી.
૧૫મા-૧૬માં સૈકામાં ભક્તિ સંપ્રદાયનો ખૂબ પ્રચાર થઈ રહ્યો હતો. અને આ જ સમયે ગુજરાતમાં તેમજ સમગ્ર ભારતમાં સ્વતંત્ર વિચારકો ઉદભવ્યા હતા. કબીર, નાનક, જ્ઞાનદેવ, વલ્લભાચાર્ય, તુકારામ અને રામદાસનાં ઉદાહરણ નોંધપાત્ર છે. એક સ્વતંત્ર વિચારક તરીકે અખો જ્ઞાન અને ભક્તિનો સમન્વય સાધનારી દૃષ્ટિના હિમાયતી. છે. અખો, નરહરિ, ગોપાળદાસ, બૂટિયો વગેરેને આપણે જ્ઞાનમાર્ગી કહીએ છીએ તે ઔપચારિક અર્થમાં જ. સ્વરૂપજ્ઞાન એ એમની સાધનાના કેન્દ્ર સ્થાને રહેલું છે, અને મુક્તિનું એ પ્રેરક સાધન છે. નરહરિ, અખો વગેરેની કૃતિઓનું મંડાણ કેવલાદ્વૈતના સિદ્ધાંત પર થયું છે એ પણ સ્પષ્ટ છે. છતાં આ જ્ઞાનમાર્ગી પરંપરા યોગ, તંત્ર, બૌદ્ધ, મહાયાન તથા સહજયાન શાખા, સિદ્ધ સંપ્રદાય, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સહજિયા સંપ્રદાય, જૈન મુનિ રામસિંહ વગેરેની સાધના-પ્રણાલી, સૂફી સાધના વગેરેની અસર નીચે આવી છે તે આપણા જ્ઞાનમાર્ગી કવિઓની કૃતિના અભ્યાસથી સ્પષ્ટ જણાઈ આવે છે. વળી, આ કવિઓ એકાન્તિક જ્ઞાનમાર્ગને અનુસરે છે એવું પણ નથી. ‘ચિત્તવિચારસંવાદમાં અખો કહે છે તેમ, એમાં ભક્તિનો સ્વીકાર છે ખરો, પણ એ ભક્તિને ૮૧ પ્રકારની સકામ ભક્તિ નહીં, એ નિરાશી ફળની ૮૨મી નિર્ગુણ ભક્તિ કહે છે:
એકાશી સુધી તે લખી, તે તે કહી કશી પારકી.
નિરાશી ભક્તિ જે કોઈ કરે, તેનું સેજે કારજ સરે. આ પરંપરામાં વસ્તુતઃ જ્ઞાનનિષ્ઠ ભક્તિનો સ્વીકાર છે. અખાએ આ વસ્તુને એના છપ્પાના દંભ-ભક્તિઅંગમાં આ રીતે સ્પષ્ટ કહી છે :
જ્ઞાન વિના ભક્તિ નવ થાય,
જયમ ચક્ષુહીણો જયાં ત્યાં અથડાય. જ્ઞાનની સરળ વ્યાખ્યા આપતાં અખો કહે છે :
પણ જ્ઞાન તો છે આતમ સૂઝ,
અખા અનુભવ હોય તો બૂઝ અખાએ શુષ્ક જ્ઞાનની આકરી ટીકા કરી છેઃ
એક સૂકું જ્ઞાન કયે દામણા, તે હરિફળ પામેલા વામણા
સૂકું જ્ઞાન ને બંડળ મૂછ, કરમી ધન કૂતરનું પૂછ. આખરે તો એ અપરોક્ષાનુભૂતિઓનો વિષય છે. પુસ્તકિયા જ્ઞાનને અહીં સ્થાન નથી. આ પરંપરાના લગભગ બધાં જ સાધકોએ એમની કૃતિમાં ફરી ફરી અનુભવ પર ભાર મૂકયો છે. આ સાધના પ્રણાલીના સાધકો માટે “અનુભવિયાં', “અનુભવ સાચપથી”, “અનુભવાર્થી” જેવા શબ્દ પણ પ્રયોજાયા છે.
બંગાળના બાઉલો' સાધકોના ત્રણ પ્રકારની વાત કરે છે : કરમિયા, ધરમિયા અને મરમિયા. જે કર્મકાંડ આચાર વગેરેને પ્રાધાન્ય આપે તે કરમિયા, જે ધર્મના સંપ્રદાયોને અનુસરે તે ધરમિયા, પણ અપરોક્ષાનુભૂતિથી મર્મને પામનાર તે મરમિયા. આ અર્થમાં આ પરંપરાના કવિઓને “મર્મી' (Mystic) પણ કહી શકીએ.
અખો સાચા અર્થમાં વેદાન્તી હોવાથી Subject (મારામાં) અદ્વૈતવાદમાં સર્વ પ્રધાન જ છે તેથી ભેદભાવને કોઈ અવકાશ જ નથી. આવા કારણોસર અખો મૂર્તિપૂજાનો વિરોધી હતો. વાસ્તવમાં મૂર્તિને ઘડનાર તો મનુષ્ય ૭૪
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only