SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખાના સૂફીવાદી સિદ્ધાંત અને સૂફી સાધનામાર્ગ પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા* અખો ૧૭ મા સૈકાનો એક મહાન સંત, કવિ અને સુધારક હતો. તેણે હિંદુ ધર્મના અદ્વૈતવાદની અસરો ઝીલી. હોવા ઉપરાંત તેણે સૂફીવાદની અનુભૂતિ પણ કરી હતી. આ દૃષ્ટિએ અખો મુઘલ યુગનો એક વિરલ ગુજરાતી હતો. પ્રસ્તુત લેખમાં આ સમગ્ર ઘટના અંગે વર્ણન અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અખાનો જન્મ ઈ.સ.૧૬૧૫ ના અરસામાં અમદાવાદ નજીક આવેલા જેતલપુરમાં સોની જ્ઞાતિમાં થયો હતો. તે વખતે અનેક પરદેશીઓ અમદાવાદ આવી વસતા હતા. ધંધા રોજગારની ખ્યાતિ સાંભળી અખાના પિતા રહિયો કુટુંબસહ અમદાવાદ આવી ખાડિયામાં આવેલી દેસાઈ પોળમાં, કૂવાવાળા ખાંચામાં આવેલા એક નાના મકાનમાં રહેવા લાગ્યા. આજે ૨૧ મી સદીમાં પણ આપણા સદ્દનસીબે આ પ્રાચીન મકાન હયાત છે, જેનું ગૌરવ લઈ શકાય. વીસ વરસની ઉંમરે અખાના પિતા મૃત્યુ પામ્યા અને માતા તો બાળપણમાં જ મૃત્યુ પામેલા. થોડા સમય બાદ અખાની નાની બહેન અને પત્ની પણ મરણ પામ્યા. અખાજી એકલા થઈ ગયા. તેમણે ફરી લગ્ન કર્યા. તે પત્ની પણ થોડા સમય પછી મૃત્યુ પામી. આમ, સ્વજનોના ગુજરી જતા એમના દ્ધયમાં વૈરાગ્યનો જન્મ થયો હતો. વિશેષમાં પડોશમાં રહેતી એક સ્ત્રીને અખાએ ધર્મની બહેન માની હતી. અવિશ્વાસથી આ સ્ત્રીએ અખાએ બનાવી આપેલી સોનાની કંઠીનો કસ કઢાવી જોયો. અખો સમજી ગયો કે બહેનને વિશ્વાસ ન આવવાથી કંઠીનો કસ કઢાવ્યો છે. આ જ સમય દરમિયાન અમદાવાદમાં જહાંગીર બાદશાહે આજે જ્યાં સ્વામીનારાયણના મંદિર છે તેની પાસે ટંકશાળ સ્થાપી હતી અને અખાની ખ્યાતિ સાંભળી તેમને ટંકશાળના ઉપરી નીમ્યા હતા. અહીં લીલાપણાનો તેઓ ભોગ બન્યા અને બંદીખાને ગયા અને નિર્દોષ છૂટ્યા. ઉપરના બે પ્રસંગોને લઈને એમને સંસાર અને સંસારીજનો ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. પોતાના હથિયાર કૂવામાં ફેંકી દઈને, માલ મિલકત વેચી દઈને અખો સદ્દગુરૂની શોધમાં અમદાવાદ છોડી ચાલી નીકળ્યા. ગોકુળ-મથુરા પહોંચી શ્રી વલ્લભ-સંપ્રદાયની, વલ્લભાચાર્યજીના ચોથા | પૌત્ર શ્રી ગોકુલનાથજી પાસે વૈષ્ણવી દીક્ષા લીધી. પરંતુ તેમના મનનું સમાધાન થયું નહિ. તેઓ કાશીપુરી ગયા. કાશીના મણિકર્ણિકાઘાટ ઉપર વેદાન્તી સ્વામી શ્રી બ્રહ્માનંદને ગુરુ બનાવ્યા. અખાએ પોતાની વાણીમાં ગુરુનો મહિમા ખૂબ ભક્તિભાવથી ગાયો છે. સદગુરૂ સેવા આતમ લક્ષ્ય, અખા ભગતનો એવો પક્ષ” અખાનો સમય ઈ.સ. ૧૬૧૫ પછીનો ગણાય છે. ઇતિહાસની પરંપરા પ્રમાણે અખો જહાંગીર, શાહજહાં અને સંભવતઃ ઔરંગઝેબના રાજ્યમાં પણ ઈ.સ.૧૬૭૪ સુધી વિદ્યમાન હતો. અખાનો સમય સમાજ, રાજય અને ધર્મના ઇતિહાસની દૃષ્ટિએ બહુ જ અસ્થિર વિચારસરણીવાળો હતો. કારણ કે, અસ્પૃશ્યતા, નાત-જાતનાં બંધનો અને વહેમો ખૂબ જ પ્રચલિત હતા. ધર્મના ક્ષેત્રમાં શૂન્યવાદ, અજ્ઞેયવાદ, મૂર્તિપૂજા અને શૃંગારી વૈષ્ણવાદ ઊંચી અટારીએ બિરાજતા હતા. રાજકીય દૃષ્ટિએ ભારત મુસ્લિમ બાદશાહના આધિપત્ય નીચે હતું. આ સમયમાં પ્રવર્તતી અંધાધૂંધીના સૂચનો અખાની વાણીમાં મળે છે. અખાના કાવ્યમાં સમકાલીન ગુજરાતના જીવનનું દિગ્ગદર્શન છે. * વરિષ્ઠ અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ અખાના સૂફીવાદી સિદ્ધાંત અને સૂફી સાધનામાર્ગ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy