SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ અખો જીવનું સાચું સ્વરૂપ સમજાવીને એક અનંતાદ્વૈત (Infinite Oneness)ના સિદ્ધાંતની સ્થાપના કરે છે. આ સિદ્ધાંત કૈવલાદ્વૈત સિદ્ધાંતથી ભિન્ન છે. એમ ઉપરના વિવેચનથી સ્પષ્ટ પ્રતીત થાય છે. અખો માયા જેવા સત્અસતથી વિલક્ષણ અસ્તિત્વ ધરાવતા કોઈ તત્ત્વનો સ્વીકાર કરતો નથી. એમના મતે માયા તે અજા છેઅસત્ છે-શૂન્યવત્ છે-કલ્પના માત્ર છે. માયા નામનું અસ્તિત્વ ધરાવતું કોઈ (Positive) તત્ત્વ નથી. માયા તો છાયા જેવી છે. અખો કહે છે : નવ દીસે તેને સત્ય જાણ, દીસે તેને નાસ્ત પ્રમાણ. જગતનું સ્વરૂપ દર્શાવતાં અખો કહે છે કે, જગત વસ્તુતા એ બ્રહ્મસ્વરૂપ છે અને નામરૂપની દૃષ્ટિએ જોતાં જગત અવસ્તુ-મૃગજળવતુ છે.-નહિવતુ છે. કેમ કે વસ્તુતા એ જગત છે જ નહિ. બધુંયે બ્રહ્મ છે. અખો ગતિ દ્રવ એક કહે છે. બ્રહ્મ અને જગતનો સંબંધ પાણી અને બરફ જેવો છે. જલતરંગવત છે. અખા આલમ આત્મા, નામ ધરનાક હોય; બરફ જ માયા બંધકા, તાહે પાલા કહો કોય તોય દુનિયા લહેરી બ્રહ્મ કી, ઉત્પત્તિ સ્થિતિ લય બ્રહ્મ; અખા ! ધૂવા સબ વસ્તુકા, તહાં કોણ કર્તા કોણ કર્મ ? જાતા આતા નહી કછુ, તે જાણપણે કા જાલ અખા! જીવ કરોળિયા, ઉલઝત અપની લાળ જેમ છે તેમનું તેમ, અખા થયું ગયું કાંઈ નથી, આપે આપ આનંદધન, સ્વસ્વરૂપ જોયું નથી. આમ તત્ત્વદષ્ટિએ વિચારતા વસ્તુમાં-બ્રહ્મમાં જગત મૃગજળવતુ છે- A Mirage in Reality. અખો અજાતવાદી છે-બ્રહ્મવાદી છે. તે જગતને બ્રહ્મસ્વરૂપ કહે છે. તેઓ કહે છેઃ = વિપિ ગતિમ અર્થાતુ કશું જ પેદા થતું નથી, સૃષ્ટિ છે જ નહિ. સૂફી સાધના માર્ગ :- (Way of Life) | ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિઓ પૈકી અખો અને નિરાત ભગત સીધા સૂફી અસર નીચે હોય એમ લાગે છે. અખાએ ‘ઝૂલણા'માં વેદાન્ત અને સૂફી ઈશ્કીની એકવાક્યતા બતાવવાનો જ પ્રયત્ન કર્યો છે. એ કૃતિ ઉર્દૂ, હિંદી, પંજાબી એમ મિશ્ર ભાષામાં રચાઈ છે, પણ સૂફી સાધનાના પારિભાષિક શબ્દો-અર્શ,ઐન, નૈન, હક, શરીઅત, હકીકત, મુર્શિદ, નફેજ, કુતુબ, વાજબ, વહદત, મુકામ, અલહશી, દીન, રાફાત, આરિફ , ફના, ગેબ, ઈશ્ક, માશૂક, ખાલિફ, તાલીબ, આરફાન, જલવા, સફાત, વલ્લ, નૂર વગેરે આવે છે. “અખા, એન જાનેસુ “ગેન' નાવે, બિન બૂઝયા બહુત મરે. ઉપરાંત અખાની “જકડી'માં પણ સૂફી સાધનાધારાની સ્પષ્ટ અસર દેખાય છે. સાધનાના મુખ્ય બે પ્રકાર કહી શકાય: એક શાસ્ત્ર-સંમત સાધના ને બીજી સંતસંમત કે અપરોક્ષાનુભૂતિસંમત સાધના. શાસ્ત્રસંમત સાધનામાં, બાહ્યાચારને વધારે મહત્ત્વ મળતું જોવામાં આવે છે. આને કારણે ઘણી સિદ્ધાંતજડતા તથા રૂઢિચુસ્તતા પણ એમાં દેખાય છે. સામ્પ્રદાયિક જટાજાળનો પણ એમાં પાર રહેતો નથી. એ જયારે ક્ષયિષ્ણુ અવસ્થાને પામે છે ત્યારે જડ આચારના કલેવર નીચે માનવમનની પ્રાકૃત વૃત્તિઓ પોષાતી જાય છે. અખાના સૂફીવાદી સિદ્ધાંત અને સૂફી સાધનામાર્ગ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy