________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયના ચિત્રો છે. (૧) ભગવદ્ગીતા - વિભૂતિયોગ અધ્યાય ૧૦. (૨) વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર. (૩) ભીખસ્તવરાજ (૪) ગજેન્દ્રમોક્ષ. (૫) અનુસ્મૃતિ.
પ્રથમ ચિત્રમાં મુગટધારી ગણેશજીની એકબાજુ સરસ્વતી છે અને બીજી બાજુ ચામરધારિ દાસી ગણેશની સેવા કરે છે. અન્ય ચિત્રમાં મહાભારતના યુદ્ધનું દશ્ય છે. કૃષ્ણ અને અર્જુન તેમના રથમાં છે. બાણયુદ્ધ ચાલે છે અને તીર છોડેલા દર્શાવ્યા છે. અન્ય ચિત્ર વિષ્ણુના અભ્યાવતારનું છે. ચારવેદ સહિત કૃષ્ણ, અર્જુનને ઉપદેશ આપતા જણાય છે. વિભૂતિયોગના ચિત્રોમાં દરેક પાદ માટે તેને અનુરૂપ ચિત્રો દોર્યા છે. વિષયાનુસાર વિપુલપ્રમાણમાં ચિત્રો છે. એક ચિત્રમાં “વેદોમાં હું સામવેદ છું” એવું ચિત્ર દર્શાવ્યું છે. અન્ય ચિત્રોમાં “ગાયોમાં હું કામધેનું છું' ઉક્તિ મુજબનું રંગીન ચિત્ર પ્રાપ્ત થાય છે.
જેલમાં કૃષ્ણના જન્મને દર્શાવતા ચિત્રમાં વાસુદેવ કૃષ્ણને જેલમાંથી લઈને યમુના નદીને ઓળંગતા ચિત્રિત કર્યા છે. અન્ય ચિત્રમાં નવ ફેણવાળા નાગ ઉપર શેષશાયી વિષ્ણુ પોઢેલા દર્શાવ્યા છે. તદુપરાંત ચતુર્મુખ બ્રહ્મદેવનું રંગીન ચિત્ર અંકાયેલું છે. અન્ય રંગીન ચિત્રમાં ગજેન્દ્રને મગરના પંજામાંથી મોક્ષ અપાવતા વિષ્ણુને ચિત્રિત કર્યા છે જે ગજેન્દ્રમોક્ષના પ્રસંગને વર્ણવે છે.
અન્ય એક ચિત્રમાં સમુદ્રમંથનનું દશ્ય સુંદર રંગો દ્વારા દોર્યું છે. તેમજ બીજા ચિત્રમાં વિષ્ણુ ભગવાનને મસ્યાકારમાં ચિતર્યા છે અને તેમાં રાક્ષસ શંખરૂપે દેખાય છે. કલ્પસૂત્ર નં. ૭૩૧
માપ : ૩૦ x ૧૦.૫ સે.મી. લંબચોરસ લાલ રંગના પાના ઉપર મોટા સોનેરી અક્ષરે સૂત્રો લખવામાં આવ્યા છે. જે સરળતાથી વાંચી શકાય છે. પાનાની છેવાડે ભગવાન મહાવીરનું ચિત્ર છે. તેમણે ગળામાં માળા પહેરી છે, અણીવાળી આંખો અને કાને કુંડળ છે. પાનની ચારે બાજુ દીવા જેવી આકૃતિ દોરી છે. રાગરાગિણી નં. ૧૩૨૬૫
માપ : ૨૨ x ૩૦ સે.મી. ૧૮મી સદીની પુસ્તક આકારની આ પ્રતિમાં ૨૦ રાગનાં ચિત્રો અંકિત કરેલાં છે. તેની વિશેષતામાં પ્રત્યેક રાગનાં ચિત્રો રાગને અનુરૂપ દોર્યા છે. માલકૌંસ અને કેદાર રાગનાં ચિત્રોમાં આ રાગની શું અસર થાય તેનું રંગીન ચિત્ર અંકિત થયું છે. તેમજ ઉપરના ભાગ પ્રત્યેક રાગના ચિત્ર ઉપર દોહો લખ્યો છે. પુસ્તક આકારની આ પ્રતમાં લાલ રંગના પાનામાં ભિન્ન ભિન્ન રંગનાં ચિત્રો દોર્યા છે. ભાગવતપુરાણ નં. ૧૧૦૫
માપ : ૪૦ x ૧૯.૩ સે.મી. આશરે ૧૮મી સદીની આ સચિત્ર પ્રત ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે આમાં કુલ ભાગવતપુરાણનાં ૨૩ ચિત્રોનો સંગ્રહ છે. વનસ્પતિજન્ય રંગો પૂરીને આ ચિત્રો પ્રસંગનું આબેહૂબ દશ્ય ઊભું
એમાંથી કેટલાંક દશ્યો વિશે વિગતે વાત કરીશું. કાલિયમર્દનના ચિત્રમાં કાલિયનાગનાથીને એના ઉપર આરૂઢ થયેલ ભગવાન શ્રીકૃષ્ણ બીરાજજ્યા છે. નીચે નાગણો શ્રીકૃષ્ણની ક્ષમા માંગતી બતાવી છે. યમુનાને તટે વૃક્ષ નીચે ગ્રામજનો આ દશ્ય નિહાળી રહ્યા છે.
બીજા ચિત્રમાં ગોવર્ધનપર્વતની તળેટીમાં ગાયો ચરે છે. યમુનાતટે શ્રીકૃષ્ણ અન્ય ગોવાળો સાથે મિજબાની
૧૦૬
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only