________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધ દેવ-દેવીઓનાં ચિત્રો દોર્યા છે. સ્વર્ણરોપ્યાદિ સિદ્ધિ (સિદ્ધાંતલેશ). નં. ૧૪૩૩૮
માપ : ૨૫ x ૫.૫ સે.મી. તાડપત્ર ઉપર આછા કથ્થાઈરંગ ઉપર સોનેરીશાહીથી દેવનાગરી લિપિમાં લખ્યું છે. આની વિશેષતામાં આ પ્રતમાં ત્રણ ભાષા સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અક્ષરો વ્યવસ્થિત વાંચી શકાય તેવા બહુ નાના-મોટા નથી. એનો રચના સમય ઈ.સ. ૧૪ મી સદી છે. માનતુંગ-માનવતી રાસ નં. ૧૪૩૩૫
માપ : ૨૬ x ૧૧.૫ સે.મી. જૂની ગુજરાતીમાં રચાયેલી આ હસ્તપ્રતના પ્રથમ ચિત્રમાં રાજાની સવારીનું દશ્ય છે. જેમાં રાજા હાથી ઉપર બેઠા છે અને મંત્રીઓ પાછળ ઘોડા ઉપર સવાર છે. આગળ સિપાઈઓ ઢાલ-ભાલા સહિત જોવા મળે છે. બે ચિત્રોમાં રાજા મંત્રી સાથે મંત્રણા કરતાં જણાય છે. આ પ્રતનો રચનાકાળ વિ.સં. ૧૭૫૦ છે અને લેખનસમય ૧૮૪૮ દર્શાવ્યા છે.
મુખ્યત્વે લીલા રંગનો પ્રયોગ થયો છે. સાથે લાલ, જાંબલી, કાળો અને પીળો રંગ પણ જોવા મળે છે. સૌંદર્યલહરી (શંકરાચાર્ય) નં. ૭૩૫૬
માપ : ૨૨ x ૧૨.૫ સે.મી. અતિ પ્રસિદ્ધ એવી આ હસ્તપ્રત પદ્ય સાથે ૧૦૫ રંગીન ચિત્રો ધરાવે છે. પ્રત્યેક ચિત્ર દર્શાવેલા શ્લોકનો ભાવાર્થ સૂચવે છે. કુલ ચોપન પાન ધરાવતી આ પ્રતનો સમય આશરે ૧૮મી સદીથી પૂર્વેનો કહી શકાય. કાલભાચાર્ય કથા નં. ૧૩૯૬૫
માપ : ૨૭.૬ x ૧૧.૩ સે.મી. ખૂબ મોટા કાળા અક્ષરે પ્રત લખી છે. પાનના અંતે કથાનુસાર ચિત્ર છે. સોનેરી, લાલ અને વાદળી રંગો વાપર્યા છે. હસ્તપ્રત જૈન છે. સમય વિ.સં. ૧૫૫૦ ઈ.સ. ૧૪૯૪ (આશરે). કામશાસ્ત્ર નં. ૨૦૭૧૭
માપ : ૧૭ x ૨૧ સે.મી. પુસ્તક જેવા આકારની આ પ્રતિમાં નારીકુંજરનું સુંદર ચિત્ર છે. લિપિ ઉડિયા છે. નવ નારીઓનું હાથીના આકાર ચિત્રણ કર્યું છે. સર્વે નારીઓ શણગારથી સજ્જ છે. ઉપર ચોલી, નીચે ધોતિયા જેવું વસ્ત્ર અને ખભે દુપટ્ટો છે. ફૂમકાવાળો ચોટલો વાળ્યો છે. આભૂષણમાં દામણી, ટીકો, કુંડળ, બંગડી અને ઝાંઝર પહેર્યા છે. સુરેખચિત્રમાં હાથી આકારના નારીકુંજર ઉપર કામદેવ પાંચબાણ ચઢાવી આરૂઢ થયા છે. કાળી અને લાલ શાહી વાપરી છે. નવનારીઓનું સુંદર વર્ણન “સાહિત્યદર્પણ” ગ્રંથમાં મળે છે. પંચરત્નગીતા નં. ૧૩૧૨૭
માપ : ૧૭ X ૧૧ સે.મી. લગભગ ૧૮મી સદીની આ પ્રતમાં ૭૪ પાનામાં વિવિધ રંગીન ચિત્રો મળે છે. નામ મુજબ પાંચ
સાંસ્કૃતિકનગરી વડોદરાનો કલાવારસોઃ કેટલીક સચિત્ર હસ્તપ્રતો
૧૦૫
For Private and Personal Use Only