________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
કરે છે. આકાશગંગામાંથી આ દશ્યને ગાંધર્વો નિહાળી રહ્યા છે.
નારદ શ્રીકૃષ્ણને એક સાથે તેમની અનેક રાણીઓ સાથે મહેલમાંથી જોઈ રહ્યા છે. ચિત્રની બંને બાજુના હાંસિયામાં લાલ રંગમાં ગુલાબી અને આસમાની રંગના ફૂલવાળી વેલ દોરી છે. વચ્ચેના ભાગે ચાર જુદાં જુદાં ચિત્રો જોવા મળે છે.
પહેલાં ચિત્રમાં પીળા પીતાંબર પહેરેલા નારદ હાથમાં સોનેરી-લાલ રંગની વીણા સાથે મહેલના ઝરોખામાંથી શ્રી કૃષ્ણ ભગવાનની રાણીઓ સાથેની લીલા નિહાળી રહ્યા છે. રાણીઓ મોતીનો હાર, તેમજ અન્ય આભૂષણોથી સજ્જ થઈ કૃષ્ણની સેવા કરવા ઉત્સુક થઈ પ્રતીક્ષા કરી રહી છે.
બીજા ચિત્રમાં શ્રીકૃષ્ણ રંગીન બાજોઠ ઉપર વીણા લઈ બેઠેલા નારદને નમસ્કાર કરે છે. પાછળ સ્ત્રીવૃંદ શ્રીકૃષ્ણની સેવા કરે છે, માથે ચામર ઢોળે છે.
ત્રીજા ચિત્રમાં મહેલમાંથી એક હાથી તથા બે ઘોડાની સવારી નીકળી છે. પુરુષોએ ચૂડીદાર પહેરણ તથા પાઘડી પહેર્યા છે. ગળામાં મોતીની માળા છે. બાજોઠ ઉપર બેઠેલા કૃષ્ણને સર્વે નમન કરે છે. સ્ત્રીઓએ ખૂબ સુંદર આભૂષણો પહેર્યો છે. નારદજી તેમને મહેલમાંથી જોઈ રહ્યા છે.
ચોથા ચિત્રમાં રંગીન સોનેરી બાજોઠ ઉપર બેઠેલા શ્રીકૃષ્ણને રાણીઓ સ્નાન કરાવે છે. અન્ય રાણીઓ હાથમાં સોનાના પાત્ર લઈ પોતાના ક્રમની પ્રતીક્ષામાં ઊભી છે.
કાત્યાયની વ્રત - આ ચિત્રમાં સ્ત્રીવૃંદ વૃક્ષોની વનરાજી પાછળ છૂપાયેલા સૂર્યોદયના આગમનની રાહ જુએ છે. પોતાના વ્રતની પૂર્તિ માટે સૂર્યોદયને ઝંખી રહી છે.
પ્રતની બંને બાજુના હાંસિયામાં કેસરી રંગમાં સફેદ-લીલા ફૂલની ભાત છે. નીચે લીલું ઘાસ, રંગીન ફૂલોના છોડ, મોટાં વૃક્ષો છે. કાળા યમુનાના પાણીમાં સફેદ માછલીઓ તરે છે.
શુકનો પરીક્ષિતને ઉપદેશ :- શુકદેવ ઋષિ પરીક્ષિત રાજાને બોધ આપે તેવું દશ્ય છે. આછાં લીલારંગના સોનેરી બાજઠ ઉપર શુકદેવજી બેઠા છે. સામે પરીક્ષિત રાજા છે. રાજાઓ કાનમાં મોતીના કુંડળ, માથે ખેસ ઓઢડ્યો છે. અન્ય ઋષિવૃંદ પણ જ્ઞાનપ્રાપ્તિ માટે બાજઠ ઉપર બેઠા છે.
નીચે પાણીમાં માછલી છે. બંને બાજુ બે ઘટાદાર વૃક્ષો દોર્યા છે.
ઋષિસંવાદ : શ્રીકૃષ્ણ ભિન્ન ઋષિ સાથે સંવાદ કરે છે. વચ્ચે બે ઋષિવર્ય બેઠા છે. તેમની વર્તુળાકારે બેસીને અન્ય ઋષિઓ સંવાદ સાંભળે છે. કેસરી રંગના મંડપને બંને બાજુ વેલોથી શણગાર્યો છે. વચ્ચે સફેદ વસ્ત્રોમાં શ્વેત દાઢી તથા માથે જટાવાળા ષિઓ જ્ઞાન મેળવે છે.
રાસક્રીડા : યમુનાતટે શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. આકાશમાં અર્ધચંદ્ર ઊગ્યો છે. દેવ-દેવતા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે. નારદજી વીણા લઈને નૃત્ય કરે છે. ગોપીઓએ પીળા, લાલ, કેસરી, જાંબલી રંગનાં ચણીયા, ચોળી, ઓઢણી પહેર્યા છે. વિવિધ અલંકારો જેવા કે હાર, માળા, નથ, ટીકો, ધારણ કરી રાસલીલા માણે છે.
કારાવાસમાં કૃષ્ણ જન્મ : કૃષ્ણજન્મનું દૃશ્ય અદ્દભુત રીતે આલેખ્યું છે. વાસુદેવ-દેવકીની વચ્ચે કૃષ્ણ છે. રાતનું દશ્ય છે. પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે. યમુનાના કાળા પાણીમાં સફેદ માછલી તરે છે. કારાવાસની બહાર બે સૈનિકો સફેદ પોશાકમાં માથે ફેંટા સાથે ઢાલ-તલવાર લઈને ચોકી કરે છે.
વાસુદેવ બાળકૃષ્ણને હાથમાં તેડી યમુનાના જળ ચંદ્રની શીતળ ચાંદનીમાં ઓળંગે છે. તેમણે સફેદ પોશાક પહેર્યો છે. તેઓ માથે જટા તેમજ દાઢી-મૂઢો સહિત ઋષિ જેવા દેખાય છે. આ દશ્યનું ચિત્રણ ખૂબ જ
સાંસ્કૃતિકનગરી વડોદરાનો કલાવારસો : કેટલીક સચિત્ર હસ્તપ્રતો
૧૦૭
For Private and Personal Use Only