________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
(૫) પશુનો મુખવટો ધારણ કરીને અભિનય કરવો.
આમ, છાયાનાટકના વિવિધ પ્રકારો દર્શાવવાનું કારણ એ છે કે કોઈ એક છાયાનાટકના આધારે તારવેલાં લક્ષણો અન્ય છાયાનાટકમાં પ્રાપ્ત થતાં નથી. આથી છાયાનાટકનું ચોક્કસ સ્વરૂપ નક્કી કરવું મુશ્કેલ છે.
ઉપર્યુક્ત લક્ષણો શ્રી કૃષ્ણકુમારાવ્યુદયમુને લાગુ કરી શકાય તેમ નથી. વળી, નાટ્યકાર આ સંજ્ઞા વિશે કંઈ સ્પષ્ટતા કરતા નથી. નાટકના પ્રારંભે, નાટ્યકારના સમકાલીન, પ્રો. જે.જે.કણિયા નોંધે છે કે પ્રાચીન નાટકનાં અંગોપાંગોનો સમાવેશ નહિ હોવાથી આનું નામ છાયાનાટક રાખવામાં આવ્યું છે તે ઉચિત છે. તેમના આ અભિપ્રાય સંદર્ભે નાટ્યકાર મૌન છે. આથી એમ માની શકાય કે તેઓ પણ આ અભિપ્રાય સાથે સમ્મત છે.
શ્રી કૃષ્ણકુમારાવ્યુદયમુના સ્વરૂપને તપાસીએ તો સંસ્કૃત નાટકમાં પ્રાયઃ જોવા મળતા કેટલાંક લક્ષણોનો આમાં બિલકુલ છેદ ઊડી ગયો છે. આગળ નોંધ્યું છે તેમ આ નાટકમાં નાટકનો પ્રશ્ન છે. ખલ પાત્રનો પણ અભાવ છે. અહીં નાટક માટે જરૂરી સંઘર્ષ જ સોતો નથી. વિદૂષકનો અભાવ છે. પ્રાકૃતનો પ્રયોગ પણ કરવામાં આવ્યો નથી. પઘો જરૂર પૂરતાં છે અને એ પણ સંવાદ સ્વરૂપે જણાતાં નથી. પઘોમાં મુખ્યત્વે રાજાની પ્રશસ્તિ જ કરવામાં આવી છે. ચોથા અંકમાં જે પદ્યો આવે છે તે તો કવિતા સ્વરૂપે જ આવ્યાં છે, સંવાદ બનતાં જ નથી. સંવાદો ઘણું કરીને ગદ્યમાં જ ચાલે છે. નાટકોમાં હોય તેમ જરૂરી રંગસૂચનો આવે છે. આથી કૃતિમાં નાટકનું સમરૂપત્વ જળવાયું છે. આમ, શ્રીકૃષ્ણકુમારાવ્યુદય નાટક નહીં, પણ નાટકના સ્વરૂપની છાયા ધરાવતું, છાયાનાટક છે.
સંદર્ભ સૂચિ ૧. જોશી, પુરુષોત્તમ હ., “સ્વાધ્યાય'પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, નવેમ્બર-૯૬, ઓગસ્ટ-'૯૭, પૃ.
૧૯૯ ૨. પાઠક, કરુણાશંકર પ્રભુજી, “શ્રીકૃષ્ણકુમારાવ્યુદયમ્', ઈ.સ. ૧૯૧૩ની આવૃત્તિ, ભાવનગર. ૩. પાઠક, ડૉ. વાસુદેવ વિ., “ગુજરાતના સંસ્કૃત નાટ્યકારો', યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૧૯૯૬, પ્રથમ
આવૃત્તિ. ૪. પાઠક, કરુણાશંકર પ્રભુજી, “શ્રીકૃષ્ણકુમારાવ્યુદય, ઈ.સ. ૧૯૧૩ની આવૃત્તિ, ભાવનગર, પૃ. ૧
दिव्यश्चानन्दजश्चैव द्विधा ख्यातोऽद्भुतो रसः । दिव्यदर्शनतो दिव्यो हर्षादानन्दजः स्मृतः ॥ ६/८३
શુક્લ, શ્રી બાબુલાલ, નાટ્યશાસ્ત્રમ્', ચૌખંબા સંસ્કૃત સંસ્થાન, ૧૯૮૪, દ્વિતીય સંસ્કરણ, પૃ. ૩૪૯ ૬. ડે, ડૉ. એસ. કે., “એ હીસ્ટરી ઑવ સંસ્કૃત લીટરેચર', વૉલ્યુમ-I, ૧૯૬૨, દ્વિતીય સંસ્કરણ, પૃ. ૫૦૧,
પાદટીપ-૨ ૭. ઉપાધ્યાય, ડૉ. રામજી, “નાટ્યશાસ્ત્રીય-પ્રયોગવિજ્ઞાનમ્', ભારતીય સંસ્કૃતિ સંસ્થાનમ્, અલ્હાબાદ, ૧૯૮૧,
પ્રથમ સંસ્કરણ, પૃ. ૮૧ ૮. પાઠક, કરુણાશંકર પ્રભુજી, “શ્રીકૃષ્ણકુમારાવ્યુદયમ્', ઈ.સ. ૧૯૧૩ની આવૃત્તિ, ભાવનગર, પૃ. ૬
સામીપ્ય : ૫. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે. ૨૦૦૭
For Private and Personal Use Only