________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાવનતીર્થ પ્રભાસ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી*
સૌરાષ્ટ્રમાં મોટાંનાનાં અનેક તીર્થ આવેલાં છે. એમાં બે તીર્થ એવું અગ્રિમ સ્થાન ધરાવે છે કે બહારથી આવતા મુલાકાતીઓ એની મુલાકાત લેવા ઉત્કટ ઇચ્છા ધરાવે. એક છે દ્વારકા અને બીજું છે પ્રભાસ. દ્વારકા વૈષ્ણવ તીર્થ છે, જ્યારે પ્રભાસ તો અનેક ધર્મસંપ્રદાયોનું પાવન તીર્થ છે. પ્રભાસ તીર્થ મૂળમાં સૂર્ય ઉપાસનાનું ઘોતક હતું એવું મનાય છે.
શ્રીકૃષ્ણ વાસુદેવના સમયમાં યાદવો મથુરાથી સ્થળાંતર કરી સૌરાષ્ટ્રમાં વસ્યા ત્યારથી ત્યાં પુરાતન કુશસ્થલી નગરી દ્વારવતી-દ્વારકા તરીકે નવનિર્માણ પામી. યાદવકુલની સર્વશાખાઓના યાદવો અહીં વસ્યા. શ્રીકૃષ્ણના જીવનના અંતભાગમાં દ્વારકા પર સમુદ્રનાં નીર ફરી વળ્યાં, દ્વારકા વેરાન થઈ ગઈ, પરંતુ થોડા સમયમાં ત્યાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું મહામંદિર બંધાયું એવી અનુશ્રુતિ છે. હાલનું જગતમંદિર ત્યાંના ભવ્ય મંદિરની પ્રતીતિ કરાવે છે. શ્રીકૃષ્ણ વાસુદેવે પાંડવોના અભ્યુદયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું ને દ્વારકાનું રક્ષણ કર્યું. ભગવદ્ગીતા એ શ્રીકૃષ્ણનું અમૂલ્ય પ્રદાન છે.
શ્રીકૃષ્ણની જીવન લીલાના અંતભાગમા, યાદવો મદોન્મત્ત બની ગયા, ત્યારે શ્રીકૃષ્ણે જાણે પૃથ્વી ૫૨નો ભાર હળવો કરવા તેઓને પ્રભાસ જવા પ્રેર્યા. દરમિયાન પિંડારક તીર્થમાં યાદવ કુમારો મુનિઓનો ઉપહાસ કરવા ગયા, ત્યારે મુનિઓએ ત્યાં યાદવકુળનો સંહાર કરે તેવું લોખંડનું મુસળ ઉત્પન્ન કર્યું. રાજા ઉગ્રસેને એ મુસળના ચૂરા કરાવી નાખ્યા, ત્યારે તેના શેષ રહેલા ટુકડાને માછલું ગળી ગયું ને મુસળનો ભૂકો સમુદ્રમાં ઘસડાઈ પ્રભાસ પાસે એરકા નામે ઘાસરૂપે ઊગી નીકળ્યો. આવી અનુશ્રુતિ શ્રીમદ્ ભાગવત પુરાણના એકાદશ સ્કંધના અધ્યાયમાં આપી છે.
આ સ્કંધના અધ્યાય નં. ૩૦૨ માં જણાવ્યું છે કે દ્વારકામાં મોટા ઉત્પન્ન થતાં શ્રીકૃષ્ણની સલાહથી યાદવો દ્વારકાથી પ્રભાસ ગયા, જ્યાં પશ્ચિમ તરફ વહેતી સરસ્વતી નદી મહિમા ધરાવતી હતી. પ્રભાસમાં યાદવો મૈરેય નામે મદિરા પી મદોન્મત્ત બન્યા ને વિવિધ આયુધો વડે આપસ-આપસમાં લઢવા લાગ્યા. પ્રદ્યુમ્ન અને સાંબ, અક્રૂર અને કૃતવર્મા, અનિરુદ્ધ અને સાત્યકિ, સુભદ્ર અને સંગ્રામજિત (મોટો) ગદ અને (નાનો) ગદ, સુમિત્ર અને સુરથ સામસામા આવી ગયા, બીજા અનેક યાદવો પણ એમ કરવા લાગ્યા. દાશાર્હ, વૃષ્ણિ, અંધક, ભોજ, સાત્વત, મધુ, કુન્નુર વગેરે સર્વ શાખાઓના યાદવો પરસ્પર લઢવા લાગ્યા. આયુધો ખૂટી જતાં તેઓ એરક ઘાસને મુઠ્ઠીથી પકડી પ્રહાર કરવા લાગ્યા. તેઓએ શ્રીકૃષ્ણ અને બલદેવ પર પણ પ્રહાર કર્યો. આખરે બળરામે સમુદ્રતટે યોગનો આશ્રય લઈ દેહત્યાગ કર્યો. પિપળાના વૃક્ષ પાસે જમીન પર બેઠેલા શ્રીકૃષ્ણને ભૂલથી મૃગ સમજી ‘જરા’ નામે પારધિએ વીંધી નાખ્યા, એટલામાં દારુક નામે સારથિ ત્યાં આવી પહોંચ્યો, શ્રીકૃષ્ણે એને દ્વારકા જઈ ત્યાં રહેલા વૃદ્ધ યાદવો તથા સ્ત્રીઓ અને બાળકોને સાવધ કરી દ્વારકા તજી અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થ જતા રહેવા સૂચવ્યું.
એકાદશ સ્કંધના અંતિમ અધ્યાય નં. ૩૧ માં શ્રીકૃષ્ણ મર્ત્યલોક તજી સ્વધામ પધાર્યા. દ્વારકામાં આ સર્વ દુઃખદ સમાચાર મળતાં સર્વ સ્વજનો પ્રભાસ જઈ પહોંચ્યા. દેવકી, રોહિણી અને વસુદેવે પ્રાણ તજી દીધા સ્ત્રીઓએ અગ્નિ પ્રવેશ કર્યો. અર્જુને એ સર્વની પિંડોદક ક્રિયા કરી. આમ પ્રભાસમાં દ્વારકાની અનેક અગ્રણી * નિવૃત્ત નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
પાવનતીર્થ પ્રભાસ
For Private and Personal Use Only
૯૯