SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંકમાં ત્રણ દશ્ય આવે છે. બીજા દૃશ્યમાં તો એક જ સંવાદ છે અને તે પણ સ્વગત. અહીં દૃશ્યો ઝડપથી બદલાય છે. આથી મંચનની દૃષ્ટિએ પ્રથમ અંક દિગ્દર્શકની પરીક્ષા કરનારો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજા અંકમાં એક જ દશ્ય છે. સદાનંદ વગેરે મિત્રો શ્રીકંઠનો કુમારજન્મના સમાચાર આપવા તેના ઘેર એકત્રિત થાય છે. કોઈ વિશેષ ઘટના સર્જાતી નથી. આ અંકમાં વિશેષતઃ ભાવસિંહજીની પ્રશસ્તિ તથા તેમણે કરેલા જનહિતના કાર્યોનું નિરૂપણ કર્યું છે. અહીં અપાયેલી વિગતો ઐતિહાસિક દૃષ્ટિએ નોંધનીય છે. ત્રીજા અંકની સમગ્ર ઘટના ગોહિલોના કુળદેવીના મંદિરમાં આકાર લે છે. આ અંક નાટકથી સ્વતંત્ર રીતે ભજવવામાં આવે તો પણ કથાતંતુના સાતત્યનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. અહીં મુખ્યતયા કાળક્રમે બ્રાહ્મણોમાં પ્રવેશેલા લાલચ, નિરક્ષરતા, ખાવાનો લોભ વગેરે દુર્ગુણોને કારણે, બ્રાહ્મણોની થયેલી અવનતિ અને આથી અનુભવાતી વેદનાને આલેખી છે. આ દુર્દશાનું કારણ નિરક્ષરતા. આથી અંબિકાદત્ત બ્રાહ્મણોને શિક્ષણનું મૂલ્ય સમજાવે છે. અને તેમના સંતાનોને શિક્ષિત બનાવવા ઉપદેશ આપે છે. આ અંકમાં શિક્ષણજાગૃતિ કેન્દ્રસ્થાને છે. બીજા અંકનો કથાતંતુ અહીં ચોથા અંક સાથે ફરી જોડાય છે. ત્રીજા અંકની જેમ અહીં પણ સ્થળ કુળદેવીનું મંદિર જ છે. વ્યાકરણશાસ્ત્ર તેમજ સાહિત્યશાસ્ત્રના કેટલાક મુદ્દાઓની ચર્ચા સંવાદરૂપે આવે છે. જે નાટક માટે બિનજરૂરી છે. શિષ્યોનો કલહ કૃતક લાગે છે. વીરેશ્વરે કરેલું વિવિધ ખેલોનું વર્ણન પણ લંબાઈ ગયું છે. આમ આ કૃતિ વિશેષ નાટ્યતત્ત્વ ધરાવતી નથી. આથી અભિનયનો કોઈ વિશેષ અવકાશ પણ રહેતો નથી. આ નાટક ભજવાયું હોય તેવા કોઈ નિર્દેશો પ્રાપ્ત થતા નથી. અલબત્ત, મંચનના ઉદ્દેશથી નાટ્યકારે નાટક લખ્યું જ નથી. આ નાટકનું પ્રયોજન, તેઓ પ્રસ્તાવનામાં નોંધે છે તેમ માત્ર વિદ્યાવિનોદ જ છે. નાટકમાં ચાર ગીતો અને બે આરતી મૂકવામાં આવી છે. ગીતોનું સ્વરનિયોજન ક૨વા માટે નાટ્યકારે કલ્યાણ, સિંહાના કાનરા (શહાના કાનડા), આશાવરી, માલકૌંસ, બિહાગ, ધનાશ્રી, ઇન્દ્રસભા (દરબારી ?) જેવા પ્રસિદ્ધ રાગોનો નિર્દેશ પણ કર્યો છે. એક આરતીનો ઢાળ પરંપરિત છે. નાટ્યકાર નાટકને છાયાનાટક સંજ્ઞા આપે છે. આ સંજ્ઞા સંસ્કૃત સાહિત્યમાં વિવાદાસ્પદ રહી છે. આ રૂપક પ્રકારનું પ્રવર્તન મધ્યયુગમાં એટલે કે આશરે પહેલી સહસ્રાબ્દી પછી ૧૨ કે ૧૩ થી ૧૬-૧૭મી સદી દરમ્યાન થયું હોય તેમ લાગે છે. મધ્યકાળ પછી પણ છાયાનાટકોની રચના થતી રહી છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં પણ કેટલાંક સંસ્કૃત છાયાનાટકો મળે છે. ડૉ. રામજી ઉપાધ્યાયે તેમના ‘આધુનિ સંસ્કૃત નાટ' ગ્રંથમાં છાયાનાટકોની ચર્ચા કરી છે. આ સંજ્ઞાને નાટ્યશાસ્ત્રીય ગ્રંથોનો આધાર મળતો નથી. આથી વિદ્વાનોએ છાયાનાટક શબ્દના વિવિધ અર્થો આપી તેના સ્વરૂપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ડૉ. રામજી ઉપાધ્યાય મંચનની દૃષ્ટિએ છાયાનાટકના પાંચ પ્રકારો માને છે. શ્રીકૃષ્ણકુમારાભ્યુદયમ્ - એક અભ્યાસ (૧) માયા દ્વારા પ્રમુખ પાત્રની પ્રતિકૃતિનું રંગમંચ પર આયોજન કરવામાં આવે અને અભિનય દરમ્યાન પ્રેક્ષકો મૂળ પાત્રને અને પ્રતિકૃતિને અભિન્ન સમજે. (૨) રંગમંચ પર પ્રમુખ પાત્રનું પ્રતિરૂપ પૂતળા દ્વારા સ્થાપિત કરવું. (૩) પ્રમુખપાત્રનું અભિનયાત્મક પ્રતિરૂપ રંગમંચ પર ચિત્ર દ્વારા રજૂ કરવું. (૪) કોઈ એક પાત્રનો અન્ય પાત્રોમાં હૃદયાનુપ્રવેશ. For Private and Personal Use Only ૯૭
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy