________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. નગરશેઠ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા ઇચ્છે છે. શિવાનંદ બધી જ જવાબદારી સ્વીકારી લે છે.
ત્યારબાદ, નિમંત્રેલા બ્રાહ્મણો પોતાના બાળકો સાથે આવી પહોંચે છે. ભોજન-સમારંભ શરૂ થાય છે. દરમ્યાન દૂત આવે છે અને ઘતપ્રિય નામના બ્રાહ્મણને તેનો પુત્ર તાવથી પીડાતો હોય જલ્દી ઘરે આવવા કહે છે. પરંતુ ભોજનપ્રિય બ્રાહ્મણ વાત કાને ધરતો નથી. ભોજનથી સંતુષ્ટ બ્રાહ્મણો યજમાન પાસે મોટી દક્ષિણાની માગણી કરે છે. અંબિકાદત્ત બ્રાહ્મણોની આ પરાજા લાલસા તથા યાચકવૃત્તિને નિંદે છે. અને અભણ બ્રાહ્મણોને તેમના સંતાનોને શિક્ષિત કરવા માટે ઉપદેશ આપે છે. તેઓ ભણશે તો તેના દ્વારા ઉદરપૂર્તિ તો સરળતાથી થશે. થોડી ચર્ચા બાદ બ્રાહ્મણો પોતાનાં સંતાનોને સંસ્કૃત પાઠશાળામાં મોકલવા તૈયાર થાય છે.
ચોથા અંકનો પ્રારંભ થતા જ શ્રીકંઠ વગેરે પંડિતો ભગવતીના મંદિરમાં આવી ગયા છે. તે સર્વે એકત્રિત થઈને ગોહિલોના કુળદેવી ભગવતીની સ્તુતિ કરે છે. એટલામાં ગંગાધર શ્રીકંઠના શિષ્યોને લઈને આવી પહોંચે છે. શ્રીકંઠ શાસ્ત્રીની આજ્ઞાથી શિષ્યો કવિતાઓ રચીને આવ્યા છે. ગુરુની આજ્ઞા થતા ચિંતામણિ નામનો શિષ્ય પોતાની કવિતા સંભળાવે છે. ગંગાધર વગેરે પંડિતો ચિંતામણિની પ્રશંસા કરે છે. ચિંતામણિનું કાવ્યપઠન ફરી આગળ ચાલે છે. મુકુંદ અને ગંગાધરને તેમાં કોઈ દોષ જણાતા બંને હસે છે. ચિંતામણિ ખીજાય છે અને પોતાની રચનાને નિર્દોષ પૂરવાર કરે છે. પંડિતો તેના કવિત્વકૌશલથી પ્રસન્ન થાય છે. એ પછી અન્ય શિષ્યો પોતાની રચના પ્રથમ સંભળાવવા પરસ્પર કલહ માંડી બેસે છે. છેવટે સાદનંદની દરમ્યાનગીરીથી વાત થાળે પડે છે. પછી બાકીના શિષ્યો પોત-પોતાની રચનાઓ રજૂ કરે છે.
ત્યાં જ મુકુંદ શાસ્ત્રીના શિષ્યો આવે છે અને કુમારના જન્મ નિમિત્તે માર્ગમાં જોયેલા વિવિધ તમાશાઓનું વર્ણન કરે છે. અન્ય શિષ્યો તે સાંભળી જોવા જવા ઉત્સુક બને છે. પણ ચિંતામણિ બધાને રોકી રાખે છે. મુકુંદની આજ્ઞાથી તેના શિષ્યો પણ પોતાના કાવ્યો ગાઈ સંભળાવે છે. સ્વરમાધુર્યની બાબતમાં વિવાદ થાય છે. ભત્રીજાએ કરેલા અવિવેકથી ગંગાધર ગુસ્સે થાય છે અને પોતે પણ કાવ્ય રચવા તત્પર બને છે. તેનું કાવ્ય જોઈ સદાનંદ પ્રસન્નતા વ્યક્ત કરે છે. એ પછી બધા જ, ગંગાધરે રચેલી કવિતા દ્વારા રાજા, રાણી અને કુમાર માટે શુભકામનાઓ વ્યક્ત કરે છે અને અહીં નાટક પૂરું થાય છે.
લેખક ભાવનગરની જુવાનસિંહજી સંસ્કૃત પાઠશાળાના આચાર્ય હતા. આથી તેમનો સંસ્કૃત પ્રેમ સહજ છે. સમાજમાં સંસ્કૃતની સ્થિતિ તેઓ જાણે છે. સાંપ્રત સમાજના લોકો માટે પ્રાચીન સંસ્કૃત કવિઓની રચના દુર્બોધ બની રહી છે. આથી તેઓ પ્રસ્તાવનામાં નોંધે છે તેમ લોકોના વિનોદ માટે તેમજ હાઈસ્કૂલ તથા સંસ્કૃત પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સરળભાષામાં કાવ્ય રચવા પ્રેરાયા છે.'
નાટકનું વસ્તુ સામાન્ય છે. સંવિધાન જેવું પણ કંઈ ખાસ જણાતું નથી. કુમારજન્મોત્સવ, ભાવસિંહજીના પ્રજાહિતના કાર્યો અને શિક્ષણજાગૃતિ – આ ત્રણ મુદ્દા આ નાટકમાં આવરી લેવામાં આવ્યા છે. નાટ્યસિદ્ધાંત પ્રમાણે તો પ્રધાન ફળ પ્રાપ્ત કરનાર પાત્ર નાયક કહેવાય છે. એ ન્યાયે, પુત્રરૂપી ફળ પ્રાપ્ત કરતા ભાવસિંહજીને નાયક માની શકીએ. પરંતુ નાટકમાં પાત્ર તરીકે એક પણ વખત રંગમંચ પર આવતા નથી. આથી તેમને નાયક માનવા કે કેમ ? આમ અહીં નાટકના નાયકનો પ્રશ્ન સર્જાય છે. રાજગૃહે પુત્રરત્ન અવતરતા પ્રજાને ઇસિત મનોરથની પ્રાપ્તિ થઈ છે. આ આનંદ સમગ્ર નાટક દરમ્યાન વરતાય છે. આથી નાટકનો અંગીરસ હર્ષાદિથી ઉત્પન્ન ‘આનંદ’ રસ છે. નાટ્યશાસ્ત્ર પ્રમાણે આ અદ્દભુત રસનો જ એક ભેદ છે. આ સિવાય બ્રાહ્મણોની ભોજનપ્રિયતા અને શિષ્યોના કલહમાં હાસ્યરસ તેમજ ભક્તોની આરતીમાં શાંત રસ છે.
પ્રથમ અંકમાં કુમારજન્મના સમાચાર અપાય છે. તેનો ઉલ્લેખ સમગ્ર નાટકમાં વારંવાર આવે છે. આ
८६
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only