SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ચોથો લેખ અનુક્રમે દેવી શિલ્પો તથા ચિત્રકલાની માહિતી આપે છે. દેવીઓની મૂર્તિકલામાં મુખ્ય દેવીઓ શ્રી લક્ષ્મી, સરસ્વતી, સોળ વિદ્યા દેવીઓ, ચંદ્રેશ્વરી, અંબિકા, સિધ્ધાયિકા તથા શાંતિદેવીની વિગતે ચર્ચા કરી છે. જૈન ચિત્રકલાને લેખક બે વિભાગમાં વહેંચે છે. (૧) ભિતિચિત્રો અને (૨) લઘુચિત્રો. ભિત્તિચિત્રો ગુફાઓ તથા મંદિરોની દિવાલ પર દોરવામાં આવ્યા છે જયારે લઘુચિત્રો માટે અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જૈન ચિત્રકલાનો ઇતિહાસ જાણવા આ લેખ વાંચવો અનિવાર્ય છે. પાંચમો લેખ ભારતના વિવિધ પ્રદેશો મથુરા, નાગાર્જુન કોંડા તથા પાટણમાંથી પ્રાપ્ત થયેલ સદ્યસ્નાતાના શિલ્પોનો તુલનાત્મક અભ્યાસ છે. દરેક શિલ્પ તેની આગવી શૈલી રજૂ કરે છે. મનુષ્યના જીવનના ભિન્ન ભિન્ન રસોમાંનો એક હાસ્ય રસ છે. તેનું પ્રતિબિંબ કલામાં ન પડે તે કેમ બને ? ભારતીય શિલ્પ અને ચિત્રોમાં હાસ્ય રસ નીપિત થયો છે તે દર્શાવતો છઠ્ઠો લેખ હાસ્યની પૃષ્ઠભૂમિમાં ઇતિહાસની સામગ્રી પણ પીરસે છે. શિતળા દેવી ભારતમાં જુદા જુદા નામથી પૂજાય છે. આ દેવીના સ્વતંત્ર મંદિરો ગુજરાતમાં નોંધાયા નથી પરંતુ આ દેવી સમાજમાં ખાસ મહત્ત્વ ધરાવતી હોઈ મંદિરોની દિવાલમાં તથા કુંડના પડથાર પર અંકિત થયેલી જોવા મળે છે. એક અભ્યાસ મુજબ શિતલા દેવીનો પ્રચાર બારમી સદીથી વધારે પ્રાચીન હોય તેમ જણાતું નથી. ટૂંકો પણ માહિતી સભર આ સાતમો લેખ દેવી પ્રતિમાના અભ્યાસમાં ઉપયોગી છે. આઠ, નવ અને દશમો લેખ મંદિર સ્થાપત્ય વિશેના છે. જેમાં મંદિરના અંગો, મંદિરની મનુષ્ય શરીર સાથે સરખામણી અને સંબંધ તથા વાસ્તુકલામાં તેની અગત્યતા સમજાવે છે. કેવાનનું શિવ પંચાયતન તથા ખેડાવાળાનું ધારેશ્વર મંદિર દેવાલય નિર્માણના સુંદર ઉદાહરણ છે. આ દેવાલયના માપ તથા શિલ્પો વિશે લેખકે વિગતવાર ચર્ચા કરી છે. આ લઘુગ્રંથમાં અગિયારમો લેખ અતિ મહત્ત્વનો જણાય છે. “સ્થાપત્યકીય સંશોધનોમાં વિવિધ દૃષ્ટિબિંદુઓની છણાવટ લેખકની વિષય પરની પકડ સ્પષ્ટ કરે છે. લેખની સાથે સાથે ભરપુર માહિતી સાથેના રેખાંકનો વિષયને સમજવા ઉપયોગી થઈ પડે છે. બારમાં લેખમાં ગુજરાતનાં પ્રાચીન તથા અર્વાચીન લેખની ચર્ચા કરી સ્થાપત્ય ક્ષેત્રે ગુજરાતે પ્રગતિ કરી છે અને ભવિષ્ય ઉજળું છે તેવી આશા વ્યક્ત કરી છે. (આ લેખમાં ભુલથી ગોપનું મંદિર બરડા ડુંગર પર બતાવેલ છે. હકિકતે ગોપનું મંદિર બરડા ડુંગર પર નહિ પણ ગોપના ડુંગરની તળેટીમાં આવેલ છે) લેખ ૧૩ અને ૧૪ અમદાવાદના સેટ યોજના ચર્ચના અભિલેખો તથા બેરિસ્ટ્રી પરના છે. અભિલેખો પરથી અંગ્રેજ શાસનની તથા બેપ્ટિસ્ટ્રી ઉપરથી ધાર્મિક ક્રિયા તેમજ શિલ્યાંકનની માહિતી મળે છે. (લેખ ૧૩ ને અંતે પાદટીપ શરત ચુકથી રહી ગયેલ જણાય છે.) સ્થાપત્યનો એક વિશિષ્ટ રૂ૫ ફૂવારો છે. ભાવનગરમાં આવેલ કલામય ફુવારો તેનું સુંદર ઉદાહરણ છે. રિચર્ડ પોક્ટર સિમ્સ ભાવનગર રાજ્યના એજીનીયર હતા. ૨૫ વર્ષ સુધી ભાવનગર રાજ્યમાં તેઓએ સેવા આપી હતી અને છપ્પનીયા દુષ્કાળ વખતે સેવા આપતા ૬૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. ભાવનગર રાજય તરફથી તેમની સેવાની કદર રૂપે આ કુવારી કરાવેલો. આ ફૂવારો એક કલાત્મક કૃતિ છે પરંતુ તેની સંતોષકારક નથી તેનો એક લેખકે વ્યક્ત કર્યો છે. આ કુવારાની યોગ્ય સંભાળ સ્થાનિક સંસ્થાએ કરવી જરૂરી ગ્રંથાવલોકન For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy