SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છે. ૧૭ નંબરનો આ લેખ આપણી સ્થાપત્ય તરફની આપણી ફરજ પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે. અઢારમો લેખ બામિયાનની બુદ્ધિ પ્રતિમા, બૌદ્ધ ધર્મનો ઇતિહાસ તથા તાલિબાનોની બર્બર માનસિકતાની માહિતી આપે છે. લેખ અતિ સંવેદનશીલ છે. લેખક પોતે પણ લખતા લખતા ભાવુક થઈ જાય છે. વિષય સાથેનું લેખકનું તાદાત્મ્ય મનને સ્પર્શી જાય છે. તેઓ ખિન્ન સ્વરે લેખનો અંત કરતા જણાવે છે કે, “તાલિબાનોએ એ વિશાળ દિલ ધરાવતા મહાનુભાવની પ્રતિમા તોડી કોનું હિત કર્યું અનેં કોને સુખ આપ્યું ?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાંપાનેર, એક વખતથી મધ્યકાલીન ગુજરાતથી રાજધાની. અનેક યુદ્ધો અને ચડતી-પડતીની કથાકિલ્લા, મહેલો, મસ્જીદો, બગીચા તમામ ભૂતકાળના ખંડેરોનું સાક્ષી ચાંપાનેર. ચાંપાનેરથી ગઈ કાલ અને આજની તવારીમા લેખ ૧૯માં લેખક આલેખે છે. પુસ્તક જ્ઞાનનું પ્રતિક છે. જ્ઞાનનો સંગ્રહ સ્મૃતિમાંથી ગ્રંથમાં અવતરે ત્યારે તેનો પ્રકાશ તમામને સાંપડે છે. લખાણની પ્રાચીન પરંપરા શિલ્પમાં જોવા મળે છે તે પુસ્તકનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. વીસ લેખોના આ લઘુગ્રંથ જ્ઞાનની દૃષ્ટિએ બૃહદ્ છે. જેને જે વિષયમાં રુચિ હોય તેનો સંદર્ભ આ પુસ્તકમાંથી મેળવી શકે છે. પુસ્તકના વિષયનો વ્યાપ પણ ઘણો છે. જેમાં ચિત્ર, શિલ્પ, મંદિર સ્થાપત્ય, ચર્ચ તથા બૌદ્ધ સ્થાપત્યનો સમાવેશ થયેલો છે. લેખકને આ પુસ્તક માટે અભિનંદન ઘટે છે. પ્રભાસ - સ્વ. હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, સંપાદક - મહેતા દિનકર, પ્રકા. જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશન, ૧૫, ઘોષા સોસાયટી, થલતેજ, અમદાવાદ; ૨૦૦૬; પ્રથમ આવૃત્તિ; પૃ. ૧૪-૮૬; મૂલ્ય રૂ. ૧૪૦-૦૦ ૧૦૦ દિનકર મહેતા પૂર્વ નિયામક, પુરાતત્ત્વ ખાતુ, ગુજરાત રાજ્ય, ગુજરાત રાજ્યના પ્રથમ પુરાતત્ત્વ નિયામક સ્વ. શ્રી જયેન્દ્ર નાણાવટીની સ્મૃતિમાં એમનાં કર્મનિષ્ઠ પત્ની શ્રીમતી કૌશલ્યાબહેનની પ્રેરણાથી જયેન્દ્ર નાણાવટી ટ્રસ્ટની રચના જાન્યુઆરી ૨૦૦૫માં કરવામાં આવી છે. એમનો એક ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને લગતાં પ્રકાશનો કરવાનો છે. આ ઉદ્દેશ્યને અનુરૂપ આ પ્રકાશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. નિવૃત્ત પુરાતત્ત્વનિયામક અને આ ગ્રન્થના સંપાદક શ્રી દિનકર મહેતાએ યોગ્ય રીતે જ આ ગ્રંથ શ્રીમતી કૌશલ્યાબહેનને સમર્પિત કર્યો છે. પૂ. શાસ્રીજી બાપા તરીકે પ્રસિદ્ધ સ્વ. હરિશંકરભાઈના અંતેવાસી, સામુદ્રી મંદિર, પ્રભાસના શ્રી બાબુભાઈ જોશીએ એમને ગ્રન્થારંભે સ્મરણાંજલિ આપી છે. શ્રી દિનકરભાઈએ ગ્રન્થરચનાની ભૂમિકા સંપાદકીય દ્વારા પૂરી પાડી છે. તેમજ ગ્રન્થાન્તે બે અનુપૂર્તિઓ દ્વારા પુરાતત્ત્વીય અન્વેષણના સંદર્ભમાં ઉપયુક્ત હોય, તેવી સામગ્રી પ્રભાસને અનુસંધાને આપી છે. ભો.જે.વિદ્યાભવનના વરિષ્ઠ વ્યાખ્યાતા ડૉ. રામજી સાવલિયાએ ગ્રન્થને ‘આમુખ' દ્વારા આવકાર આપ્યો છે. ‘પુરાતત્ત્વ જગતના તારલાઓ' એવા એક પ્રકાશિત લેખમાં પૂ. શાસ્ત્રીજી બાપાનો વિસ્તૃત પરિચય તેઓ આપી ચૂક્યા છે (બૃહદ્ ગુજરાત પ્રતિમા દર્શન, નંદલાલ દેવસુક પૃ. ૨૨૬-૭). સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy