________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવો જ બીજો મહત્ત્વનો લેખ ગુજરાતમાં શીખપંથનો પ્રસાર' છે. આ લેખમાં શીખ ધર્મના પ્રાદુર્ભાવ, ગુરુ નાનકની વિચારણા તથા વિવિધ ગુરુઓ વિશે માહિતી અપાઈ છે. વિવિધ ધર્મમાં જોવા મળતાં હિન્દુ ઇસ્લામી અને શીખ પરંપરાનાં વિશિષ્ટ નામોને ડૉ. સાવલિયાએ અલગ તારવી આપ્યાં છે. વાહિગુરુ' અને ‘બિસમાદી અવસ્થા વિશે એમણે કરેલી ચર્ચા એમના ઊંડા અભ્યાસનો ખ્યાલ આપે છે.
પ્રારંભના ચાર લેખોમાં ગુજરાતની વિવિધ ધાર્મિક પરંપરાઓનો પરિચય આપ્યા બાદ ડૉ. સાવલિયાએ બાકીના સાત લેખોમાં જળાશયો, ભારતીય ચિત્રકલામાં શ્રીકૃષ્ણ, “૨મૂનામા' હસ્તપ્રતમાં સુવર્ણનગરી દ્વારિકાનું આલેખન, ગુજરાતની શિલ્પકળામાં કીચક, સાંસ્કૃતિક ઇતિહાસને જાળવતાં અને જ્ઞાનવૃદ્ધિનું નિમિત્ત બનતાં સંગ્રહાલયો, કલાકેન્દ્ર ગંધાર તથા ગાંધીજીના કળા વિશેના વિચારો સંદર્ભ સાધાર વિચારણા થઈ છે. “ભારતીય ચિત્રકલાના પ્રાણ શ્રીકૃષ્ણ' લેખ આ પુસ્તકનો અત્યંત મહત્ત્વનો લેખ છે. ભારતીય ચિત્રકળાની વિવિધ પરંપરાઓ અને એમાં સાંપડતાં શ્રીકૃષ્ણ આધારિત ચિત્રો વિશે સમૃદ્ધ માહિતી આ લેખમાં અપાઈ છે. આ લેખમાં અનેક ચિત્રો પણ સામેલ હોઈ લેખકની વિચારણાને સદષ્ટાંત સ્પષ્ટ કરી આપે છે. ગુજરાતની શિલ્પકલામાં કીચક” લેખ તથા ગંધાર વિશેનો લેખ પણ ડૉ. સાવલિયાના સઘન અભ્યાસ અને સૂઝનો પરિચય કરાવે તેવા સમૃદ્ધ છે. કલાવિદ્ મધુસૂદન ઢાંકીની પરંપરામાં ડૉ. સાવલિયા હજુ આગળ ડગલું માંડે એવી શુભેચ્છા.
ઉષા ઉપાધ્યાય અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
કલા-સંસ્કૃતિના કિનારેથી' લે. : ડૉ. થોમસ પરમાર, પ્રકાશક : લેખક પોતે, પ્રાપ્તિસ્થાન : ૨૩, મહાવીરનગર, એલ. જે. કૉમર્સ કૉલેજ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫, પ્રથમવૃત્તિ-૨૦૦૬; મૂલય : ૮૦-00
ડૉ. થોમસ પરમારના વીસ લેખોનો આ સમુચ્ચય સંસ્કૃતિ-ઇતિહાસ તથા કલાનું આચમન કરાવે છે. કલા-સંસ્કૃતિના કિનારે ચાલતા ચાલતા વિવિધ શહેરોનો સ્પર્શ તેઓએ કર્યો છે અને તેનો આસ્વાદ આ લઘુગ્રંથના વાચકને મળે છે.
પ્રથમ લેખ “શ્રી કૃષ્ણનું સ્થળાંતર અને દ્વારકામાં ઉત્પનનો છે. શ્રી કૃષ્ણના ચરિત્રને તેઓ પોતાની રીતે મુલવે છે. શ્રીકૃષ્ણનું મથુરાથી દ્વારકામાં સ્થળાંતરએ જરાસંધ સામેથી હાર નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, જરાસંઘના ત્રાસમાંથી છૂટવા શ્રીકૃષ્ણ મથુરા છોડ્યું. લેખક આ એક માત્ર કારણને સ્વીકારતા નથી. આ બનાવને તેઓ ખૂબ જ તટસ્થતાથી જૂએ છે. “યુદ્ધવિદ્યાના પંડિત અને વ્યવહારિક રાજનીતિના પ્રૌઢવિદ્વાન ફક્ત જરાસંઘના ત્રાસથી મથુરા છોડી દે તે સંતોષકારક કારણ નથી. અને તેમના આ મંતવ્યના ટેકામાં જે કારણો જણાવે છે તે બુદ્ધિગમ્ય છે અને સંતોષકારક પણ છે.
બીજો લેખ જેતવન દાનનો પ્રસંગ આલેખે છે. બૌદ્ધ ધર્મની એક અનુશ્રુતિ મુજબ સુદત્ત મહાન દાનવીર અને બૌદ્ધ ધર્મના અનુયાયી હતો. રાજા પ્રસન્નજિતના રાજકુમાર પાસેથી વિહાર માટે જમીન ખરીદવા જે ધન તેણે ખચ્યું હતું તે કથા ભરહુત તથા બોધિગયાના સ્થાપત્યમાં શિલ્પના રૂપમાં કંડારેલી છે તેનું વિવરણ લેખક આ લેખમાં કરે છે. બંને સ્થાપત્યોનું મુલ્યાંકન કરી, બોધિગયાનું શિલ્યાંકન વધારે સારી રીતે કથાને વાચા આપે છે.
જૈન ધર્મમાં પણ દેવ-દેવીઓના શિલ્પ,વાસ્તુ તથા ચિત્રકલા જેવી કલાનો સંગમ જોવા મળે છે. ત્રીજો
૯૮
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only