________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાતના ખ્યાલ ઊભા કર્યા છે. પ્રમાણિત ચરિતગ્રંથ અને સર્જનાત્મક સાહિત્ય વચ્ચેનો ભેદ લક્ષમાં રાખ કેટલું જરૂરી છે! દા. ત. મીનળદેવી, કાકની મંદી કે માધવ મહેતા વિશે મુનશીની નવલકથાઓને કે સોલંકી અથવા ગુપ્ત રાજ નીઓ વિશે ધૂમકેતુની નવલકથાઓને ઈતિહાસના વિદ્યાર્થીઓ આધાર તરીકે સ્વીકારી લે છે ! તેઓને કયાંથી ખ્યાલ આવે કે જે ચૌલાદેવીને ત્રણ ત્રણ નવલકથાકારોએ સેંકડો પાનાંમાં નિરૂપી છે તે તો મૂળમાં “બઉલાદેવી” (બકુલાદેવી) હતી ને એને વિશે પ્રબંધોમાં માંડ દસ લીટી લખાઈ હતી. .
રાજકીય ઇતિહાસ માટે સીધી ઉપયોગી નીવડે તેવી પ્રાચીન કૃતિઓ જુજ સંખ્યામાં ઉપલબ્ધ છે. કહણ-કૃત “રાજતરંગિણી” જેવી કૃતિઓ વિરલ છે ને તે પણ ગ્રંથકારના નજીકના સમય માટે જ વધુ શ્રદ્ધેય છે. “યાશ્રય” જેવા કાવ્યમાં વ્યાકરણનાં ઉદાહરણે અને રાજચરિતનું કાવ્યોચિત નિરૂપણ મુખ્ય છે, તેની આગળ ઘટનાઓનો ક્રમ અને એની વાસ્તવિકતા ગૌણ બની જાય છે.
કૌમુદી' અને “સુકૃતસંકીર્તન” જેવાં કાવ્યોમાં મુખ્ય અભિગમ નાયકની પ્રશસ્તિને છે, ને પ્રશસ્તિ-રચનામાં કવિઓ અતિશયોક્તિઓ તથા કાવ્યમય કપનાઓને ભારે મહત્ત્વ આપતા.
- ચૌલુક્ય રાજાઓના રાજકારેહણ તથા રાજ્યકાલના સમયની વિગતે જૈન પ્રબંધોમાં ઘણું પ્રમાણમાં જળવાઈ છે. એમાંના અનેક પ્રસંગ ઉપયોગી માહિતી પૂરી પાડે છે, પરંતુ સાંપ્રદાયિક દષ્ટિએ આવતા રાગદ્વેષની એના પર ઘણી અસર રહેલી છે. મુસ્લિમ લેખકેના તવારીખ ગ્રંથો સમકાલીન ઇતિહાસગ્રંથો તરીકે ઠીકઠીક ઉપયોગી છે. પરંતુ તેમાં ય ઇસ્લામધમ, મુસ્લિમ કોમ અને તવારીખનાયક સુલતાન તરફના પક્ષપાતની મોટી મર્યાદા રહેલી છે. યતિ રંગવિજયની “ગૂજરદેશભૂપાવલી"માં નામ, ક્રમ અને વર્ષોની બાબતમાં અનેક વિગતોષ જોવા મળે છે.
ઐતિહાસિક ઈતિહાસના અન્વેષણની દૃષ્ટિએ પુરાણ, ચરિતકા, એતિહાસિક નાટક, આખ્યાયિકાઓ ઈત્યાદિનું વિવેચનાત્મક અધ્યયન થતું રહ્યું છે; બીજી બાજુ એમાંથી મળતી માહિતીને સમકાલીન અભિલેખો, સિકકાઓ, પુરાવશેષો વગેરે અન્ય સાધનોમાંથી મળતી માહિતી સાથે મેળવીને ચકાસવામાં આવે છે ને સાહિત્યમાંથી મળતી માહિતીને એમાંની અત્યુક્તિઓ (તથા અલ્પોકિતઓ), ગાળા દઈને સંશોધિત કરવામાં આવે છે. પુણેમાં આપેલી ઐતિહાસિક અનુશ્રુતિઓનું વિવેચનાત્મક અધ્યયન પાજિટર વગેરેએ કર્યું છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું નિરૂપણ આ અર્વાચીન દૃષ્ટિએ ફાર્બસે “રાસમાલા”માં શરૂ કર્યું તેને પં. ભગવાનલાલ ઈન્દ્રજીએ પૂર્ણ સ્વરૂપ આપેલું, જે ૧૮૯૮માં મુંબઈ ગેઝેટિયરના ગ્રંથ ૧માં પ્રકાશિત થયું. એ પછી શ્રી રસિકલાલ પરીખ, શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી વગેરેએ એને વિકસાવ્યું. સલતનત કાલ માટે છે. કૌમિસરિયત અને શ્રી રત્નમણિરાવે મહત્ત્વનું પ્રદાન કર્યું. મુઘલ તથા મરાઠાકાલ માટે પ્રો. કોમિસરિયેત અને અર્વાચીનકાલ માટે શ્રી હીરાલાલ નિરૂપણ કર્યું છે. મૈત્રકકાલ, ક્ષત્રપાલ, સેલંકી કાલ વગેરે વિશે અન્ય વિદ્વાનોએ પણ ઇતિહાસ લખ્યો છે. જે. જે. વિદ્યાભવન તરફથી “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”ની ગ્રંથમાલા તૈયાર થઈ છે, જેમાં ગ્રંથ ૧ થી ૯ ને સમાવેશ થાય છે. અનેક તજજ્ઞોના સહકારથી એમાં રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાને આવરી લેવાયાં છે.
વૈદિક સાહિત્યનું ભાષાસ્વરૂપ પ્રકૃષ્ટ સંસ્કૃત ભાષા-સ્વરૂપ કરતાં વધુ પ્રાચીન છે. એમાંના કેટલાય શબ્દની વ્યુત્પત્તિ છેક યાસ્કના સમયમાં (ઈ. પૂ. ૬ ઠ્ઠી સદીમાં) ય અનિશ્ચિત બની ગઈ હતી. અનેક શબ્દોના ખરા અર્થ સાયણના સમયમાં (ઈ. સ.ની ૧૪ મી સદીમાં) અસ્પષ્ટ બની ચૂક્યા હતા ને
માહિત્ય અને સંશોધન
[૧૨૯
For Private and Personal Use Only