________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
આત્તિઓ પર કેટલો આધાર રખાય પહેલાં? ભારત યુદ્ધના સમય સુધી, પછી પાંડવો પછીની પાંચેક પેઢી સુધી અને છેલ્લે ગુપ્ત રાજ્યના ઉદય સુધીની વંશાવળીઓની અનુકૃતિઓ પુરાણોમાં સંગ્રહીત થઈ તેમાં ભવિષ્યકાલનો પ્રયોગ કરી આગાહીરૂપે આપેલી મૌર્યાદિ વંશોની અનુશ્રુતિએ એતિહાસિક નીવડી, જ્યારે દૂરના ભૂતકાળની વંશાવળીઓની એતિહાસિકતા માટે હજી વધુ બહેય પ્રમાણની અપેક્ષા રહે છે. “ભવિષ્ય પુરાણ”માં તો અંગ્રેજ રાણી વિકટોરિયા સુધીના અતીત શાસકોને અનાગત તરીકે રજુ કરી દેવાયા! પણ પુરાણે મુદ્રિત થઈ ગયા પછી આવા પ્રક્ષેપની પરંપરા અટકી પડી.
એવી રીતે વ્યાસ જેવા પ્રાચીન ઋષિઓને નામે કે શિવ જેવા દેવોને નામે પણ અનેક ગ્રંથ લખાયા. “ઇતિશ્રી સ્કંદપુરાણે રેવાખ ડે.....” કહેવાતા ગ્રંથમાં સત્યનારાયણની કથા છે ખરી? સ્કંદપુરાણ અને પદ્મપુરાણ તો એવાં દળદાર છે કે એમાં અનેકાનેક ખંડ ઉમેરાતા રહ્યા છે, જેમાંના , પણ તે ૧૫-૧૬ મી સદી પછીના છે. “અગ્નિપુરાણ” ઘણે અંશે જ્ઞાનકોશ જેવું બની ગયું છે, “ભારત ૫ણું આખ્યાનો અને ઉપાખ્યાનોના ઉમેરણથી “મહાભારત” થઈ ગયું છે, જાણે કે “આખ્યાનસરિત્સાગર” ન હોય!
આથી આવા બધા ગ્રંથની અ-સંશોધિત આવૃત્તિઓના આધારે માહિતી તારવવામાં ઘણી સાવધતા રાખવી પડે. | ભારતના પ્રાચીન સાહિત્યમાં બીજી મેટી મુશ્કેલી સમયાંકનની છે. ગ્રંથકારે પિતાને પુરતો પરિચય આપે અને કૃતિની રચનાનો સમય આપે એવું ઘણું ઓછા ગ્રંથોમાં જોવા મળે છે. કાલિ. હાસનો સમય આંકવામાં એની સંભવિત પવમર્યાદા અને ઉત્તરમર્યાદા વચ્ચે કેટલો મોટો ગાળો રહેલો છે. ને તેમાં ય પછીના લેખક કાલિદાસ, માધ અને ભોજ જેવાઓને સમસામયિક બનાવી દઈ તેનાં મિલન થજે છે ત્યારે તો હદ આવી જાય છે.
કતિઓના બાહ્ય તથા આંતરિક પરીક્ષણ પરથી એને સાપેક્ષ કાલક્રમ તારવી શકાય. વેદ સંહિતા કરતાં યજુર્વેદ સંહિતા અનુકાલીન, સંહિતાઓ કરતાં બ્રાહ્મણો અને બ્રાહ્મણે કરતાં ઉપનિષદ અનુકાલીન, વેદ કરતાં વેદાંગ અને શ્રુતિ કરતાં સ્મૃતિ અનુકાલીન એમ કહી શકાય. પરંતુ ઋગ્વમાં કે મહાભારતમાં આવતા નક્ષત્રો અને તારાઓના ઉલેખના આધારે એનું સમયાંકન કરવામાં બીબ
ના મુદ્દા યે લક્ષમાં લેવા પડે. ભાષાકીય દૃષ્ટિએ વર્તમાન રામાયણ વર્તમાન મહાભારત કરતાં અનુકલીન છે એ એનાં ભાષાકીય સ્વરૂપોની તુલના ન કરી જણનારને ગળે ઉતરવું મુશ્કેલ લાગે છે.
ને રામચરિતમાં વાલ્મીકિ રામાયણની ભિન્નભિન્ન વાચનાએ તે છે જ. એ ઉપરાંત પુસણોમાં આપેલી એકવાકુઓની વંશાવળી, પદ્મપુરાણમાંનું રામચરિત, “રઘુવંશ'માંની વંશાવળી અને વસ્થાનચરિત, જેને રામાયણ, દ્રાવિડ રામાયણ, જાવાઈ રામાયણ–એવી એની ય કેટકેટલી ભિનલિન કથા-પરંપરાઓ !
રામાયણ અને મહાભારતમાં નિરૂપિત ઘટનાઓ પરથી અનેક કવિઓએ કાવ્ય તથા નાટકાની રચના કરી ત્યારે તેમાં ઘટનાઓમાં કેટલાક નાટયોચિત ફેરફાર કર્યા. વાલ્મીકિની સીતા અને ભવભૂતિની સીતા કે મહાભારતની શકુંતલા અને કાલિદાસની શકુંતલા વચ્ચે કેટલો ફેર છે ! ને એની સાથે શાંતારામની શકુંતલા કે પેટલીકરની શકુંતલાને સરખાવીએ તો ?
| ગુજરાતી સાહિત્યમાં જે અતિહાસિક કહેવાતી નવલકથાઓ અને ઐતિહાસિક કહેવાતાં નાટકો લોકપ્રિય થયાં છે તેણે ઘણુ વાચકોના મનમાં ઐતિહાસિક પાત્રો અને તેમનાં વર્તને વિશે ભાત
૧૨૮]
[સામીપ્ય : ઑકટોબર, ૮૪–માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only