________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતી. વળી તે તે સમયની અનેક વ્યક્તિઓના પઠન-પાઠન માટે પણ દરેક ઉપયોગી ગ્રંથની અનેક પ્રતિ લખવી-લખાવવી પડતી.
ભારતનું પ્રાચીન સાહિત્ય હજારો વર્ષ જેટલું પુરાતન છે. પરંતુ એની વિદ્યમાન હસ્તપ્રતો કિસમી સદી પહેલાંની ભાગ્યે જ મળે છે. ઘણી ખરી પ્રતે તો તેરમી સદી પછીની છે. આ પરથી હસ્તપ્રતાના નશ્વર સ્વરૂપનો ખ્યાલ આવે છે. ધર્મગ્રંથે પૈકી ઘણુ ગ્રંથ મૌખિક પરંપરા દ્વારા તથા સતત પ્રતિલિપિકરણ દ્વારા સારા પ્રમાણમાં જળવાઈ રહ્યા છે, પરંતુ ઇતર સાહિત્યના અનેક ગ્રંથ એના સંક્રમણ માટે પ્રતિલિપિકરણની તથા હસ્તપ્રતના સંરક્ષણની પ્રક્રિયા ચાલુ ન રહેતાં હમેશ માટે લુપ્ત થઈ ગયા છે. એમાંના કેટલાકનાં કે એના કર્તાઓનાં નામ પછીના સાહિત્યમાં ઉલિખિત થયાં છે. તે કેટલાકના અમક અ' પછીના સાહિત્યમાં ઉતારવામાં આવ્યા છે.
દા. ત. કવિવર કાલિદાસે “માલવિકાગ્નિમિત્ર” નાટકની પ્રસ્તાવનામાં ભાસ, સૌમિલ્લક અને કવિત્ર નામે પ્રસિદ્ધ નાટયકારોને ઉલેખ કર્યો છે, તે પૈકી ભાસ-રચિત નાટકે છેક ૧૯૧૨ માં પ્રકાશિત થયાં, જ્યારે સૌમિલ અને કવિપુત્રનાં કોઈ નાટક હજી પ્રકાશમાં આવ્યાં નથી. અશ્વષક્ત “શારિપુત્ર-પ્રકરણ”ની પ્રતનાં થોડાં પત્ર જ મળ્યાં છે; એના “રાષ્ટ્રપલ' નાટકનો માત્ર ઉલ્લેખ જ ઉપલબ્ધ છે. રૂપકના વિવિધ પ્રકારના ઉદાહરણરૂપે નાટ્યશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં ઉલિખિત અનેક રૂપકે હાલ નામશેષ છે.
મુદ્રારાક્ષસ”ના કર્તા વિશાખદત્તના “દેવીચંદ્રગુપ્ત'' નાટકની પણ હજી કોઈ પ્રત મળી નથી, પરંતુ એમાંના કેટલાક અંશ “નાટયદર્પણ”માં ઉદાહત કરાયા છે. ગ્રીક એલચી મેગનીસની
ન્ડિકા” પણ મૂળસ્વરૂપે લુપ્ત છે, જ્યારે અનુકાલીન પુસ્તકમાં ઉતારેલા એના કેટલાક અંશ ઉપલબ્ધ છે.
કોઈ પણ લખાણની આદર્શ પ્રતમાં ય કંઈ ને કંઈ અશુદ્ધિઓ આવી જતી હોય છે. દા. ત. ગાંધીજીના પત્રમાંની કેટલીક તારીખોમાં તારીખ, મહિના કે વર્ષની ય ભૂલો માલૂમ પડી છે. આથી ઘણા પ્રાચીન લેખકે પોતે લખેલા પુસ્તકની પ્રતનું પોતાના કોઈ વિદ્વાન મિત્ર પાસે કે શિષ્ય પાસે સંશોધન કરાવતા. હાલ તે પ્રાચીન લેખકેની સ્વલિખિત આદર્શ પ્રત ભાગ્યે જ મળે છે. જેના આધારે એની વર્તમાન આવૃત્તિઓ છપાય છે તે હસ્તપ્રત તે એ લુપ્ત આદર્શ પ્રતની પ્રતિલિપિની યુ દરદરની પ્રતિલિપિ હોય છે. દરેક પ્રતિલિપિમાં દૃષ્ટિદેષથી યા સરતચૂકથી અક્ષરસમૂહના પરિવર્તન, લેપ ને ઉમેરાની અશુદ્ધિઓનું પ્રમાણ વધતું જાય છે. કેટલીક વાર પ્રતિલિપિકાર પોતાની બુદ્ધિ અનુસાર પિતાને અશુદ્ધ લાગતા અશુદ્ધ પાઠને શુદ્ધ કરવા મથે છે ત્યારે તે મોટે ભાગે આદર્શ પ્રતને વધુ વિકૃત કરી બેસે છે. જ્ઞાનેશ્વરી ગીતાને પાઠ બને ત્રણ વર્ષમાં એટલો બધે દુષિત થઈ ગયા હતા કે ઉપલબ્ધ હસ્તપ્રતોના આધારે એટલા વખતમાં એકનાથે એનું સંશોધન કરવું પડેલું. આ માટે ડે. કનું “Indian Textual criticism' (ભારતીય પાઠસમીક્ષા ) ઉપયોગી છે.
મહાભારત, હરિવંશ અને રામાયણની સંશોધિત આવૃત્તિઓમાં એની ભિન્ન વાચનાઓમાં કેટલા બધા અધ્યા અને શ્લોકે પ્રક્ષિપ્ત નીવડ્યા છે !” હું સૂતપુત્રને નહિ વરુ” કે શ્રીકૃષ્ણના પૂર્વજ યદુ ચંદ્રવંશના નહિ પણ સૂર્યવંશના હતા કે “નૂપુરમેવ જનામિ” જેવી કેટલી નિશ્ચિત જેવી માન્યતાઓ હવે પ્રક્ષિપ્ત કરી છે ! તે પછી જે પુરાણેની સંશોધિત આવૃત્તિ જ થઈ નથી, તેની મુદ્રિત
સાહિત્ય અને સંશોધન ]
[૧૨૭
For Private and Personal Use Only