SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને સંશોધન હરિપ્રસાદ શાસ્ત્રી, - અન્વેષણનાં સાધનોમાં વાડૂ.મય (વાણીમાં વ્યક્ત થયેલાં) સાધને મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કેમ કે એમાં વ્યક્તિવિશેષ, સ્થળવિશેષો, ઘટના વિશેષ વગેરેનું નામાભિધાન સાથે વિગતવાર નિરૂપણ થયુ હોય છે. સમકાલીન માહિતી માટે વિદ્યમાન વ્યક્તિઓની પ્રત્યક્ષ મુલાકાતે દ્વારા મેળવાતાં તેઓનાં, મૌખિક નિવેદન ઉપયોગી નીવડે છે. વિદ્યમાન વ્યક્તિએ, દૂરસ્થ વ્યકિતઓ અને નજીકના ભૂતકાળની વિદેહ વ્યકિતઓ માટે તેઓનાં ધ્વનિમુદ્રિત વિધાને પણ હવે ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ વાડમય સાધનમાં સહુથી વિપુલ, સહુથી વધુ વ્યવસ્થિત, સહુથી વધુ જવાબદારી ભર્યું અને તેથી સહુથી વધુ શ્રદ્ધેય સાધન લિખિત વાય છે, જેને આ સંદર્ભમાં સામાન્યતઃ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. લિખિત સાધનના અનેક પ્રકાર છે, જેમકે પુસ્તકે (જીવનચરિત્ર, આત્મકથાઓ, લલિત સાહિત્ય, શાસ્ત્રીય ગ્રંથ, આનુશ્રુતિક વૃત્તાંતે, લોકસાહિત્ય), લેખે. પત્રો, દસ્તાવેજો, રજનીશીઓ, વર્તમાનપત્રો વગેરે. ' ઇતિહાસ-લેખનના સાધન તરીકે સીધા ઉપયોગી નીવડે તેવા પ્રાચીન ઇતિહાસગ્રની ભારતમાં ઘણી અછત રહેલી છે. એમાંના ઘણા કાં તે આનુશ્રુતિક પ્રકારના અથવા તે કાવ્ય-પ્રકારના હેઈ એમાંથી ઇતિહાસ તારવતા પહેલાં એનું ઘણું સંશોધન (પરીક્ષણ અને શુદ્ધીકરણ) અપેક્ષિત રહે છે. સાંસ્કૃતિક ઈતિહાસ માટે તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, તમિળ-તેલુગુ-કન્નડ, અરબી-ફારસી વગેરે ભાષાઓમાં લખાયેલ સવવિધ સાહિત્ય વરઓછે અંશે ઉપયોગી છે. અર્વાચીન ઇતિહાસ અને સંસ્કૃતિના અન્વેષણ માટે અર્વાચીન ભારતીય (તથા વિદેશી) ભાષાઓમાં લખેલું સર્વવિધ સાહિત્ય ઘણે અંશે મદદરૂપ નીવડે છે. પરંતુ પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન-તમામ સાહિત્યનો અન્વેષણને સાધન તરીકે ઉપયોગ કરતાં એની પાઠશુદ્ધિ તથા એના તર્કયુક્ત અર્થધટન અંગે પૂરતું સંશોધન અપેક્ષિત છે. ' સહુથી પહેલાં પાઠશુદ્ધિની વાત કરીએ. જેમ લખાણ વધુ જૂનુ, તેમ એની પાઠશદ્ધિ માટે વધુ અનવેષણ-સંશાધન કરવું પડે, કેમકે એના સંક્રમણમાં વધુ ને વધુ પ્રતિલિપિઓ થઈ હોય. સંપાદન અને મુદ્રણને લઈને વર્તમાનકાલમાં આ અંગે મુશ્કેલી ઘટી છે. મણુકલાનો ઉપયોગ શરૂ થયો તે પહેલાં બધુ લખાણ ભૂજપત્ર, તાડપત્ર અને કાગળ જેવા પદાર્થો પર લખાતું ને એના સંક્રમણ માટે એની અવારનવાર નકલ લખતા–લખાવતા રહેવી પડતી. માત્ર શિલા ધાતુ વગેરે ટકાઉ પદાર્થ પર કોતરેલાં લખાણ જ એની મૂળ ભાષામાં તથા મૂળ લિપિમાં હજારો વર્ષ લગી અક્ષરશઃ યથાવત્ જળવાઈ રહેતાં. પરંતુ હસ્તલિખિત સાહિત્યની મૂળ પ્રતે તે થોડા દસકાઓમાં કે થોડા સૈકાઓમાં નષ્ટ થઈ જતી. આથી પછીના કાલમાં એનું સંક્રમણ થત રહે તે માટે અવારનવાર એની પ્રતિલિપિ, પ્રતિપ્રતિલિપિ...એમ નકલો કરતા-કરાવતા રહેવી નિવૃત્ત અધ્યક્ષ, એ. જે. વિદ્યાભવન, અમદાવાદ ૧૨૬] [સામીપ્ય : ઓકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy