________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂઆત કરી દીધી છે. હવે, આને મહાભારત કથાના સંદર્ભમાં ઘટાવીએ તે કુરુવંશરૂપી પવિત્ર અગ્નિ સાથે ચેડા કરનાર દુર્યોધન-દુ:શાસન વગેરે બાળકે જ અથવા કહો કે બાલીશે જ છે, એમણે યુધિષ્ઠિર આદિ સાથે વૈર દર્શાવીને પરિવારમાં અનિ લગાડયો છે, અને એ અગ્નિએ પરિવારના જ મહાનુભાવો -તી, ગાંધારી, ભીષ્મ વગેરેને બાળવાની = દુ:ખી કરવાની શરૂઆત કરી દીધી છે.
આમ અહીં અગ્નિના પ્રસારની સાથે સાથે મહાભારતના યુદ્ધ કથાને પ્રસાર આરંભાય છે.
હવે આગળ જોઈએ તો અગ્નિ ફેલાવાથી જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેનું વર્ણન કરતાં પ્રથમ બ્રાહ્મણ જણાવે છે કે- ‘પાસે આગેલા શદ્રને બ્રાહ્મણ સહન નથી કરતો, તેમ યજ્ઞને અગ્નિ નજીકના લૌકિક અગ્નિને સહન કરતો નથી.”૩ અહી યજ્ઞનો અગ્નિ એટલે કે જે રૌત્યાગ્નિ છે, તે યુધિષ્ઠિર વગેરે પાંડવોનું અને લૌકિકાગ્નિ છે, તે કૌરવો = દુર્યોધનાદિનું ઉપમાન કહી શકાય.' આગના પ્રસારણ દરમ્યાન હવે એવી સ્થિતિનું નિર્માણ થયુ કે ઐયાગ્નિ અને લૌકિકાગ્નિ જેમ એક બીજાને સહી શકતા નથી, તેમ પેલી બાજુ મહાભારત કથામાં ઘટેલી કેટલીક ઘટનાઓથી હવે કૌરવ-પાંડવો પણ એક બીજાને સહી શકતા નથી, એવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે.
આમ છતાં, યજ્ઞનો કંડ લીલા ભંથી વીટળાયેલો હોવાને લીધે (આગ બધે ફરી વળી હવા છતાં) અત્યત બળી ગયો નથી, (સરખાવો-નાઈ ફુટપૃષ્ટા હૃતિકતા વેલી રિવ્રુતા ' તન્નેવ) તેમ કૌરવ–પાંડવો જે સ્થળે રહે છે, તે હસ્તિનાપુરનું અન્ત:પુર (પેલા યજ્ઞકુંડની જેમ) લીલા દર્ભ એટલે કે ભીમ અને વિદર જેવા મહાનુભાવોથી વીંટળાયેલું હોઈને હજુ બળી શકયુ નથી બલકે ટકી રહ્યું છે, એવો નિર્દેશ અહી જોઈ શકાય છે.
દરમ્યાનમાં પેલું આગનું વર્ણન આગળ ચાલે છે. બીજો બ્રાહણ બચાવ કાર્યમાં જોડાયેલા લોકેન વણન કરે છે. એ જણાવે છે કે-“ચારિત્ર્યથી ભ્રષ્ટ થનાર કુટુંબમાં રહેલા સગાને જ્ઞાતિના ડરને લીધે જેમ દૂર કરવામાં આવે, તેમ આગના ભયને લીધે ગભરાયેલા લોકે અગ્નિને દૂર ખસેડ છે.”
આને મહાભારત કથાના સંદર્ભમાં મૂકીએ. ચારિત્ર્યથી ભ્રષ્ટ એવા દુર્યોધન પ્રમૂખ કૌરવ કુટુંબમાં રહેલા પોતાના સગા દર્યોધનને (એની જ્ઞાતિ = પરિવારની સાથે કયાંક સુમેળ સધાય નહીં, એવા) ભયને લીધે ગભરાયેલો શનિ પાંડવોથી દૂર રાખે છે. પિલા અગ્નિને દૂર મૂકનાર મહાનુભા યજ્ઞમાં ભાગ લેવા સારુ દૂર-દૂરથી પધારેલા છે, અને એમના શિરે જાણે કે અગ્નિને દૂર રાખવાની જવાબદારી આવી પડી છે, એવું મૂળમાં વાતાવરણ જામેલું છે. કદાચ એ આશયથી કે મહાભારત કથામાં દુર્યોધનને એના સ્વજનોથી દૂર રાખવાનું કામ પરદેશથી = ગાંધાર દેશથી પધારેલા શકુનિ ઉપાડી લે છે. એ સૂચિત થાય. આમ અહીં એક તરફ પિલા આગના વર્ણનનો વિકાસ સધાય છે, તે બીજી બાજુ મહાભારત કથામાં ગાંધારરાજની ઉપસ્થિતિ અને પરિવારજનોને એકબીજાથી દૂર રાખે તેવી વિવિધ ઘટનાઓને નિર્દેશ અહી મળી રહે છે.
હવે ત્રીજે બ્રાહ્મણ આગનું વર્ણન કરે છે. એ ઘીથી ભરેલી ગાલીને શાન્ત પાડવા મથતા નિષ્ફળ લોકોનું વર્ણન કરે છે; અને એની ઉપમા બાળકથી ઉપર બનેલી સ્ત્રી આંસુથી ભીડાઈ ગઈ હોવા છતાં બાળક પ્રત્યેના પ્રેમને લીધે (મનમાં ને મનમાં) બળતી રહે છે, એમ કહીને આપે છે. આ ઉપરથી મહાભારત કથા માટે એમ સમજી શકાય કે બાળકથી ઉ૫રત એવી નારી જેવા ભીમ વગેરે બાળક (= દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર) પ્રત્યેના પ્રેમને લીધે બહારથી ભીંજાયેલા = સુખી-લાગતા હોવા છતાં મનમાં તે બળી જ રહ્યા છે, એમ સૂચવાય છે. અર્થાત હવે ઘટનાક્રમે જે રીતે વળાંક પંચરાત્રના વિષ્ક ભકમાં પ્રતીકોજના ]
૧૦૭
For Private and Personal Use Only