SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. આ વિષ્ક ભકમાં આવતું આગનું વર્ણન બહુ વિસ્તૃત છે. એથી સહયોને અનુભવાતા રસમાં અવરોધ ઊભું થાય એમ છે. ૨. અહી આગની ગરમી, ભૂમિમાં નીચે સુધી પ્રસરી જતાં એક જ દરમાંથી સાપ નીકળતા વર્ણવ્યા છે. એવું માનીએ કે આગને લીધે સાપનું નીકળવું એ સ્વાભાવિક હોઈ શકે, પણ વધારે કે ઓછા નહી પરંતુ પૂરા પાંચ સાપનું નીકળવું, એ ખૂબ જ અસ્વાભાવિક લાગે છે. ૩. વિકભકના આરંભમાં જ રંગમંચ ઉપર આવેલા પેલા બ્રાહ્મણે કુરુરાજની યજ્ઞસમૃદ્ધિનો ખ્યાલ આપે છે. અને વળી દુર્યોધને જે આ યજ્ઞ કર્યો છે, તેમાં ભારે માનવ સમુદાય ઉપસ્થિત છે, એવી છાપ ઊભી થાય તેવાં વર્ણને છે. એ પછી બાળકોની ચંચળતાને લીધે આગ લાગે છે, એ રીતન અહી: વર્ણન છે, જે સ્વાભાવિક લાગે. પણ યજ્ઞશાળામાં આગ લાગી જાય, અને ઉપસ્થિત લોકોના પ્રયત્ન પછી પણ એ શાન ન પડે, એ કેવું કહેવાય ? આટલી બધી માનવ અને સાધન બનેની સમૃદ્ધિ ધરાવતા રાજાની યજ્ઞશાળા આગમાં બળી જાય, અને આગ ત્યારે જ અટકે છે જ્યારે એને કંઈ બાળવાનું બાકી રહે જ નહી, એ થોડુંક વિચિત્ર વર્ણન લાગે છે. ૪. તે વળી, આ આખાય વર્ણનને સૂક્ષ્મ દૃષ્ટિએ અભ્યાસ કરીએ, તો એમાં ક્રમભંગ પણ દેખાય છે. જેમ કે આરંભમાં (શ્લોક-૬, ૮) યજ્ઞશાળામાં બળતા પદાર્થોનું ચિત્રણ છે. એ પછી, કમિક રીતે યજ્ઞશાળાની બહારના વાંસ, તાડવૃક્ષ વગેરેને બળતા અને એથી અનુભવાતાં દૃશ્યોનું વર્ણન આવે છે. આ પછી (શ્લોક-૧૮માં) રહી રહીને પેલા બ્રાહ્મણે પૈકીને પ્રથમ બ્રાહ્મણ યજ્ઞશાળામાં બળતા સવા-અરણી વગેરેને પોતાના સાથી-મિત્રોને દર્શાવી રહ્યો છે. આ પૂર્વેના વર્ણનમાં અગ્નિ એટલે તે પ્રચંડ બતાવાયો છે કે તાડ જેવા ઝાડના મૂળને પણ બાળી મૂકે છે, તો એ પ્રચંડ અગ્નિમાં યજ્ઞશાળાના સૂવા વગેરે પાત્રો તો ક્યારનાય બળી જવા જોઈએ. તો પછી, હવે આટલા વખત પછી એમને બળતા જોઈ જ કેવી રીતે શકાય? એટલે આ વર્ણન પણ અજુગતું લાગે છે. આ પરિસ્થિતિમાં પંચરાત્રના આ વિષ્ફ“ભક ઉપર સૂક્ષ્મતાથી વિચાર કરતાં ઉપરની કહેવાતી ક્ષતિઓનું તો સમાધાન મળે જ છે, એ ઉપરાંત ભારે ચમકૃતિ પણ અનુભવાય છે. તે એ રીતે કે વિષ્કભક વૃત્ત એટલે કે થઈ ચૂકેલી અને વતિષમાણ એટલે કે થનારી ઘટનાઓનું નિદર્શન કરાવવા પ્રયોજાતે હોવાથી, અહીં પણ આ આગનું વર્ણન મહાભારત નામે વૃત્ત ઘટનાનું પૂરેપૂરું નિર્દેશન કરાવે છે. અથવા એમ કહે કે આ આગનું વર્ણન એ તે મહાભારત યુદ્ધ કથાના પ્રતીક તરીકે અહીં રજૂ કરવામાં આવ્યું છે. વિચિત્રતા તો એ છે કે પંચરાત્રની પોતાની કથામાં મહાભારત યુદ્ધનો સ્વીકાર થયો નથી, પણ આના જ બહુ વિસ્તૃત વિષ્ક ભકમાં ખૂબ જ ચાતુર્યપૂર્વક પરંપરાગત મહાભારતયુદ્ધની કથાને એના ઘટનાક્રમ સાથે વણી લીધી છે. પંચરાત્રની પ્રસ્તાવના -સ્થાપના પૂરી થતાં ત્રણ બ્રાહ્મણે રંગમંચ ઉપર પ્રવેશે છે. કુરુરાજની યજ્ઞ સમૃદ્ધિ જોઈ એથી પ્રસન્ન બનેલા એ બ્રાહ્મણે યશસમૃદ્ધિનો ખ્યાલ આપતા જ હોય છે, કે ત્યાં જ કેટલાક ચંચળ બાળકો યજ્ઞના અગ્નિની સાથે રમત કરતા નજરે પડે છે. બ્રાહ્મણો એમને રોકે ન રકે ત્યાં તો એમની એ રમતને લીધે આગ લાગે છે અને જોત જોતામાં તો આખીય યજ્ઞશાળામાં અગ્નિ પ્રસરી જાય છે. અહીં આ વર્ણનમાં એ જોવાનું છે કે યજ્ઞને પવિત્ર અગ્નિ સાથે રમત કરનારા ચંચળ બાળકે છે; એમણે જ આગ લગાડી છે, અને એ આમે સહુ પ્રથમ યજ્ઞશાળાની પવિત્ર વસ્તુઓને જ બાળવાની ૧૬] [ સામી : ઓકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy