SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધો છે. તેમાં લોકોની દ્રષ્ટિમાં ભીમ વગેરે ભલે સમર્થ મહાનુભાવ હોય, પણ એમના અંદરની સ્થિતિ એ છે કે એ લોકો કંઈ કરી શકવાની પરિસ્થિતિમાં રહ્યા નથી, એમનું સર્વસ્વ અગ્નિને (લૌકિકાગ્નિ) શરણે થઈ રહ્યું છે, અને એથી એમનું મન બન્યા કરે છે. ફરી પાછો હવે પહેલા બ્રાહ્મણને આગ વર્ણવવાનો વારો આવે છે. સમય પસાર થયો છે, એથી અનિ પણ વૃદ્ધિ પામ્યો છે. એ વૃદ્ધિ પામેલા અગ્નિના વર્ણનમાં આ બ્રાહ્મણ જણાવે છે કે-યજ્ઞની ગાડીને બાળવા માટે એ તયાર છે, પણ સૂકા ઘાસમાં લીલોતરી હોઈને તે ધીરે ધીરે વામણો = મંt પણ પડે છે. એટલામાં જ પવનનું ઝોક આવે છે અને મંદ પડેલે એ અગ્નિ ઉગ્ર બને છે તથા રથના પૈડામાં પ્રવેશી જઈને હવે તો એ સૂર્ય જે ઉગ્ર બની ગયો છે.’ પેલી બાજુ મહાભારત કથા ઉપર વિચાર કરીએ તો કુરુરાજ = ધૃતરાષ્ટ્ર ચક્રવતી રાજા છે, એવી હસ્તિનાપુરરૂપી ગાડીને લૌકિકાગ્નિ દુર્યોધન બાળી નાખવા ઉદ્યત બન્યો છે. દુ:શાસન વગેરે સૂકા ઘાસની મદદથી એ વૃદ્ધિ પામત, પણ ભીષ્મ, વિદુર, દ્રોણુ જેવા મહાનુભાવો લીલેટરી તરીકે હાજર હાઈ એ ધીરે ધીરે વામણો થઈ રહ્યો હતો. એટલામાં જ પેલા દ્રૌપદી સ્વયંવર સમયના કર્ણના અપમાનરૂપ પવનને ઝોક આવે છે. દ્રૌપદી-સ્વયંવરમાં અપમાનિત કર્યું અને દુર્યોધન (ક્રમશ: પવન અને અગ્નિ) સંયુક્ત બનતાં જ ફરી પાછો વૈરને અગ્નિ ભભકી ઊઠે છે, એ અહી સૂચવાય છે. * દ્રૌપદી સ્વયંવર સુધી પાંડવો છૂપાયેલા હતા. તે હવે દ્રૌપદી સ્વયંવરમાં બહાર આવી ગયા છે. આ ક્રમિક રીતે આગળ વધતી મહાભારત કથાને વહેતી રાખવા માટે હવે બીજો બ્રાહ્મણ મરણ પામેલા માનવીના શરીરમાંથી જેમ પ્રાણ નીકળે એમ દરમાંથી નીકળતા પાંચ સાપને પોતાના બીજ બે સાથીદારોને દર્શાવી રહ્યો છે. અહીં આગને લીધે સાપનું દરમાંથી બહાર નીકળવું એ વનમાં સ્વાભાવિકતા ઓછી લાગે છે, એમાંય વળી, એક નહીં, બે નહીં, પણ એકી સાથે પાંચ-પાંચ સાપ! આ થોડુંક વધારે પડતું કહેવાય. પણ કદાચ મહાભારત ઘટિત ઘટનાચક્રને જાળવી રાખવાને સંકલ્પ લઈ બેઠેલા આપણે કવિ અહીં આ પ્રકારનું વર્ણન કરી રહ્યા છે, એમ માની શકાય. ૧૦ મહાભારત કથામાં આગળ વધીએ તે હવે થોડાક સમય માટે ફરી પાછી હસ્તિનાપુરમાં, કૌરવ પાંડવો વચ્ચે શાતિ રહે છે, પણ અગ્નિ હજુ પણ બુજાયો તો નથી જ. એટલે છુતક્રીડા, વનવાસ, અજ્ઞાતવાસ વગેરે ઘટનાઓ ઘટતી રહે છે. અને એટલે દર-દર વનમાં ભટકતા અને અત્યાર સુધી કોટર (= અજ્ઞાતવાસ)માં છુપાયેલા પાંડવો યુદ્ધ કરવા સારુ પ્રાણ = શક્તિ તરીકે બહાર આવી રહ્યા છે; ત્યાં સુધીનું ઘટનાચક્ર સૂચવવા માટે પેલા ત્રીજા બ્રાહ્મણના મુખે આ વર્ણન મૂકાયું છે.-“યજ્ઞના, પવન સાથેના અગ્નિ થકી બળતા વૃક્ષમાંથી બનેલરૂપી દેહમાં રહેલાં પક્ષીઓ પ્રાણની જેમ બહાર આવી રહ્યા છે.”૧૧ અહી એવી વ્યંજના પણ છે કે પાંડવો યુદ્ધ માટે બહાર આવવા ઇચ્છતા નથી, પરંતુ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેમાં તે પોતાના ઘરને જ બળવાનો વારો આવ્યો છે. એટલે અત્યાર સુધી એક યા બીજી રીતે ચૂપ રહેતા પાંડવો અને યુદ્ધ માટે બહાર આવી રહ્યા છે. આમ મહાભારત યુદ્ધની તૈયારી સુધીની ઘટના અહીં સૂચવાઈ છે. મહાભારત યુદ્ધ જાહેર થઈ ચૂકયું છે, અને એના પ્રથમ તબક્કામાં જ જે પરિણામે આવવા લાગ્યાં છે, જાણે કે એમને જ નિર્દેશ ન કરતા હોય, એ રીતનું વર્ણન હવે પછી અહીં મૂકાયુ છે. ૧૦૮] [ સામીણ : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy