________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્ણુપુરાણની સમાક્ષિત આવૃત્તિ તૈયાર કરવા માટે એકત્ર કરેલી હસ્તપ્રતેની સામગ્રીમાં સૌથી જૂની હસ્તપ્રત તેરમી સદીની આજુબાજુની છે. તેથી તે પહેલાંની વિષ્ણુપુરાણની પ્રવૃત્તિ સમજવા માટે તે ગ્રંથનું અંતરંગ પરીક્ષણ કરીને તેમાંથી વ્યક્ત થતાં સામાજિક યિતન તથા પરિસ્થિતિનું અધ્યયન આવશ્યક બને છે. આ રીતે મળતી માહિતીની પારિભાગિક સામગ્રી સાથે તુલના કરીને તેની મદદથી બહિરંગ પરીક્ષણ કરવાથી ગ્રંથના લેખનસમયમાં દેશ-કાલ આદિની ધણી સામગ્રી પ્રાપ્ત થતાં તેની સમજ વધે છે. પારિભોગિક સામગ્રીમાં અન્ય તામ્રપત્રાદિ લખાણે, શિલ્પ, સ્થાપત્ય તથા ઉપકરણે આદિને સમાવેશ કરવો પડે છે. • • " આમ લખાણ અને બહિરંગ સામીનું અધ્યયન કરતાં બંને વચ્ચે જે દેશ-કાલમાં તેદામ વધુ પ્રમાણમાં જણાય તે દેશ-કાળમાં તે લખાણ અથવા મૌખિક પરંપરાની ઉત્પત્તિ કે સંગ્રહ થયે હોવાન' શેષવત અનુમાન કરી શકાય છે. આ અનુમાનથી જે દેશ-કાળને નિષ્ણુય થાય તે વખતની સામાજિક અને વિદ્યાકીય પરંપરામાં પ્રાચીન અંશ પણ સ્વાભાવિક રીતે ભળેલા હોઈ તેના કાલનિર્ણય માટે નવા અશ વધુ મદદગાર નીવડે છે. આ લૌથી વિષ્ણુપુરાણુની તપાસ કરી છે. વિષ્ણુપુરાણની પરંપરા
વિષ્ણુપુરાણની શિષ્ય પરંપરા તેમાં બે જગ્યાએ આપી છે. પ્રથમ પરંપરા ૧.૨.૮–૯ પર છે. તે પ્રમાણે આ પુરાણ બ્રહ્માએ પુરકસને નર્મદા પર કહ્યું. પુરૂકસે તે સારસ્વતને કહ્યું અને તેની પાસેથી તે પરાશરને મળ્યું. તેમણે મૈત્રેયને કહ્યું. બીજી પરંપરા પણ બ્રહ્માથી શરૂ થાય છે. તે ૬.૮ ૪ ૫૧ પર છે. તેમાં બ્રહ્મા-ઋભુ, ભાગુરિ, સ્તંભમિત્ર, દધીચિ, સારસ્વત, ભગુ, પુરકલ્સ, નર્મદા, ધૃતરાષ્ટ્ર, પુરાણનાગ, વાસુકિ, વત્સ, વત્સતર, કમ્બલ, એલાપુત્ર, વેદશિરા, પ્રમતિ, જાદ પરાથર-ૌત્રય જેવી લાંબી યાદી આપી છે. આ બંને પરંપરાઓ પૈકી પ્રથમ પરંપરામાં વિપુરાણ નર્મદાના પ્રદેશમાં તૈયાર થયું હોવાનું સ્પષ્ટ વિધાન છે. બીજી પરંપરામાં પ્રથમ પરંપરાનાં પાત્રો છે. તેમાં નર્મદા નદીને બદલે વ્યક્તિ બને છે, તથા તેમાં સારસ્વત પુરકલ્સને પુરાણ કથા સંભળાવે છે એવો ફેરફાર દેખાય છે. તેમજ તેમાં નાગ લોકોની પણ લાંબી યાદી આપી છે. . આ ફેરફારથી નર્મદાના પ્રદેશમાં વિઘણુપુરાણને પ્રાદુર્ભાવ થયો હતો, તે બાબત કંઈક અંશે ગૌણ બનતી લાગે છે, અને વિલણપુરાણના ૩, ૬, ૧૫-૧૭ માં પુરાણની જે પરંપરા આપી છે, તેને કંઈક અનુકૂળ થવાના પ્રયાસમાં સારસ્વતનું સ્થાન આગળ આયું હોવાનું લાગે છે. - આ ફેરફાર કરતી વખતે પરાશર અને મૈત્રેયની પ્રશ્નોત્તરી ચાલુ રાખી છે. વેદવ્યાસની શિષ્ય પરંપરા તથા મહાભારતનાં પાત્રો તેમાં દેખાતાં નથી, તેથી વિષ્ણુપુરાણનાં સર્જન પછી તેને પૌરાણિકોએ તેમની પરંપરા પ્રમાણે કંઈક ફેરફાર કર્યા હોવાનું અનુમાન થાય છે.
આ પરંપરાઓ જોતાં વિપશુપુરાણ નર્મદા તટ પર તૈયાર થયું હોવાનું સમજાય છે, તથા તેના પાઠમાં ફેરફારો થયાનું પણ સમજાય છે, આ પરંપરા સમજવા માટે વિષ્ણુપુરાણનાં સંગ અને નર્મદાના ક્ષેત્રની સામાજિક, ધાર્મિક પરિસ્થિતિની તપાસ આવશ્યક છે. વિષ્ણુપુરાણ સર્ગ, નમ પ્રદેશને સમાજ
વિષ્ણુપુરાણના સર્ગના વર્ણનમાં તે સાંખ્યની વિચારણું સ્વીકારીને તેમાં સર્વોચ્ચ સ્થાન વિષણને આપે છે. પરંતુ તેને રાજસિક સગે બ્રહ્માનું કાર્ય છે, તે અભિપ્રાય ૧.૩માં વ્યક્ત કરે છે, વળી વિષપુરાણનાં કેટલાંક ઐતિહાસિક પાસાં ].
[૨૫
For Private and Personal Use Only