SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir શકા કk છે. આ ચાર નામ વિષ્ણુપુરાણ ૨.૮.૮૦ માં આવે છે. ત્યાં તેને ઉલ્લેખ તિથિઓ તરીકે છે. આ બંને વર્ણનને કાઠો બનાવવાથી તેનું અર્થઘટન શકય બને છે તે અત્રે દશાવ્યું છે. આરિસ અને સ્મૃતિ ચંદ્ર અને તિથિ અથધટન : તિથિ સ્મૃતિ રાકા. પૂર્ણિમા મૃતિ યથાતથી અનુમતિ અનુમતિ પશિમાની ચૌદસ : કંઈક જલાયેલી સ્મૃતિ અથવા પડે સિનીવાલી સિનીવાલી અમાસની ચૌદસ : મોટે ભાગે નષ્ટ થયેલી અથવા ૫ સ્મૃતિ અમાસ સંપૂર્ણ નષ્ટ થયેલી સ્મૃતિ. આ કોઠાની મદદથી વિષ્ણુપુરાણે દર્શાવેલાં સ્મૃતિનાં બેલાબાલ સમજાય છે. સ્મૃતિ બળવાન રાખવા માટે માનવે એ વિવિધ પદ્ધતિઓ વિકસાવીને તેને જરૂર પ્રમાણે ઉપયોગ કર્યો છે. માત્ર મૌખિક પરંપરા યથાતથ જળવાય તેવા વિશિષ્ટ પ્રયોગ સંહિતાની વેદની પરંપરામાં છે. તેવો પ્રયોગ - સવત્ર નથી, પુરાણાએ આ હની વિશિષ્ટ પદ્ધતિ અપનાવી નથી, કારણ કે તેનું કાર્ય ઉપખંહણ અર્થાત સમજતી કે વિસ્તારનું છે, તેથી તેમાં ફેરફાર, ચર્ચા વિચારણાને ઘણે અવકાશ છે. આપણું અનભવ પ્રમાણે ૫ણ જદ જદે પ્રસંગે સ્મૃતિ બળવાન હોય તો પણ તેનો ઉપયોગ થતો નથી. તથા ભૂતકાળના બનાવોની ચર્ચાવિચારણામાં અનેક ક૯૫નાઓનો આશ્રય લેવામાં આવે છે, તેથી મૌખિક પરપરા મૂળ અંશે કંઈક અંશે સાચવે છે અને તેનું દેશકાલાનુસાર અથધટન કરતી રહે છે. આ સામાન્ય વ્યવહારના ફેરફારોને વ્યવસ્થિત સ્વરૂપે સમજવા માટે વ્યવહારનું મૂળ સ્વરૂપે જાળવવા માટે આપણે લેખનકળા વિકસાવી છે. લેખનકળા લેખનકળા એ પ્રતીકે દ્વારા લેખન સપાટી પર ભાષાના સ્વર-વ્યંજન પ્રક્રિયાથી અભિવ્યક્ત. થતાં શબ્દો અને વાકો સુચવવાની કળા છે, સ્વર-વ્યંજન પ્રક્રિયાનાં રેખાત્મક પ્રતીકો અને તેના સંત સમાજમાં જ્યાં સુધી સ્થિર રહે ત્યાં સુધી લખેલી સામગ્રી કાર્યસાધક રહે છે. આ સામગ્રીની લેખન સપાટીનું જીવન લખાણુનું જીવન હોય છે, તેથી તેને સંચય કર, તેનું સંરક્ષણ કરવું અનેં રને નાશમાંથી બચાવવા કે અન્ય ઉપયોગ માટે અન્ય પદાર્થો પર તેની નકલ ઉતારવાનું કામ પુસ્તકાલયો, દફતરખાતાં, ચિત્તાકેશ બાતિમાં ચાલતું હોય છે, તેને માટે સામાજિક ચેતના અને સહકાર આવશ્યક છે. તેના અભાવે લિખિત સામગ્રી નષ્ટ થઈ જતી હોય છે. અને બદલાયેલી દેવ કાળની પરિસ્થિતિમાં જની લેખનકળાનું જ્ઞાન નાશ પામ્યું હોય છે. અન્વેષણ પદ્ધતિ - જ્યારે લિખિત સામગ્રી સચવાયેલી હોય, ત્યારે તે અતીતમાં થયેલી સ્મૃતિ સંગ્રહની પ્રવૃત્તિ તેના . કાળની પરિસ્થિતિ પ્રતિબિંબિત કરતી હોય છે, તેથી આ જ્ઞાન માટે પ્રાચીન લિપિવિતા અભિલેખવિવા, હસ્તપ્રતવિદ્યા બાલની મદદથી પરંપરાના પ્રાચીન મૂળ અંશે. તેમાં થયેલા ફેરફાર સમજાય છે, આ પ્રવૃત્તિ માટે સમીતિ આવૃત્તિઓ તૈયાર કરવા પ્રયત્ન થાય છે.' ૨૪). [સામીપ : ઓકટ, ૮-૨-સાય, પણ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy