________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અષ વ્યંજન અને ઉષ્માક્ષર એ કમે એમણે વણેની ગોઠવણી કરી આપી છે, એક સૂત્ર છે : ગેરળ યળો #ડનારાને (૧-૩-૬૭) આ પર ભદોજી દીક્ષિતે લખ્યું છે :
णेरणावितिसूत्रस्य अर्थ जानाति पाणिनिः ।
अह' वा भाष्यकारो वा चतुर्थो नेव विद्यते ॥ અર્થાત આ સૂત્રને ભાગ્ય અને ટીકા વગર કોઈ જાણી શકે છે તે પાણિનિ ભાષ્યકાર અને હું એ સિવાય કોઈ એ નહીં.
પાણિનિ વિષે એમ કહેવાય છે કે ભગવાન શંકર પ્રસન્ન થઈને એને ચૌદ શિવસૂત્ર આપ્યાં હતાં. જુઓ.
नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवप'चवारम् । . उद्धर्तुकामः सनकादि सिद्धा नेतद्विमशे' शिवसूत्रजालम् ।।
આમાં પણ ભગવાન શંકરે શિવ રહ્યાં હોવાનું જણાવ્યું છે. બીજી એક માન્યતા એવી પણ છે કે કાત્તિકેય શંકર પાસેથી વ્યાકરણ ભણ્યા અને પછી પોતે નો ગ્રંથ રચ્યો. આથી એટલું તો સ્પષ્ટ ફલિત થાય છે કે વ્યાકરણશાસ્ત્રની શરૂઆત અતિ પ્રાચીનકાળથી થઈ હતી. આ વ્યાકરણ વિશે ચોક્કસ માહિતી ન મળી શકવાથી વ્યાકરણશાસ્ત્રનો જન્મ કઈ દેવી શક્તિને આભારી હતે એમ માની લેવાયું છે.
પ્રત્યેક શબ્દાનુશાસનના કર્તાને ધાતુપાઠ અને ગણપાઠની રચના કરવી પડે છે, કેટલાક વૈયાકરણએ કશુદિસત્ર અને લિંગાનું શાસનની પણ રચના કરી છે. એ ચાર ઉપર જણાવ્યું તેમ શબ્દાનુશાસનના ખિલ અર્થાત પરિશિષ્ટ કહેવાય છે. એ પાંચે અવયવોનો સમૂહ પંચાંગ પંચપાઠી આદિ નામોથી વ્યકત થાય છે.
ધાતુપાઠ-સંરકૃત વ્યાકરણશાસ્ત્રનું મુખ્ય પ્રોજન પ્રત્યેક પદના પ્રકૃતિ પ્રત્યય વિભાગને દર્શાવવાનું છે. શાકટાયન પ્રતિ વૈયાકરણએ સમસ્ત નામ શબ્દોને આખ્યાતજ અર્થાત્ ધાતુજ
અતઃ ધાતુપાઠ વ્યાકરણશાસ્ત્રનું પ્રધાન અંગ છે, ઉપલબ્ધ ધાતુપાઠામાં પાણિનિત ધાતુપાઠ સર્વથી પ્રાચીન છે. પાણિનિથી પ્રાચીન આપિશલિના ધાતુપાઠના ઉલેખે પણ અનેક પ્રાચીન સામાં મળે છે. પાણિનીય ધાતુપાઠ પર ક્ષીર સ્વામી, મય રક્ષિત અને સાયણની વૃત્તિઓ ઉપલબ્ધ છે. ચા ધાપાઠ ઉપર પૂર્ણ ચંદ્રની વૃત્તિ છે. કાતત્રને ધાતુપાઠ તિબેટી ભાષામાં ઉપલબ્ધ થાય છે. જનેન્દ્ર અભિનવ શાકટાયન તેમ હેમશબ્દાનુશાસનના ૫ણ પોતપોતાના પૃથક ધાતુપાઠ વિદ્યમાન છે. હેમચંદ્ર પોતાના ધાતુપાઠ ઉપર પારાયણ નામક વૃત્તિ ૫ણું લખી છે. એક જ પ્રકારના ફેરફારો પામતા શબ્દોના ગણ સ્પષ્ટ કરવા જુદા ગણપાઠની રચના થઈ હોય છે.
ગશુપાઠ-શબ્દાનુશાસનના સૂત્રપાઠને સંક્ષિપ્ત બનાવવાને માટે ગશુપાઠની રચના થાય છે. આપિશાલિના ગણપાઠનો ઉલ્લેખ ભતૃહરિએ મહાભાષ્ય પ્રદીપિકા (૧-૧-૨૭) માં કર્યો છે. પાણિનીય ગણપાઠ કાશિકા આદિ વૃત્તિસ્રમાં સમાવે છે. તેમ પૃથફ સ્વતંત્ર રૂપમાં પણ મળે છે. ચંદ્રને ગણપાઠ એની વૃત્તિમાં પ્રગટ છે. જનેન્દ્ર, શાકટાયન આદિના ગણપાઠ પણ વિદ્યમાન છે. ગણપાઠ ઉ૫ર જન વિદ્વાન વધમાનસરિત ગણરત્ન મહોદધિ” ગ્રંથ પણે ઉત્કૃષ્ટ છે. એમાં પ્રાય: સવ ગણપઠાની વિવેચના છે. પાણિનીય ગણપાઠ ઉ૫ર ૫રીશ્વર ભદ કૃત ગણરત્નાવલી નામક ટીકા મળે છે. ગણપાઠમાં મોટે
[સામીપ :
કહે, '૯૨-માર્ચ, ૧૯૯૦
For Private and Personal Use Only