________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
પાણિનિના નામનો ઉલ્લેખ વગેરે પ્રમાણે દ્વારા પાણિનિને શૌનકના સમકાલીન ગણી તેને ઈ. સ. પૂર્વે ૨૮૦૦માં મુકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ પાણિનિ હિંટમાં આવેલા શકેથી અણુજાણ હતા. શોને પહેલે રાજા ઈસેસ ઈ. સ. પૂર્વે ૬૦૦માં હતો તેથી એનાથી અણજાણ પાણિનિ એના પહેલાં ઈ. સ. પૂર્વે ૭૦૦માં લગભગ થયા હોવાનું મોટા ભાગના વિદ્વાને માને છે. આમ હોવા છતાં પાણિનિને કાલ નિર્ણય વિવાદાત્મક છે. મંજશ્રીમલક૯૫ના આધારે શ્રી કાશીપ્રસાદ જયસ્વાલ તેમને નંદ મહાપના સમય (ઈ. સ. પૂર્વે ૩૬૬- ૩૩૮)માં થયા હોવાનું માને છે. રાજશેખરની કાવ્ય મીમાંસા તેમ કથા સરિત્સાગર ઉપરથી પણ એમના પ્રતને ટેકે મળે છે. ડૅ. બેલવલકર, ઠે. રામકૃષ્ણ ભાંડારકર, ગોલ્ડ સ્ટકર વગેરે વિદ્વાનેએ ઈ. સ. પૂર્વે ૫૦૦ની મર્યાદા સ્વીકારી છે. આમ હોવા છતાં પાણિનિના વ્યાકરણમાં પ્રાકૃત ભાષાને નિર્દેશ નથી. એથી તેઓ બુદ્ધની પૂર્વે થઈ ગયા હતા. એટલું છે તે નિશ્ચિત રૂપે કહી શકાય એમ છે જ.
એસ. એમ. વિસન પિતાનાં “ઈન્ડિયન વિજડમ” નામના ગ્રંથમાં લખે છે કે આજે પંજાબમાં જ્યાં લાહોર છે તે સ્થાન પ્રાચીનકાળમાં શલાતુર નામથી પ્રસિદ્ધ હતું. પાણિનિ ત્યાંના નિવાસી હોવાથી તેઓ શા૫ તુરીય પણ કહેવાયા છે. મહાભાષ્યના
सर्वे सर्व पदादेशा दाक्षी पुत्रस्य पाणिनेः
एकदेशविकारे ह्यनित्यत्व नोपपद्यते ॥ લેકથી પ્રતીત થાય છે. તેમાં તેમની માતાનું નામ દાક્ષી હતું તેથી તેઓ દક્ષી પુત્ર અથવા દાક્ષેપ નામથી પણ ઓળખાતા. તેમના પિતાનું નામ “પણી' હતું તેથી તેઓ પાણિન યા પાણિનિ નામે જ વધુ પ્રસિદ્ધ છે.
- પાણિનીય વ્યાકરણના પાંચ ગ્રંથ છે-શબ્દાનુશાસન, ધાતુપાઠ, ગણુ પાઠ, ઉષ્ણુદિસૂત્ર અને વિડગાનુ શાસન. એમાં શબ્દાનુશાસન મુખ્ય છે અને શેષ ચાર એના ખિલ યા પરિશિષ્ટ છે. શબ્દાનુશાસનમાં આઠ અંધાય હોવાથી તે અષ્ટાધ્યાયી કહેવાય છે. અષ્ટાધ્યાયીમાં પ્રત્યેક અધ્યાયમાં ચાર ચાર પાદ છે અને એમાં લગભગ ૪૦૦૦ સૂત્ર છે. સૂત્ર સાહિત્યની એક વિશેષ પ્રકારની શૈલી છે અને એ શૈલી કેવળ ભારતમાં જ ઉપલબ્ધ છે. પાણિનીય વ્યાકરણ સૂત્રોના રચના સૌરાષ્ઠવથી પ્રભાવિત બની રહી. સવ* કઈ એની મૂક પ્રશસ કરે છે. કહેવાયું છે કે મહg વિહિત પાણિનીય અથત પાણિનીનું શાસ્ત્ર મહાન અને સરચિત છે. આવું મહાને અને સુન્દર શાસ્ત્ર એના પહેલાં રચાયું નથી. મેનિયર વિલિયમ્સ એને માનવ મસ્તિષ્કની પ્રતિભાને આશ્ચર્યતમ નમૂન માને છે. સર વિલિયમ હંટર એની વર્ણહતા, ભાષાનો ધાત્વવ્ય સિદ્ધાંત અને પ્રયોગ વિધિઓને અદ્વિતીય એવં અપૂવ કહીને એને માનવમંસ્તિષ્કને અત્યંત મહત્વપૂર્ણ આવિષ્કાર માને છે. વિષય પ્રતિપાળની પ્રક્યિાની ગંભીર, વ્યાપક તેમ દોષરહિત એવી વૈજ્ઞાનિક શૈલીને કારણે પાણિનિનોએ ગ્રંથ સંસ્કૃત વાડમયનું મહત્ત્વનું પ્રદાન છે. પાણિનિ પછી પણ વ્યાકરણું ૨ થે રચાધા છે, પણ પાણિનીય વ્યાકરણની સમકક્ષતા એમાં કોઈને પ્રાપ્ત થઈ શM નથી. પિતાના ગ્રંથની રચતા કરતાં પહેલાં પાણિનીએ દેશના ધણુ સ્થળોમાં ફરી ફરીને શબ્દ મામગીનો સંચય કર્યો હતો. પ્રત્યેક પ્રદેશનાએ પ્રસિદ્ધ સ્થાનેમાંના ઉચ્ચારણે, અર્થો, શબ્દો, ધાતુઓ વિષક સામીનુ પણ સંકુલન કર્યું હતું. ગણુ પાઠમાં પાણિનિએ લગભગ એવા એ ઉપરાંત સ્થાનની સૂકી આપી છે. પ્રત્યેક પ્રદેશના પ્રસિદ્ધ સંઘ યા ગણુ ગેત્રે તેમ કળાની પણ એક વિસ્તૃત સૂચિ પાણિનિના ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે.
૧૨ ]
[ સામીપ્યઃ ક., ૨-માર્ચ, ૧૯૯૦
For Private and Personal Use Only