SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યયુગમાં સહીસલામતી ખાતર દીકરીઓ નાની વયે પરણાવી દેવાતી, પણ હવે માયાળુ સરકારના રાજ્યમાં સલેહ છે.” પાટીદાર હિતેચ્છના વિષયે મુખ્યત્વે ત્રણ રહ્યા હતા. (૧) જ્ઞાતિ-સુધારણ-કુરિવાજોની નાબૂદી (૨) કેળવણીનો પ્રચાર (૩) ખેડૂત સમાજની સમસ્યાઓની રજૂઆત. છતાં પણ આ સમયને પાટીદાર સમાજ આર્થિક દષ્ટિએ એક વર્ગ તરીકેની સભાનતાવાળો "Class in itself' હતો અને રાજકીય જાગૃતિને અભાવ હતો એટલે “Not class for itself' કહી શકાય.૧૧ જ્ઞાતિ સુધારણા અંગેનું વ્યવસ્થિત આંદોલન લેક જાગૃતિ કેળવવા આ માસિકોએ શરૂ કર્યું. વાંઝ ગામના શિક્ષક અને દક્ષિણ ગુજરાતના પાટીદાર કામના સુધારકોના લેખો માસિકમાં છપાવા માંડયા. આ લેખોના મુખ્ય વિષયો બાળલગ્ન, કન્યાવિક્ય, મરણ પાછળનાં બારમા વગેરે હતા. લખાણ કાવ્ય, વાર્તા કે નિંબધ રૂપે રહેતું. લખાણની ભાષા સાદી, સરળ લોકભોગ્ય હતી. ઓકટોબર ૧૯૦૯ ના અંકમાં એક વૃદ્ધના બારમા પાછળ જમણવાર કર્યા પછી ડોસીમાં કેવા ખુવાર થઈ જાય છે તેનો ચિતાર આપતું સુંદર કાવ્ય ડોસીમાની હૈયાવરાળ’એ શીર્ષક હેઠળ લખાયેલું છે.૧૨ જ્ઞાતિ સુધારણાની ઝુંબેશ આર્યસમાજની સમાજ સુધારણાના પાયા ઉપર હતી. આયસમાજે વર્ણ | હતી, જ્ઞાતિને વિરોધ કર્યો હતો. બાળલગ્ન અને કન્યાવિક્રયને વિરોધ કર્યો. લગ્ન વિષયક છોકરા-છોકરીની ઉંમર વધારવા ઉપર ભાર મૂક્યો. વિધવાવિવાહને ટેકે આયે. સ્ત્રીપુરુષોને સમાન દરજજો ગણી સ્ત્રીકેળવણીને ખૂબ પ્રચાર કર્યો. આ મૂલ્યો ઉપર પાટીદારોની સમાજસુધારણાની પ્રવૃત્તિઓ ચાલી. પાટીદારોમાં કેળવણીનું પ્રમાણ વધારવા “પાટીદાર હિતેચ્છુ”એ કેળવણું ઉપર column શરૂ કરી. વળી ખેડા જિલ્લાના પાટીદારોમાં કેળવણી ઘણી ફેલાયેલી છે એમ વખતો વખત લખવામાં આવતું અને દક્ષિણ ગુજરાતમાં માત્ર આંગળીને વેઢે ગણાય તેવા ઉચ્ચ શિક્ષણ પામેલાઓનાં નામ પ્રસિદ્ધ કરતા. કુંવરજીભાઈની ઈચ્છા સુરતમાં ગામડાના વિદ્યાર્થીઓને રહેવા કરવાની સગવડ આપી શહેરી કેળવણીનો લાભ મેળવી શકે તે માટે બોડિગ હાઉસ સ્થાપવાની ઉત્કટ ઇચ્છી હતી, પરંતુ ફડને અભાવ હતો. માટે કેળવણીની જરૂરિયાત પાટીદારોમાં પેદા થાય તે અંગે લખાણ લખ્યાં.૧૩ અંગ્રેજી કેળવણીની તેમજ અંગ્રેજી ભાષાના શિક્ષણની હિમાયત કરવામાં આવી. ખેડૂતોએ ધંધાકીય શિક્ષણ લેવું જોઈએ અને કૃષિ શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે માટે અંગ્રેજી શીખવું જરૂરી છે. કેળવણીને અભાવ ખેડૂતોની દૂરદશાનું કારણ છે એમ જણાવ્યું. પાટીદાર યુવકમંડળ Direct Action - સીધી જ કાર્યવાહી કરવામાં માનતું. ૧૯૦૯ પાટીદારોની પેટા જ્ઞાતિ બલેશ્વર પંચની એક સભા પલસાણ તાલુકાના ધરમદા ગામે મળી ત્યારે કુંવરજીભાઈએ વિદ્યાથી માટે બેંકિંગ હાઉસની જરૂરિયાત ઉપર ભાષણ કરી સારી અસર ઉપજાવી. પાટીદારો પેતાનો ફાળો આવાં સારાં કામમાં નોંધાવા તત્પર થયા. કાર્યને વરેલા કુંવરજીભાઈ લખાણેથી બેસી ના રહેતા મંડળના સાથીદારો સાથે નીકળી પડી તક જોઈ યાં બારમાના જમવાર થતાં ત્યાં ગાડા ઉપર ચઢીને બાળલને બંધ કરવા, મરણ પાછળના “હીના લાડવા” બંધ કરવા, રડવા ફૂટવાનું બંધ કરવા અને નાના નાના જ્ઞાતિ–પેટાજ્ઞાતિઓના ગોળ તેડી વિશાળતા પ્રાપ્ત કરવા ભાષણ આપતા.૧૪ નવેમ્બર, ૧૯૦૯ માં પાટીદાર હિતેચ્છું અને પટેલબંધુ એક થયા. ૧૯૧૨ થી કેવળ પટેલબંધ નામથી જ માસિક નીકળતું થયું. પટેલબંધુનો ફેલાવો ઘણું વધ્યો. વિષયનું વૈવિધ્ય આવ્યું. તેમાં પાટીદાર સામીપ્ય : ઑકટોબર ૮૭ થી માર્ચ ૧૯૮૮ [૧૯૩ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy