________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરાંત બીજી જ્ઞાતિના લેખકોને પણ સમાવેશ કરવામાં આવતો. જ્ઞાતિ સુધારણાની પ્રવૃત્તિને વેગ મળે. પાટીદારોની Caste Identity – જ્ઞાતિ સાથે તાદાત્મ્ય ઓળખની મજબૂત ભૂમિકા ઘડાઈ. સાથે સાથે ધંધાકીય તાદામ્ય Occupational Identity - પણ આવ્યું. ખેડૂતોની દુર્દશા માટે જવાબદાર પરિબળામાં તેમની અજ્ઞાનતા, કેળવણીને અભાવ, જ્ઞાતિના કુરિવાજો, દેવું–કરજ, લગ્ન અને મરત્તર ક્રિયા માટે થતા લખલૂટ ખર્ચા વગેરે જણાવવામાં આવતા. તેમની દુર્દશાને રાષ “પ્રપંચી પાપી વેપારીઓ” “હુરચા વાણિયાઓ”, “કપટી ઠગ શાહુકારો” હતા. પરંતુ સરકાર સામે કોઈપણ પ્રકારનો રોષ ન હતો. કવિ દલપતરામ ડાહ્યાભાઈની કવિતા “ખેડૂતો દરેક દેશમાં સ્તભંરૂપ છે' એ બતાવવા નાંધાતી કે “કણબી પાછળ ક્રોડ, કણબી નહિ કોઈની પાછળ'; પરંતુ એક વર્ગ તરીકે રાજકીય જાગૃતિનો અભાવ હતો. પરંતુ પાટીદાર પ્રતિનિધિ સમાજ અમદાવાદના વિખ્યાત બેરીસ્ટર પટેલ મગનભાઈ ચતુરભાઈના નેતૃત્વ હેઠળ ૧૯૦૯ માં સ્થપાયો હતો. જેનો હેતુ બીજા ગામના પાટીદારોને પણ જ્ઞાતિ સુધારણામાં ભેળવવાને હતિ. પટેલ બંધુમાં પણ નડિયાદના વિઠ્ઠલદાસ ધનજીભાઈ પટેલના ક્રમબંધ લેખે “ગુજરાતના પાટીદારોએ શીર્ષક હેઠળ આવવા માંડયાં હતા. પાટીદારોની એકતા, સંપ અને સુધારા ઉપર ભાર મૂકાતા.૧૫
પટેલબંધમાં ૧૯૦૯ થી કર્મવીર ગાંધીના ફેટા છપાવવા માંડયા. દક્ષિણ આફ્રિકાની લડતના સમાચાર સવિસ્તારથી આવતા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ટકે અને મદદ કરવા પાટીદારને વિનંતી થતી. સાથે સાથે ખેતી વિષયક વૈજ્ઞાનિક માહિતી ૨જૂ થતી. “ખેતીવાડી વિજ્ઞાન' પત્રના તંત્રી દુલેરાય સી. અંજારિયા અને મદ્રાસના ડેપ્યુટી ડાયરેકટર ઑફ એગ્રીકલ્ચર ગણપતરામ દયારામ મહેતાના લેખે છપાતા. જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, બીજ સુધારણું, સહકારી દુકાન, કૅ-પરેટીવ ક્રેડીટ સોસાયટી તેમજ ખેતીને માટે ઉપયોગી જાનવરોની પેદાશ સુધારવા વિષે લેખો આવતા. ૧૬
આ પ્રયાસોથી સંતોષ ના માનતા ૧૯૧૦ માં પાટીદાર યુવક મંડળે સુરતના પાટીદારોના સૂત્રધારાને વિશ્વાસમાં લઈ પહેલી પાટીદાર પરિષદ ૧૫, ૧૬, ૧૭ જાન્યુઆરી ૧૯૧૦ માં ચોર્યાસી તાલુકાના વાંઝ. ગામે બોલાવી. તેને ધ્યેય સમાજ સુધારણા અને ખેડૂતોના હિતને લગતા દરેક પ્રશ્નોની ચર્ચા કરવાને હતા. વખતોવખત ગુજરાતમાં લેઉવા, કડવા, માતીઆ, આંજણાની પેટાજ્ઞાતિ પરિષદો અલગ અલગ મળતી. જ્ઞાતિઓના કુરિવાજે વિરુદ્ધ અને ખેડૂતોને ખેતીવાડીનું શિક્ષણ આપતી ગુજરાતીના માધ્યમવાળી શાળા કૅલેજો ગામડા સુધી સ્થાપવા નામદાર સરકારને વિનંતી કરતા ઠરાવો પણ રજૂ થતા.
પરતુ સમગ્ર ગુજરાતના પાટીદારોની પેટાજ્ઞાતિને આવરી લેતી પરિષદ પહેલી વાર મળી. હવે પછી તાલુકાઓ, જિલાઓને આવરી લેતી પાટીદાર પરિષદ થવા માંડી. ૧૯૧૩ માં બારડોલી તાલુકામાં મોટા ગામે, ૧૯૧૪ માં સુરત ખાતે પાટીદાર પરિષદ ભરાઈ. ૩-૪– અને ૫ ફેબ્રુઆરી, ૧૯૧૭ માં ચોથી પાટીદાર પરિષદ કાઠિયાવાડના પાટીદારોને આવરી લેતી કાઠિયાવાડમાં જૂનાગઢમાં મગનભાઈ ચતુરભાઈ પટેલના પ્રમુખપદ હેઠળ મળી. આ પરિષદમાં કાયમી મહેસૂલ, વેઠને પ્રતિબંધ, મફત ફરજિયાત કેળવણી, ગ્રામ પંચાયતની સ્થાપના તેમજ મરણેત્તર વરા, બાળલગ્ન, દહેજપ્રથા નાબૂત કરતા ઠરાવ પસાર થતા. પ્રતિનિધિઓની સલાહકાર સમિતિ સ્થાપવામાં આવી. આમ, ૧૯૧૪ થી પાટીદાર કોમની એક વર્ગ તરીકેની જાગૃતિ જોવા મળે છે.
નાતિ પ્રથાના વર્ગ તરફ ઝડપથી પાટીદાર કોમે પ્રયાણ કરવા માંડયું. સાથે સાથે પાટીદાર જૂથની પ્રાદેશિક સુગ્રથિતતાના જોડાણાનો વ્યાપ પણ વધતો જતો હતો. ૧૯૧૩ માં હિંદભરના ખેડૂતોની કર્મ પરિષદ યુ. પી. ના બારાબાજી ખાતે ભરાઈ. તેમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર યુવક મંડળ તરફથી કવરજીભાઈએ ભાગ લીધે. પરિણામે કુંવરજીભાઈના પ્રયત્નથી ૧૯૧૪ માં ખેડા જિલ્લામાંના પ્રખ્યાત
૧૯૪]
સામીય : ઑકટોબર ૮૭ થી માર્ચ ૧૯૮૮
For Private and Personal Use Only