________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પષ્ટ પડશે આ વિભાગમાં પડતો આવ્યો છે. આ સમાજોને સારે એ ભાગ સામાન્ય રીતે જુનવટવાદી કે સ્થિતિરક્ષક વિચારો ધરાવે છે, જે કે એમાં કાળક્રમે પલટો આવતો રહ્યો છે, એટલે આ સમાજનાં સોના એક ભાગને પત્રની આ નીતિ નથી ગમતી. તેઓ તેને વિરોધ કરે છે. કેટલીક વેળા આ વિરોધ મર્યાદાની હદ ઓળગી જતાં, ખફા થયેલા જનવટવાદીઓના હસ્તે “મુંબઈ સમાચાર'ના તંત્રીઓને શારીરિક યાતના પણ સહન કરવી પડી છે. ફરદુનજી મર્ઝબાનને શહેનશાહીઓને સામને કરે પડે, કરસનદાસ મૂળજીને જદુનાથજી અને વિષ્ણુ મહારાજને રોષ વહાર પડે, નર્મદને પોતાના ભાઈઓના ખેફના ભોગ બનવું પડે એ તો ત્યારે સમય જોતાં સમજ્યા, પણ વીસમી સદીના અંત તરફ આપણે ઝડપી પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારેય સ્વતંત્ર દિમાગના પત્રકારને આવી પરિસ્થિતિનો ક્યારેક સામને કરવાનો થાય ત્યારે, વર્ષોના પ્રચાર પછી સમાજે “સુધારાને સાર” સ્પષ્ટ સમજ્યા છે ખરા ? એવો સવાલ પૂછવાનું મન થાય.
મુંબઈ સમાચાર” એના પ્રારંભનાં વર્ષોમાં મુખ્યત્વે પારસીઓનું પત્ર હતું. ગુજરાતી પત્રકારત્વને લગભગ આખોય પ્રથમ યુગ એ પારસીઓને યુગ છે. પત્રની માલિકી, પત્રકારોની સંખ્યા, વાચકવર્ગ વગેરે દષ્ટિએ પણ સમય વહેતા ગયે, “મુંબઈ સમાચાર” વેપારી વર્ગનું વાજિંત્ર બન્યું, પારસીઓ વ્યાપાર
ગ છેડી નોકરીઓ તરફ વળ્યા અને “મુંબઈ સમાચાર”ની લેકપ્રિયતા ભાઈબંધ વ્યાપારી સમાજમાં વધવા માંડી. એમાં સ્વાભાવિક પારસી પ્રશ્નોની ચર્ચા છણાવટ ઓછી થતી ગઈ અને વખત જતાં લગભગ બંધ થઈ ગઈ.
વરસો પછી, પારસી સમાજના સુધારક ગણાતા વર્ગને એમ લાગવા માંડયું કે તેમના અવાજને ગુગળાવવામાં આવે છે, તેમની વિચારણાને વાચા આપનારુ કોઈ નથી. “કયસરે હિન્દ” બંધ થઈ જતાં આવી સ્થિતિ વિશેષ સ્પષ્ટ બની. મીનું દેસાઈના તંત્રી પદ દરમ્યાન “મુંબઈ સમાચાર”માં “પારસી તારી આરસીએના વિભાગ શરૂ થયો અને ધીમેધીમે જોર પકડતો ગયો. એથી ઉત્તેજિત થઈ પત્રના સંચાલકાએ પારસી ચર્ચા સપ્તાહમાં બે વેળા આપવા માંડી-ગુરુવારે ગુજરાતીમાં અને રવિવારે અંગ્રેજીમાં. આ કતારોનું આકર્ષણ પારસી સમાજમાં દિનપ્રતિદિન વધતું રહ્યું છે. નિયમિત “મુંબઈ સમાચાર” ન વાંચનારા પણ આ કતારે વાંચવા જિજ્ઞાસા ધરાવે છે. “જામે જમશેદ” દૈનિકનું કદ કથળતું જાય છે તે હકીકતમાં વખતના વહેવા સાથે “મુંબઈ સમાચાર” પારસી સમાજમાં વિશેષ પ્રસાર પામે પણ ખરું.
કમબઈ સમાચાર” સામાન્ય રીતે સુધારક પ્રવૃત્તિઓનું, વિચારધારાનું પુરસ્કર્તા છે, પણ વિરોધી વિચારોને ગુગળાવવાનું એણે હિતાવહ માન્યું નથી. પિતે સુધારક વિચારોને પ્રસાર કરે તો સામે સ્થિતિરક્ષક કે જનવટવાદી વિચારધારાનું સમર્થન કરતો પ્રત્યુત્તર આવે તો પત્ર તેને ખેલદિલીપૂર્વક આવકારે છે અને તેને પોતાની કતારોમાં સ્થાન આપવાની કાળજી રાખે છે. એમ કરતાં પત્રને અંતે સંપાદકની નોંધ” ઉમેરી સંપાદક કેટલીક વેળા સાથોસાથ પોતાના વિચારો દર્શાવે છે અને ચર્ચાને જીવંત બનાવે છે.
એક સદી અને સાડા છ દસકા દરમ્યાન આ પત્રની મજલને આગળ લઈ જવામાં તથા તેની ઉપયોગિતા અને પ્રતિષ્ઠા વધારવામાં અનેક નિષ્ઠાવાન પત્રકારોને હિસ્સો છે. એ સૌને આ લધુ લેખમાં સંભારવાનું શક્ય નથી, પણ જે ત્રણ તંત્રીઓએ આ દિશામાં ભારે મૂલ્યવાન અર્પણ કર્યું છે તે વિશે સંક્ષિપ્તમાં જોઈએ. ફરદુનજી મર્ઝબાન વિશે ઉપર ઉલ્લેખ થઈ ગયો.
૧૮૬૬ ના જૂન માસના પાછળના ભાગના અંકમાં પત્રને છેક છેવટે આ પ્રમાણેની નોંધ વંચાય છે: “આ મુંબઈ સમાચાર પત્ર” મુંબઈની કોર્ટમાં દેવળના મહેલામાં “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”ની પાસે નંબર ૧ સામય : કટોબર '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૧૮૫
For Private and Personal Use Only