SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ નિવેદન પ્રમાણે પત્રકારે વિના કારણે કેઈને માટે માઠું લખવું નહિ, પોતા માટે કોઈ અયોગ્ય બોલી બોલે તે તેને સામો કડક શબ્દ સંભળાવ નહિ, બિનઉપયોગી ભાંજગડમાં પડવું નહિ, ટંટા/પત્રોની ગરજ સારે એવાં ચર્ચાપત્રોને પોતાનાં છાપામાં સ્થાન આપવું નહિ, બને ત્યાં સુધી ધર્મની ચર્ચામાં પડવું જ નહિ અને તેમ કરવાની જરૂર જ જણાય તે જે ધર્મ સંબંધી વિવાદ ઉપસ્થિત થયે હેાય તે ધર્મને વડાની આજ્ઞા મેળવવી, સારા-માઠાને સત્વરે પિછાનવાની બુદ્ધિ ખીલવવી અને ગુજરાતી ભાષામાં અરબી કે ફારસી ભાષાના શબ્દો ભેળવવા નહિ જેથી બિનપારસીઓ, ખાસ કરી હિંદુ વાચકે પણ તે બરાબર સમજી શકે વગેરે. ૧૬૫ વર્ષ પ્રમાણમાં લાંબો સમયગાળે છે. આવા લાંબા ગાળા દરમ્યાન સમાજમાં, દેશમાં, પ્રજની વિચારસરણીમાં મોટું પરિવર્તન આવે એ સ્વાભાવિક છે. આ દેશમાં પણ આમ થયું જ છે. પરિવર્તન પામતા સમાજમાં પત્રની નીતિ પલટાય, પરંતુ “મુંબઈ સમાચાર” માટે એટલું કહી શકાય કે તેના પ્રથમ પ્રવર્તકે તેના માટે નીતિ-નિયમને જે માગ કંડારેલો તેના પર ચાલવાને તેમના સ્થાને આવનારાએ નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે. ફરદુનજી મર્ઝબાન સામાન્ય માનવી નહિ, એક ફિરસ્ત હતા. મુંબઈ છોડી દમણ જતાં ત્યાં એમણે પોતાનું બાકીનું જીવન જે રીતે પસાર કર્યું તે આ વાત સ્પષ્ટ કરી જાય છે. માનવસમાજ જેના માટે ગર્વ લે એવા આ મહામાનવ દ્વારા આ પત્રને ઉદ્દભવ થયો અને આ આનંદસંતોષની વાત છે કે એમના સ્થાને આવનારા ઘણા જીએ એમની વિચારસરણી-નીતિરીતિનું અનુસરણ કર્યું. ઉપરના લાંબા સમયગાળા દરમ્યાન પત્રના સઘળા જ માલિકે પારસીઓ રહ્યા છે અને અલ્પ સમયના બે અપવાદ બાદ કરતાં તંત્રીઓ પણ. આ બે અપવાદો તે જનાર્દન વાસુદેવ અને તેમના ભાઈ વિનાયક વાસુદેવ. બન્ને મહાવિદ્વાન, એમાંના પહેલા ત્યારની મુંબઈની વડી અદાલતના પ્રથમ હિંદી કામચલાઉ ન્યાયમૂતિ નિમાયા અને બીજા સરકારના “ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર” બન્યા. આશ્ચર્યજનક લાગે એવી આ વાત એ છે કે આ બન્ને વિદ્વાન મરાઠી હતા અને પારસી માલિકીના ગુજરાતી છાપાના તેઓ ટૂંક સમય માટે પણ તંત્રી બન્યા. આ બાબત અવશ્ય રસમય અને નોંધનીય છે. પણ વધારે માંધનીય વાત તો એ છે કે “મુંબઈ સમાચાર” સવિશેષ ગુજરાતી હિંદુઓનું અને તેમાંય હિંદુ વેપારી વર્ગનું અતિ પ્રિય પત્ર છે. છતાં, ઉપરનાં અ૮૫ સમયના તંત્રીપદના અપવાદને બાદ કરતાં. તેની માલિકી, સંચાલન, તંત્રી સ્થાન પારસીઓ હસ્તક રહ્યાં છે. આ પત્રે હિંદુ અને પારસી સમાજ વચ્ચે અને આમ જોઈએ તો સૌ સમાજ વચ્ચે, મીઠે સંબંધ બાંધવામાં અને જાળવવામાં સરસ ફાળે આપે છે. “મુંબઈ સમાચાર”ના સૂત્રધારો ભાઈબંધ સમાજોમાં કેટલો આદર અને વિશ્વાસ ધરાવે છે એની પ્રતીતિ વિવિધ પ્રસંગે પ્રજાએ આપી જ છે. આ વૃત્તપત્ર પ્રજાના ખાસ કરી ગુજરાત સૌરાષ્ટ્રની પ્રજાના સુખ-દુઃખનું સાથી રહ્યું છે. આ ભાગોમાં પડેલા કારમા કેપો પ્રસંગે જરૂર જણાતાં કે ગુજરાતને સાદ સંભળાતા એણે વિપત્તિઓમાં મુકાયેલાઓને સહાયભૂત થવા જુદે જુદે પ્રસંગે લાખ રૂપિયા ભેગા કરી આપ્યા છે. એના રાહત-વહીવટમાં પ્રજાનો એટલે વિશ્વાસ કે પત્ર પોતે જઈને કહે કે હવે કાળા સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે ત્યાં સુધી નાણોને ધોધ વહેતો રહે. પ્રજાએ આપેલાં નાણાંને પ્રામાણિક વહીવટ થાય અને પીડિતાનાં દુઃખ બને એટલાં પ્રમાણમાં ઓછાં થાય એ માટેની પત્રના સંચાલકોની ચીવટ અને કાળજી આદરપાત્ર બની છે. પત્રના વિશાળ વાચકવર્ગ હિંદુ છે. ખાસ કરી વેપારીઓ, પણ તે ભેગા ભાઈબંધ સમાજમાં પણ પત્રને સારો ફેલાવો છે. પારસી, હોરા, મુસ્લિમ વગેરે સમાજને લગતા વિભાગને પત્રમાં લાંબા સમયથી સ્થાન અપાતું આવ્યું છે. એમ કરતાં પત્રની સામાજિક અને ધાર્મિક ક્ષેત્રો જે સુધારક નીતિ છે એને ૧૮૪] [સામીપ્ય ? ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy