SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાળા ધરમાં પેાતાને વાસ્તે માણેકજી બોરજી મીનાચહેરહેામજીનાએ છાપ્યું છે.” તા. ૨૭-૬-૧૮૬૬ થી માણેકજી મીનાચહેરહેામજીના આ પત્રના માલિક અને તંત્રી બને છે. તા. ૨૯-૩-૧૮૯૮ ને દિને એમના દેહાંત થયા, યાને લાગટ ૩૨ વર્ષ સુધી તેઓએ આ સ્થાન સંભાળ્યુ. પત્રના ઉદ્દયકાળ એમના સમયમાં થયે. માણેકજી એમના સમયના સંસ્કારવામી હતા. એક બાજુ સમાજના હિતની કાંઈ કેટલીય પ્રવૃત્તિએ સાથે એમણે પેાતાની જાતને સાંકળી તો ખીજી બાજુ કાંઈ કેટલાંય નાનાં-મોટાં પત્રા, સામયિકા કાઢયાં, વેચાણુ લીધાં, ખીલવ્યાં અને ન ચાલ્યાં એ બંધ પણુ કર્યા. “દાતરડું” અને “હિંદી પંચ” [અંગ્રેજી-ગુજરાતી] જેવાં પ્રકાશના દ્વારા આપણા પત્રકારત્વની હળવી બાજુ ખીલવવામાં પણ એમણે ફાળા આપ્યા. આર. પી. કરકરીઆ જેવા પત્રકારત્વના અભ્યાસીએ તેમને “મુંબઈ સમાચાર”ને તેની અત્યારની ઊંચાઈએ પહોંચાડનાર અને હિંદમાં પત્રકારત્વની બાબતમાં અનુપમ સેવા બજાવનાર માનવી તરીકે ઓળખાવી ઉમેર્યુ છે કે આવા ખ્રુદ્ધિશાળી અને ઊંચા ચારિત્ર્યવાળા માનવીએ મુંબઈના જાહેર આગેવાનામાં ઊંચું સ્થાન મેળવ્યું હેાત, પરંતુ પેાતાના કેટલાક સમકાલીનેાની માફક ભાષણે કરીને આગળ આવવાનું પસંદ કરવાને બદલે તેમણે પેાતાના અખબાર મારફત લેાકમત પર અસર કરવાનું અને એને ઘડવાનું વધારે પસંદ કર્યુ છે.” આ પત્ર સાથે પૂરા ચાર દસકા સુધી સંકળાયેલે બીજો મહારથી તે મહેરજીભાઈ પાલનજી માદન. નાની પાયરીએથી શરૂઆત કરી એ પત્રના તંત્રીસ્થાને પહેાંચ્યા તે ભેગા આદશ પત્રકાર તરીકે ભારે કીર્તિ કમાયા. *બઈ સમાચાર' વેપારીવર્ગનુ વાજિંત્ર હેાઈ મહેરભાઈ વેપારી વિષયાના ઊંડા અભ્યાસ કરવાની આવશ્યકતા પિછાનતા. પરિણામે તેમના લેખે અને વેપારી વિષયે વિશેની પત્રની રજૂઆત જાણકાર અને લાગતાવળગતા વર્ગમાં આદરપાત્ર બનતી. મહેરજીભાઈની આ દિશામાંની જાણકારી અને અભ્યાસ એટલાં ઊંડા હતાં કે એ પત્રકાર હેાવા છતાં મહત્ત્વના વેપાર વાણિજ્યના વિષયમાં વેપારી વર્ગ" કે તેમના મ`ડળા એમનું મા દર્શીન માંગતા અને ઇન્ડિયન મન્ટ્સ ચેમ્બરે તેમને તેની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન આપ્યું. સાવ સામાન્ય શાળા શિક્ષણ મેળવનાર, અગિયાર વર્ષની વયે માસિક રૂપિયા બારના પગારે મુંબઈ સમાચાર” સાથે સબધ જોડનાર આ જીવ સાચા અર્થમાં પત્રકારત્વના જીવ હતા, એટલે ૧૮૭૫ થી ૧૯૧૫ ના ચાર દાયકા દરમ્યાન વૃત્તવિવેચનને ક્ષેત્રે એ આગળ વધતા ગયા, “મુંબઈ સમાચાર”ને આગળ લેતા ગયા અને ગુજરાતી પત્રકારત્વની આલમમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું કે અમદાવાદના પ્રેમાભાઈ હાલમાં ગુજરાતી પત્રકાર પરિષદ મળી ત્યારે એ તેના પ્રમુખસ્થાને હતા. આ પ્રસંગે તેમણે કહ્યુ હતું : એક સાચા પત્રકારની ફરજ પ્રામત કેળવવાની, તેને દરેક દિશામાં આગળ વધવાને માર્ગ બતાવવાની અને સરકાર તથા પ્રજાને એક બીજાની નેમ સમાવી તેએ વચ્ચેના સબંધને બની શકે એટલેા વિશ્વાસ અને એખલાસ ભર્યા બતાવવાની છે.” ૧૯૧૫ માં મુંબઈ સમાચાર” સાથેના સબંધ તેમણે છે।ડતા આ પત્રના એક વધુ તબક્કો-યાદગાર તબક્કો પૂરા થયા. એ પછીથી આ પત્રને કા ભાર કથળે છે. માણેકજી બરજોરજી મીનાચહેરહેામજીના જેવા પતિ પત્રકારના પુત્ર કેખુશરૂ, જેએ પિતા પછી પત્રના માલિક બન્યા છે તેમનું નબળુ` સ્વાસ્થ્ય અને ખીજાય કારણેાને લઈ પત્રનું સૉંચાલન કરવું તેમના માટે મુશ્કેલ અને આર્થિક જવાબદારી વધતાં સન ૧૯૨૧ માં તેએ છાપખાનુ અને પત્ર નવરાજી હેારમસજી બેલગામવાળાને વેચી નાંખે છે. બેલગામવાળા ૉંગ્રેસ તરફી વિચારા ધરાવતા, ગાંધીજી માટે એમને ધણુા આદર હતા તે ભેગા ભારતના રાજકારણને ક્ષેત્રે આગળ આવવાની તેમની તીવ્ર ઇચ્છા હતી. સરકારપક્ષી આગેવાન અંગ્રેજી અખબાર “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા”ને સબળ સામના કરતું ગુજરાતી પત્ર પેાતાનું મુંબઈ સમાચાર' અને એ વિચારે એ ડાલી ઊઠતા. આ વિચારણાને ૧૮૬] [સામીપ્ટ : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy