SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સ્વરૂ૫ તથા સંરચનામાં, જાણે નવા અવતારે નાટકમાં રજૂ થયું છે. આનંદ કહે છે કે આ પ્રકારના સામ્યનો ત્યાગ ન કરે, ન જ કર, Plagiarism વિષે ચર્ચા કરતાં “એન્સાઈકલોપીડિયા અમેરિકા”માં "However, the use of themes and ideas common to every educated man is considered inevitable, and is not plagiarism. The mere treatment of a subject identical with that dealt by someone else is not forbidden either”. એમ સ્પષ્ટ જણાવ્યું. એક વધુ દાંત લઈએ તો પ્રાચીન કવિઓએ ગાયેલા કૃષ્ણના રાધા પ્રત્યેના પ્રણયની કથાને આધારે જયદેવે “ગીતગોવિંદ” ની રચના કરી, સૂરદાસે હિન્દીમાં “ભ્રમરગીત” ની. બંને રચનાઓ આ કક્ષામાં આવે. કાલિદાસનાં “રઘુવંશ” અને તુલસીદાસનું અમર કાવ્ય “રામચરિતમાનસ” આ જ પ્રકારનાં કાવ્યો છે. આનંદ સ્પષ્ટતા કરે છે કે કેઈએ પણ બે આત્મા સમાન હોય તો પણ કાવ્યમાં તે સર્વથા સમાન હતાં નથી, તે સંદર્ભમાં સાચું છે. ત્રણેય પ્રકારોમાં પ્રથમ કરતા દ્વિતીયમાં અને દ્વિતીય કરતાં તૃતીયમાં, અનુકરણ કરનાર કવિની પિતાની આગવી, એવી પ્રતિભાની શક્તિ, સાત્વિકતા, મૌલિકતા પ્રગટ થવાને વધુમાં વધુ અવકાશ છે. સંવાદનું ત્રીજા પ્રકારનું સામ્ય તેને માન્ય છે તેથી તેને જરા વિગતે આનંદ આ રીતે રજૂ કરે છે– आत्मनोऽन्यस्य सद्भावे पूर्वस्थित्यनुयाय्यपि । वस्तु भातितरां तन्व्याः शशिच्छायमिवाननम् ॥ तत्त्वस्य सारभूतस्यात्मनः सद्भावेऽप्यन्यस्य पूर्वस्थित्यनुयापि वस्तु भातितराम् । पुराणरमणीयच्छायानुगृहीतं हि वस्तु शरीरवत्परां शोभां पुष्यति । न तु पुनरुजतत्वेनावभासते । तन्व्या: शशिच्छायमिवाननम् । ચંદ્રની આભા ધરાવતા સુંદરીના મુખની માફક અન્ય કોઈક કાવ્યનાં હાર્દ અને સૌંદર્યની છાયા ગ્રહણ કરતી વખતે નૂતન પ્રવર્તિત કાવ્યનું સૌદર્ય વિશેષ શોભે છે. અહીં મહત્ત્વ એ બાબતનું છે કે ચંદ્રની આભા સુંદરીના મુખમાં જોવામાં આવે છે તેનાથી મુખ જ સવિશેષ દીપી ઊઠે છે. આ જ રીતે આગલાં કાબેન હાની છાવાનું પ્રહ કરનારા અનુગામી કાવ્યમાં બની શકે છે. તુર કક્ષાના “શકુન્તલેપાખ્યાન” ઉપરથી કાલિદાસે “શાકુન્તલ” ની રચના કરી અને ઉચ્ચતર કક્ષાના “રામાયણ” ની પ્રેરણા લઈ તુલસીદાસે તેમના “રામચરિતમાનસ” નું સર્જન કર્યું આ બંને તેમની પોતપોતાની રીતે આ ત્રીજા પ્રકારનાં સંવાદમાં મૂકી શકાય. આ જગતમાં સ્કૂલ અને સૂક્ષ્મ રીતે જે કઈ રમ્યતા ભરી છે તે અનેક સહદોને આકષ્ટ કરે છે અને તેથી તે કોઈ એક જ કવિની મિલકત બની શકતી નથી. રમ્યતાની છાયા તમામ કવિઓ ગ્રહણ કરે, તે પછી તેની રજૂઆત, સાકારતા, સૌદર્યમંડન વગેરે તે દરેક કવિની પોતપોતાની પ્રતિભાને આધીન છે. આથી યોગ્ય જ રીતે ૪.૪ માં આનંદ કહે છે. दृष्टपूर्वा अपि ह्याः काव्ये रसपरिग्रहात् । सर्वे नवा इवाभान्ति मधुमास इव द्रुमाः ।। અને આ આખી ચર્ચાને અ તે આનંદ કહે છે તે પણ તેની વિદ્વત્તાના પ્રમાણુરૂપ છે? यदपि तदपि रम्यं यत्र लोकस्य किञ्चित स्फुरितमिदमितीयं बुद्धिरभ्य ज्जिहीते । अनुगतमपि पूर्वच्छायया वस्तु तादृक् सुकविरुपनिबध्नन्निन्द्यतां नोपयाति ।। વળી અહીં એ પણ નોંધપાત્ર છે કે જે કવિઓ બીજા કવિઓનું આટલું ૫ણું અનુકરણ કરતા નથી. કરવા ઈચ્છતા નથી, વાપીન શત fણ સિદ્ધિમત: ની માફક પોતાની પૂરી રચનાને શરીરી સામીપ્ય : ઓકટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૧ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy