SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra અનન્યામ કાવ્યની તુલનાએ પ્રમાણમાં વધુ સારું હોય છે, કારણ, મૂળ કાવ્યના પ્રતિબિંબને બદલે કાવ્ય ચિત્ર સમું લાગે તેમાં મૂળનું અનુકરણ તે પ્રધાન છે જ, છતાં તેમાં ચિત્રકારની માફક જ કવિનું પિતાનું પ્રતિભાજન્ય સર્વ નિદાન અ૫ પ્રમાણમાં પણ આવે છે. કાલિદાસે રામાયણ, વગેરેનું જે અનુકરણ કર્યું છે તે આ કક્ષામાં શેકસપિયરે કર્યું છે, છતાં પોતાની અનેખી કવિપ્રતિભાથી તેને મંડિત કય" છે. આમાંનું કેટલુંક આ પ્રકારમાં આવી શકે. ““મેધદત” ની રચના બાબત ટીકાકાર મહિલનાથ કહે છે–સીતt afત રામ0 સૂનુમસ જે મનસિ નિધાય મેધસેટેલાં વ: તવાન્ | અર્થાત “સીતા પ્રત્યેના રામના હનુમાન દ્વારા મોકલેલા (પ્રણય) સંદેશને મનમાં રાખીને કવિએ “મેઘસ દેશ” ની રચના કરી”. આ વાત સાચી હોય તે પણ કાલિદાસનું “મેઘદૂત' રામાયણની પ્રસ્તુત કથાનું ચિત્ર નથી. આગળ જોઈશ તે ત્રીજા પ્રકારમાં આ કાવ્ય આવશે. પરંતુ “મેધદૂત” ની પાછળ બીજાં અનેક “ચંદ્રદત” વગેરે કાવ્ય રચાયાં છે તે પૈકી ઘણાં આના ચિત્રાકાર સમાં છે. આમાં કવિની પ્રતિભા મૂળના અનુકરણ છતાં પોતાનું આગવું કેટલુંક ઉમેરે છે તેથી તેને ચિત્રકાર સમું કહી શકાય. ચિત્રમાં મૂળને ક્ષણવાર માટે સાકાર કરી દેવાની ક્ષમતા હોય જ છે, અને તેથી જ તે શ્રીશંકકનો “ચિત્રતુરગન્યાય” જાણીતું છે. ચિત્રકારની પોતાની કલાની માફક કોઈકનું અનુકરણ કરવા છતાં કાવ્યમાં કવિનું પણ કશુંક ચોક્કસ પ્રદાન મળે છે. આથી આને કેવળ પ્રતિબિંબ સમા કાવ્ય કરતાં આનંદ વધુ સારું ગણે છે. છતાં તેને મતે આ કાવ્ય તુછાત્મક છે તુરછત્મક કહેવામાં આવ્યું છે તેનાં બે સંભવિત કારણે ગણી શકાય: (૧) મૂળનું હાર્દ ઝાંખું છતાં નવા કાવ્યમાં જોવા મળે છે. (૨) કવિ પિત મૂળના હાર્દને આધીન છે અને અનુકરણને ઢાંકી દે તેટલા પ્રમાણમાં પિતાની પ્રતિભાથી ક૯િ૫ત અવનવા હાદથી મંડિત કરી શકી નથી. આથી વાસ્તવમાં આ પ્રકારનું કાવ્ય પણ આનંદને મતે વર્યું છે. (૩) સુવિત –એક કવિ બીજા કવિતા કાવ્યના હાર્દનું વસ્તુ-વિષયનું અનુકરણ કરે અને કાવ્યની સંરચના, તેની આકતિ રીતિ, ભાષા વગેરે કવિનાં પિતાનાં હોય, આનંદને મતે આ પ્રકારનું અનકરણ આવકાર્ય છે. તાવિક કહી શકાય એવા આ અનુકરણમાં માનવજીવનના શાશ્વત અને તેથી પુરાણું છતાં સદાનવીન ભાવોની પ્રેરણા કવિ બીજેથી લે છે, તેને સંસ્કારે, ન ઓપ આપે અને સાથે તેના શરીરને પોતાની રીતે સાકાર કરે શરીરી એટલે આત્મા એટલે હાર્દનું અનુકરણ આ રીતે થાય તે છતાં આમાં કવિને વિશેષ અવકાશ પિતાનું સત્વ આપવા, જૂનાને સંસ્કારી તેમાં નવી ભાત પાડવાને રહે છે. કૃષ્ણ ચૈતન્ય કહે છે તેમ It is this creativity, Rajashekhar points out, that enables the poet to obliterate the ordinary distinctions between flaws and excellences. The real poet transmutes flaws ihto excellences. The poetaster ruins his poetry even with what are usually recognised as excellence." રામાયણ” ની કથામાં રામના સીતા પ્રત્યેના અનેરા પ્રણયને આધાર લઈ ભવભૂતિએ “ઉત્તરરામચરિત”ની રચના કરી તે આ જ પ્રકારનું ઉદાહરણ ગણુય. “રામાયણ” ની માફક “ ઉત્તરરામચરિત” માં | રામનો સીતા પ્રત્યેનો પ્રણય કેન્દ્રગત છે, છતાં એ પ્રણયકથાનું હાર્દ સંસ્કારાયું છે અને નવા ૧૫૦] [સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy