SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કારણસર સંવાદે હમેશાં અનિચ્છનીય નથી. આ પ્રકારની પ્રતીતિ આનંદે આ સંવાદના ત્રણ પ્રકાર તથા તેની ટૂંકી સમીક્ષામાં આપણને કરાવી છે. હવે આપણે આ ત્રણ પ્રકારો ટૂંકમાં સમજી લઈએ. આનંદ કહે છે : तत्र पूर्वमनन्यात्म तुच्छात्म तदनन्तरम् । तृतीयं तु प्रसिद्धात्म नान्यसाम्यं त्यजेत्कविः ।। तत्र पूर्व प्रतिबिम्बकल्पं काव्यवस्तु परिहर्तव्यं सुमतिना । यतस्तदनन्यात्म तात्त्विकशरीरशून्यम् । तदनन्तरमालेख्यप्रख्यमन्यसाम्यं शरीरान्तरयुक्तमपि तुच्छात्मत्वेन त्यत्तव्यम् । तृतीयं तु विभिन्न कमनीयशरीरसद्भावे सति ससंवादमपि काव्यवस्तु न त्यक्तव्यं कविना । न हि शरीरी शरीरिणान्येन सदृशोऽप्येक एवेति शक्यते वक्तुम् । (૧) નામ – અભિનવ આ પ્રથમ પ્રકારનો સંવાદ આ રીતે સમજાવે છે अनन्यः पूर्व निबन्धकाव्यादात्मा स्वभावो यस्य तदनन्यात्म येन रूपेण भाति, तत प्राक्कविस्पृष्टमेव यथा येन रूपेण प्रतिबिम्बं भाति, तेन रूपेण बिम्बमेवैतम् । तत्कीदृशंमित्यत्राह - तात्त्विकशरीरशून्यमिति । न हि तेन किञ्चिदपूर्वमुत्प्रेक्षितं प्रतिबिम्बमध्येवमेव । અર્થાત “પૂર્વે જેની રચના થઈ છે તેનાથી જ નથી આત્મા એટલે કે સ્વભાવ જેને, તે અનન્યાત્મ જે રૂપે (કાવ્ય) પ્રતીત થાય છે તે આગલા કવિ દ્વારા રજૂ કરાયું જ છે, જેમ કે જે રીતે પ્રતિબિંબ પ્રતીત થાય છે. એ રૂપે જ આ બિમ્બ છે. પરંતુ તે સ્વયં કેવું હોય છે તે બાબત કહે છે-તાત્વિક શરીરથી રહિત. એ (નવા કવિએ) કશું જ અપૂર્વ (આપવાની) ઉઝેક્ષા નથી કરી, પ્રતિબિંબ પણ તેવા જ પ્રકારનું હોય છે.” અર્થ આ પ્રમાણે થશે. કાવ્યમાં બધી દષ્ટિએ એટલું અનુકરણ હેાય કે એક કાવ્ય મોટા ભાગે બીજાને સમાને લાગે; બીજુ કાવ્ય જુદા શબ્દોમાં હોય તો પણ આમ બને, આનંદ વૃત્તિમાં આને “પ્રતિબિંબને સમાન કાવ્યવસ્તુ' કહે છે અને તેને ત્યાજ્ય ગણે છે. સામાન્ય રીતે, જેમની પ્રતિભા ઓછી હોય તેવા કવિઓ આવું અન્ય ઉચ્ચતર કવિઓનું અનુકરણ કરે. દાખલા તરીકે અશ્વઘોષના કેટલાક કો કાલિદાસના લેકો સમાન લાગે છે. ત્યાં અલ્પષના શ્લોક પ્રતિબિંબક૯૫ છે અને આ કક્ષામાં આવે છે. બને છે એવું કે ઓછી પ્રતિભાથી અન્વિત કવિ, ડી કહે છે તેમ ભૂતે કહેને ...વાઘેવીની ઉપાસના કરે, ન પણ કરે અને મોટા કવિઓનું અનુકરણ કરે, ત્યારે જે કાવ્ય સર્જાય તે અનુકરણ રૂપે માત્ર હોય. આનંદને અનુસરણુને વિરોધ નથી, છતાં જ્યાં કેવળ અનુકરણ હોય, બીજુ કશું નહીં, તેવી કાવ્યરચના ત્યાજય છે. આવી બાબતમાં મૂળ કાવ્યના અનુકરણ કવિને મુશ્કેલ પડશે, તે કરે તે પણ વાચકને રૂચિકર નહીં બને એવો સંભવ છે. આમ અન-અન્યાત્મ એટલે પ્રતિબિંબતુલ્ય, એટલે એવું કાવ્ય જેમાં અનુકરણ કરનાર કવિનું પોતાનું વિત્ત જોવા ન મળે, એક અને બીજા કાવ્ય વચ્ચે જુદાપણું ન હોય, અભિનવે જે અર્થ કર્યો છે તેમાં– શ્રી વિપૂર્વમુવંહિત્ત પ્રતિવિશ્વમવેરમેવા એ વિધાન મહત્વપૂર્ણ છે. (૨) માયાવરવત - એક કાવ્ય બીજા કાવ્યના ચિત્ર સમું લાગે, નવા કાવ્યને આકાર મળ કાવ્યના ચિત્ર જેવો હોય તે બીજા પ્રકારનો સંવાદ. આ પ્રકારનું કાવ્ય પ્રથમ પ્રતિબિંબવત સામીપ્ય : ઑકટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૪૯ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy