SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra લાકોક્તિ અલંકાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પી. ચુ. શાસ્ત્રી શબ્દો કાવ્યશરીરનાં ઘટક તત્ત્વો હોય છે. તેવી જ રીતે રૂઢ પ્રયાગ। પણ કાવ્યની રજૂઆતને આકર્ષીક બનાવનારાં તત્ત્વા છે. લેકવ્યવહારમાં પણ આવા રૂઢ પ્રયોગા ચલણી જોવા મળે છે, કારણ કે તેનાથી વક્તાના મુદ્દો અસરકારક રીતે રજૂ થઈ શકે છે. આમ રૂઢ પ્રયોગા અથની અભિવ્યક્તિ અથવા સૂચના સારી રીતે કરી શકે છે. ભાષામાંની કેટલીક કહેવતા પણ રૂઢ પ્રયોગેાના જેવી જ હોય છે. આવી કેટલીક કહેવતો અને રૂઢ પ્રયોગા કાવ્યની શાભા વધારતાં હોવાથી અલંકાર કહી શકાય. લાક વ્યવહારમાં પ્રચલિત આવા રૂઢ પ્રયોગ અને કહેવતો સૈકાઓથી જાણીતાં હાવા છતાં તેને લેાકેાક્તિ અલંકાર' કહી સ્વતંત્ર અલંકારના દરજો આપવાનું કાય' અપ્પય દીક્ષિતે પોતાના કુવલયાન”માં સ પ્રથમ માડે મોડે કર્યુ છે. પેાતાના ‘કુવલયાનન્દ’માં અપ્પય દીક્ષિતે લેાકેાક્તિ અલંકારને સર્વ પ્રથમ સ્વતંત્ર અલકાર ગણ્યા છે. લોકોક્તિ અલંકારની અપ્પય દીક્ષિતે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. જ્યાં લાકામાં જાણીતી ઉક્તિનું અનુકરણ કરવામાં આવે ત્યાં લોકોક્તિ અલકાર થાય છે.”૧ આમ લેકમેલીમાં જાણીતી ઉક્તિ લેાકેાક્તિ અલકાર રચે છે, કારણ કે તેનામાં કાવ્યસૌંદય રહેલું છે. અલ્પય દીક્ષિતે લેાકેાકિત અલ`કારની વ્યાખ્યા આપ્યા પછી લેાકેાક્તિ અલંકારનાં એ ઉદાહરણા આપ્યાં છે. આમાંથી પહેલા ઉદાહરણમાં એક વિરહી વ્યક્તિને ચાર મહિના વધુ સહન કરી લેવાની વાત કરવામાં આવી છે. આ ઉદાહરણુ મહાકવિ કાલિદાસના ખડકાવ્યમાં મેચદૂતની યાદ આપે છે. કારણ કે મે‰દૂત ખંડકાવ્યમાં યક્ષ યક્ષપત્નીને વધુ ચાર મહિના અખા મીચીને” સહન કરવાની ભલામણ કરે છે; ત્યાં જ ‘નોને મીયિત્વા એ લેકમાં જાણીતી ઉક્તિ રજૂ કરવામાં આવી છે. તેતે જ પા અપ્પય દીક્ષિતના લેાકેાક્તિ અલંકારના પ્રથમ ઉદાહરણમાં આપણને સંભળાય છે, એ દૃષ્ટિએ જોતાં મેદૂતની પ્રગાઢ અસર અહીં અય દીક્ષિતે ઝીલી છે એમ કહેવમાં કશે વાંધે નથી. અહી ‘આંખે મી'ચીને' એવી લેાકેામાં પ્રચલિત ઉક્તિને રજૂ કરવામાં આવી હોવાથી સુંદર લેાકોક્તિ અલંકાર થયા છે. એવી જ રીતે અય દીક્ષિતે આપેલું ખીજું ઉદાહરણ પણ તેમણે રચેલા ‘વરદરાજસ્તવ’નામના સ્તાત્રકાવ્યના શ્લેાક છે. તેમાં વરદરાજ વરદાનમુદ્રા ધારણુ કરતા નથી, કારણ કે વરદરાજ નામ જ વરદાનની વાત સૂચવે છે. તેને સ્પષ્ટ કરવા માટે એવી લોકાક્તિ રજૂ થઈ છે કે બ્રાહ્મણ હાવાની સાબિતી માટે જતાઈ પહેરેલી બતાવવી એ જગતમાં ખૂબ જાણીતા બ્રાહ્મણકુળમાં જન્મ લેનારને માટે જરૂરી નથી.” આ લેક્તિ અલંકારની સે।દાહરણ વ્યાખ્યા સર્વાં પ્રથમ આપવાનું માન અપ્પય દીક્ષિતને ફાળે જાય છે. અય દીક્ષિત લોકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર માને છે. *** અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] For Private and Personal Use Only [૧૫૭
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy