SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપ્પય દીક્ષિત પછી દેવશંકર લેકેક્તિ અલંકારને રવીકારનારા બીજા આલંકારિક આચાર્ય છે. લોકોક્તિ અલંકારની અપગ્ય દીક્ષિતે આપેલી વ્યાખ્યાપ જ દેવશંકરે શબ્દશઃ સ્વીકારી છે. એટલે વ્યાખ્યાની બાબતમાં અપ્પય દીક્ષિતનું ઋણું દેવશંકરે સ્વીકાયું છે. પરંતુ ઉદાહરણની બાબતમાં દેવશંકરે પણ અપની જેમ મૌલિક ઉદાહરણુ લેકેતિ અલંકાર માટે આપ્યું છે. દેવશંકરે આપેલા ઉદાહરણમાં પોતાની ખાનગી વાત દુષ્ટને કહીને પાછળથી પસ્તાઈ રહેલા મનુષ્યને તેને મિત્ર જણાવે છે કે “હાથ વડે પેટ ચોળીને તેણે શળ ઉત્પન્ન કર્યું છે. અહીં પેટ ચોળીને શૂળ ઉપજાવવું' એવી લોકપ્રચલિત ઉક્તિ આપવાથી લોકોક્તિ અલંકાર થયો છે. ફલત:, લકેક્તિ અલંકારના એક મૌલિક ઉદાહરણને રજૂ કરવા સિવાય અપાય દીક્ષિતથી આગળ વધી દેવશંકરને કશું જ કહેવાનું નથી. દેવશંકર પછી કણ કવિએ લક્તિ અલંકારનો સ્વીકાર પિતાના “મંદારભરંદચંપૂમાં કર્યો છે. કણું કવિએ લેકે ક્તિ અલંકારની વ્યાખ્યા અપય દીક્ષિતને અનુસરીને આપી છે. પરંતુ આ કણ કવિએ દેવશંકરની જેમ લે કોક્તિ અલંકારનું ઉદાહરણ મૌલિક આપ્યું છે. આમ છતાં તેમાં રહેલી આંખે મી:ચીને એ લોકોમાં પ્રચલિત ઉક્તિ તો કણ કવિએ કાલિદાસ અને અ૫ય દીક્ષિતે આપેલી પ્રચલિત લોકોક્તિને જ સ્વીકારી છે. આથી ઉદાહરણમાં પણ ઉષ્ણ કવિએ અય દીક્ષિતનું ઋણું જ સ્વીકાર્યું છે. પરિણામે કૃણકવિને પણ લેકેતિ અલંકારની બાબતમાં અપ્પય દીક્ષિતથી આગળ વધી કશું જ કહેવાનું નથી ! સંક્ષેપમાં અ૫ય દીક્ષિતને ફાળે લક્તિ અલંકારને ક્ષેત્રે અત્યંત અગત્યને છે. અલંકારિએ કરેલી આ લોકોક્તિ અલંકારની ચર્ચા જોતાં એમ કહી શકાય કે મોડે મોડે રૂઢ પ્રયોગો અને કહેવત જેવાં લેકવ્યવહારમાં ચલણી બનેલાં વાકયે ૫ણું કાવ્યની શોભા વધારે છે એ વાતનો સ્વીકાર થયો છે. આવા રૂઢ પ્રયોગ અને કહેવતો કાવ્યમાં સૂચક અને અસરકારક રજૂઆત કરે છે. તેથી લોકોક્તિ અલંકારમાં કાવ્યસૌદર્ય રહેલું હોય છે. લોકેતિ ક્યારેક વ્યંગ્યાર્થવાળી, તે કયારેક જીવનના અનુભવના નવનીતવાળી હોય છે. અંગ્રેજી વગેરે વિવિધ ભાષાઓમાં આવા રૂઢ પ્રગ અને કહેવત ધરાવતી ભાષાને શોભાવાળી ભાષા માનવામાં આવે છે એ વાત કેક્તિ અલંકારને માનનારાઓને ખૂબ સ્વાભાવિક જણાય તેમાં કશી નવાઈ નથી. એટલે તમામ ભાષાઓમાં આ અલંકાર આદરપાત્ર બન્યો છે. છેલ્લે, લેકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારો જોઈએ, કારણ કે અર્થાતરન્યાસ અલંકારમાં સમર્થ્ય સમર્થકભાવ હોય છે, જ્યારે લોકકિત અલંકારમાં તેને અભાવ હોય છે. દૃષ્ટાન્ત અને નિદર્શન જેવા અલંકારોમાં દાખલે આપવાની વાત મુખ્ય હોય છે, જ્યારે લક્તિ અલંકારમાં તેનો અભાવ હોય છે. વળી વક્રોક્તિ અલંકારમાં લિષ્ટ અર્થ કે કાકુ હોય છે તેને લેકોક્તિ અલંકારમાં અભાવ હોવાથી આ અલંકારને વક્રોક્તિ અલંકારમાં સમાવી શકાય નહીં. એવી જ રીતે રોકોક્તિ અલ કારમાં લોકોક્તિ અલંકારને સમાવી ન શકાય, કારણ કે છેકેકિત અલંકારમાં કવિને વિશિષ્ટ અભિપ્રાય હેલે હે ય છે કે જેને અભાવ લેકેક્તિ અલંકારમાં હોય છે. વ્યક્તિ , ગૂઢક્તિ તથા વિવૃક્તિ અલંકારોમાં કશુંક છૂપાવવાની વાત હોય છે કે જે વાત લેકેતિ અલંકારમાં નથી. તેથી લોકોક્તિને જુદે અલંકાર માનવો ઘટે. છેલ્લે, નિરુક્તિ અલંકારમાં શબ્દના બીજા યૌગિક અર્થની વાત હોય છે, જ્યારે લોકોક્તિ અલંકારમાં તેવી વાત ન હોવાથી નિરુક્તિ અલંકારમાં લોક્તિ અલંકારને સમાવી ન શકાય. ફલત:, લેકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારે જોઈએ. [જુઓ અનુસંધાન પૃષ્ઠ–૧૬૩] ૧૫૮] [સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy