SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) બાર્ટન લાયબ્રેરી : મ્યુઝિયમ : કર્નલ બાર્ટનની સ્મૃતિ કાયમ રાખવા માટે ભાવનગરના મહારાજા તખ્રસિંહજીએ પણ ભાવનગરમાં ૧૮૮૨માં એક કિતાબખાનું (લાયબ્રેરી) અને મ્યુઝિયમ માટે સુંદર ઇમારત બાંધવા માટેની જાહેરાત કરી હતી. વર્તમાનપત્રો અને સિક્કાઓ ભરેલી એક બાટલી પાયાના પથ્થરમાં કરેલી જગ્યામાં બંધ કરી ચાંદીની થાળીમાં ચૂનો લઈને મિસિસ બાર્ટને આ ઇમારતની શિલારોપણ વિધિ કરી હતી. તે ધ્યાનાકર્ષક છે.'* છેલ્લાં ૧૨૦ વર્ષથી આ ગ્રંથાલય ભાવનગરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું શ્રેષ્ઠ કેન્દ્ર બની ગયું છે. સ્વતંત્રતા પૂર્વે તેમાં ૧૪,000થી વધુ પુસ્તકો હતાં જે ૧૯૭૦માં ૫૦,૦૦૦ થી ઉપર થઈ ગયાં હતાં. તેના દૈનિક વાચકોની સંખ્યા ૧૫૦૦ થી ૨૦૦૦ની છે. ૧૭ ગ્રંથાલયના ઉપરના મજલે મ્યુઝિયમ રાખવામાં આવ્યું છે. તેમાં અલભ્ય સિક્કાઓ અને કલાના ઉત્તમ નમૂનાઓ સંગ્રહિત છે. ઉપરાંત તેમાં સૌરાષ્ટ્રના રાજાઓ દ્વારા વપરાતાં હથિયારો અને શસ્ત્રોનો સંગ્રહ છે. (૧૧) વોટ્સન મ્યુઝિયમ : કર્નલ જહોન ડબલ્યુ. વૉટ્સન ૧૮૮૬ થી ૧૮૯૯ દરમ્યાન સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ હતા. તેઓ ભારતમાં ૩૪ વર્ષ રહ્યા. તેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રાજદ્વારી અધિકારી તરીકે, આસિસ્ટેટ પોલિટિકલ એજન્ટ તરીકે, ભાવનગર રાજ્યના સંયુક્ત વહીવટકર્તા તરીકે, રાજસ્થાનિક કોર્ટના પ્રમુખ તરીકે અને છેલ્લે પોલિટિકલ એજન્ટ રહ્યા હતા. તેમણે “કાઠિયાવાડ ગેઝેટિયર” નામનો સૌરાષ્ટ્રના ઇતિહાસનો અમૂલ્ય ગ્રંથ લખ્યો છે. તેઓ એક સારા ઇતિહાસકાર અને ઉચ્ચ કોટિના વહીવટદાર પણ હતા. ઉપરાંત તેમણે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા જેવાં મુખ્ય અને મહત્ત્વનાં પ્રથમ વર્ગનાં રાજયોની આંકડાકીય માહિતી આપતા “સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ' નામના ગ્રંથ લખ્યા હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસ-આલેખનની તેમની આ સેવા અવિસ્મરણીય છે. માત્ર ૫૧ વર્ષની ઉંમરે ૧૮૮૮માં તેમનું અવસાન થતાં સૌરાષ્ટ્રના રાજવીઓ, શહેરીઓ, શુભેચ્છકો અને મિત્રોએ ભંડોળ એકત્ર કરી તેમની સેવાઓ બદલ સ્મારક રૂપે રાજકોટમાં વૉટ્સન મ્યુઝિયમની સ્થાપના કરી હતી. જયુબિલી બાગમાં આવેલ “મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં બેંગ લાયબ્રેરી, વૉટ્સન મ્યુઝિયમ અને કોનોટ હોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1 (૧૨) કોનોટ હોલ : મહારાણી વિક્ટોરિયાના ત્રીજા નંબરના પુત્ર આર્થર ડ્યૂક ઑફ કોનોટ) ૧૮૮૭માં રાજકોટની મુલાકાત લીધી હતી. તે વર્ષે જ વિક્ટોરિયાના રાજ્યારોહણનાં પચાસ વર્ષ પૂરાં થતાં હતાં. તે પ્રસંગની સ્મૃતિમાં ગોલ્ડન જ્યુબિલી દરબાર ભરાયો હતો અને રાજકોટમાં યુબિલી બાગ બંધાયો હતો. આ બાગનું મૂળ નામ ‘વિક્ટોરિયા જ્યુબિલી બાગ’ હતું. આ પ્રસંગની યાદગીરીમાં સૌરાષ્ટ્રનાં અનેક રાજ્યોમાં જયુબિલી હોસ્પિટલ, જ્યુબિલી મદ્રેસા, જયુબિલી પુલ વગેરે બંધાયાં હતાં. રાજકુમાર અને ડયૂક ઑફ કોનોટની રાજકોટ મુલાકાતની સ્મૃતિરૂપે જયુબિલી બાગમાં કોનોટ હોલ બંધાયો હતો. આ હૉલમાં જ પછીથી સૌરાષ્ટ્ર રાજયની વિધાનસભા બેસતી હતી ૨૨ હાલ તેનું નામ રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના માજી પ્રમુખ અરવિંદભાઈ મણિયારના નામ સાથે જોડવામાં આવ્યું છે. ૨૩ (૧૩) અને (૧૪) કૈસરે હિંદ પુલ અને વિક્ટોરિયા પુલ : મહારાણી વિક્ટોરિના શાસનનાં ૪૦ વર્ષ ૧૮૭૭માં પૂરાં થતાં હતાં. ત્યારે તેમણે કૈસર-એ-હિંદ(હિન્દની સમ્રાજ્ઞી)નું બિરુદ ધારણ કર્યું હતું. તે પ્રસંગની સ્મૃતિમાં ભાવનગરના રાજવી તખતસિંહજીએ રૂપિયા ૧.૧૪ લાખના ખર્ચે રાજકોટમાં ૧૮૭૯માં કૈસરે હિંદ પુલ બંધાવ્યો હતો. તે રાજકોટના સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો સાથેના વાહનવ્યવહાર માટે ખૂબ ઉપયોગી બન્યો હતો. આ પુલની ડાબી બાજુએ તે અંગેનો લેખ કોતરાયેલો છે. ૨૪ સૌરાષ્ટ્રમાં અંગ્રેજીનાં યાદગીરીરૂપ સ્મારકો n ૯૨ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy