________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનમાં અનુપમ પ્રદાન છે.૧૦ (૬) રાજકુમાર કૉલેજ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને (૧૮૬૭ થી ૧૮૭૪) રાજકોટમાં રાજકુમાર કૉલેજની સ્થાપના કરી હતી. તેના ગોથિક શૈલીના યુરોપિયન મકાનની ડિઝાઇન પણ એજન્સી એન્જિનિયર મિ. આર. બી. બુથે તૈયાર કરી હતી. તેના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે ચેસ્ટર મેકનાટનને મૂકવામાં આવ્યા હતા. તે ૧૮૭૧ થી ૧૮૯૬ તે હોદ્દા પર રહ્યા હતા.૧૧ ૧૮૭૧ થી ૧૮૭૪ સુધી તે “કિંગ કૉલેજ' કહેવાતી હતી. પછીથી તે રાજકુમાર કૉલેજ કહેવાતી હતી. સૌરાષ્ટ્રનાં રાજ્યોના રાજકુમારોના શિક્ષણ માટે આ કૉલેજ સ્થપાતાં સૌરાષ્ટ્રમાં આધુનિક યુગનો પ્રાદુર્ભાવ થયો હતો. અંગ્રેજોના મહત્ત્વના સાંસ્કૃતિક વારસાનું તે મહત્ત્વનું સ્મારક છે. ઉપરાંત અહીંથી શિક્ષણ પામેલા સૌરાષ્ટ્રના રાજકુમારોએ રાજવી બનતાં પોતાના રાજ્યનું આધુનિકીકરણ કરવાના પ્રયાસ કર્યા હતા. આ સંસ્થાએ સૌરાષ્ટ્રનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરવામાં અત્યંત મહત્ત્વની અને નોંધપાત્ર કામગીરી બજાવી હતી. આ કૉલેજની સિદ્ધિનાં શિખરો સર કરવામાં ૨૬ વર્ષ સુધી તેના પ્રિન્સિપાલ ૨હેલા શ્રી મેકનાટન (૧૮૭૧-૧૮૯૬) અને પછીથી ૨૦ વર્ષ સુધી ૧૯૦૩ થી ૧૯૨૩)૧૨ થી તેના પ્રિન્સિપાલ રહેલા સી. જે. માયનેનું પ્રદાન અમૂલ્ય છે. તે બન્નેનાં આ કૉલેજમાં આવેલાં
બાવલાં પણ તેમનાં મહત્ત્વનાં સ્મારકો છે.
(૭) લૅંગ લાયબ્રેરી :
સૌરાષ્ટ્રમાં ૧૮૫૬માં રાજકોટમાં “ગુણ ગ્રાહક મંડળી”એ એક લાયબ્રેરી સ્થાપી હતી. તેમાં વિવિધ વિષયો ઉપર નિબંધવાંચન કરાતું અને તે સામાજિક ઉત્કર્ષનાં કાર્યો પણ કરતી હતી. તેમાં મહાન સુધારક દુર્ગારામ મહેતા સક્રિય રસ લેતા. પછીથી તેનું નામ ‘કાઠિયાવાડ જનરલ લાયબ્રેરી' રખાયું હતું. પછીથી ૧૮૬૪માં સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ લેંગનાં કાર્યોની કદર રૂપે તેનું નામ બદલીને ‘કાઠિયાવાડ જનરલ લૅંગ લાયબ્રેરી' રખાયું હતું. જે આજે માત્ર લૅંગ લાયબ્રેરી તરીકે ઓળખાય છે. આ લાયબ્રેરીમાં આવેલ તેના ફોટાની નીચેના લેખમાં દર્શાવવામાં આવ્યું છે કે “આ લાયબ્રેરીની સ્થાપના કર્નલ લેંગ કે જેમણે કાઠિયાવાડમાં ૨૮ વર્ષ સેવા બજાવી હતી અને ૧૮૪૬-૫૯માં પોલિટિક્સ એજન્ટ હતા તેમની સ્મૃતિમાં કાઠિયાવાડના રાજવીઓએ કરી હતી. તે રાજવીઓના મિત્ર અને દઢ નિશ્ચયી વહીવટકર્તા હતા.”૧૩ આ ગ્રંથાલયને “જ્ઞાનની પરબ”, ‘નાનકડી પણ પ્રાણવાન વિદ્યાપીઠ” અને “સંશોધનની પ્રવૃત્તિઓનું કેન્દ્ર” ગણાવવામાં આવેલ છે. તે રાજકોટનો ઉજ્જ્વળ સાંસ્કૃતિક વારસો છે. આ ગ્રંથાલયમાં જ કવિ નાનાલાલ, કવિ કાન્ત, બ.ક. ઠાકોર વગેરેએ મૂલ્યવાન ગ્રંથોનું વાંચન કર્યું હતું. એ રીતે આ સંસ્થા ગુજરાતની સાંસ્કૃતિક મૂડીનો એક મહત્ત્વનો ભાગ છે.૧૪ આ લાયબ્રેરી ૧૮૯૩ થી હાલની ભવ્ય ઇમારતમાં બેસે છે. ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું આ એક જૂનામાં જૂનું આ ગ્રંથાલય છે. લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે થઈ ગયેલ પોલિટિકલ એજન્ટ કર્નલ લૅંગની સ્મૃતિને તે જાળવી રહ્યું છે.
(૮) અને (૯) હંટર ટ્રેનિંગ કૉલેજ અને બાર્ટન ટ્રેનિંગ કૉલેજ :
સૌરાષ્ટ્રમાં શિક્ષણનો પ્રસાર વધતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી. પરિણામે તાલીમ પામેલાં પુરુષ અને સ્ત્રી શિક્ષકો ત્યાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે રાજકોટમાં ૧૮૬૩માં પુરુષો માટે હંટર ટ્રેનિંગ કૉલેજ શરૂ કરાઈ, જે સ્વતંત્રતા પછી મોરબીમાં સ્થળાંતરિત કરાઈ હતી. પછીથી ૧૮૭૮ થી ૧૮૮૩ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટ રહી ચૂકેલા કર્નલ એલ. સી. બાર્ટનની સ્મૃતિમાં રાજકોટમાં સ્રીઓ માટેની બાર્ટન ટ્રેનિંગ કૉલેજ ૧૮૮૫માં સ્થપાઈ હતી જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે.૧૫
પથિક ઃ જાન્યુઆરી - જૂન, ૨૦૦૫૩ ૯૧
For Private and Personal Use Only