SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછીથી તે સિવિલ સર્જનનું નિવાસસ્થાન બનેલું હતું. તેવી જ રીતે ઈ.સ. ૧૮૦૭-૦૯ દરમ્યાન કર્નલ વૉકર અમરેલીમાં ગાયકવાડ સરકારને મદદરૂપ થવા રહ્યા હતા. વડોદરાનું ગાયકવાડનું રાજ્ય પુસ્તકાલય વિકાસ પ્રવૃત્તિમાં અગ્રેસર હતું. તેથી ગાયકવાડી તાબા હેઠળના અમરેલીમાં સૌપ્રથમ સાર્વજનિક પુસ્તકાલય (લાયબ્રેરી) ૧૮૭૩માં સ્થપાયું હતું. તેને વૉકર લાયબ્રેરી નામ આપવામાં આવ્યું હતું. (૩) આઈ. પી. મિશન ગર્લ્સ સ્કૂલ (રાજકોટ) : અંગ્રેજોની યાદગીરીરૂપ સ્મારકો સૌથી વધુ રાજકોટમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે સૌરાષ્ટ્રમાં અંગ્રેજોની એજન્સીની સત્તાનું વડું મથક હતું. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કન્યા કેળવણી માટે ૧૮૪૦૧૮૪રમાં રાજકોટમાં આઈ. પી. મિશને કન્યાશાળા સ્થાપી હતી. એ રીતે આઈ. પી. મિશન સ્કૂલને આપણે અંગ્રેજો દ્વારા સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનો પ્રારંભ કરનારું મહત્ત્વનું સ્મારક ગણાવી શકીએ. (૪) લંગ કન્યાશાળા : ૧૮૪૬ થી ૧૮૫૯ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટ તરીકે કર્નલ ડબલ્યુ. ફેંગ હતા. તેમના વિશે દુર્ગારામ મહેતાએ નોંધ્યું હતું કે “તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક સામાજિક સુધારા કર્યા હતા. દા.ત. શીતળાના રોગથી પ્રજાને બચાવવા માટેના ઉપાય કર્યા, કન્યા કેળવણી માટેની નિશાળો ખોલી, જુગાર રમાડવાના ઇજારા બંધ કરાવ્યા, રાજપૂતોમાંથી દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો વગેરે."" કર્નલ લેંગે ૧૮૫૫ માં રાજકોટમાં પોતાના ખર્ચે એક કન્યાશાળા સ્થાપી હતી. આમ સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનો પાયો તેમણે નાખ્યો હતો. તેમના નામ ઉપરથી તે શાળા લંગ કન્યાશાળા કહેવાતી હતી. પછીથી ૧૮૭૬માં રાજકોટના રાજવી બાવાજીરાજે આ કન્યાશાળાનો ખર્ચ ઉપાડી લીધો હતો અને તે શાળાનું નામ બદલીને બાવાજીરાજ કન્યાશાળા રાખવામાં આવ્યું હતું.' (૫) આશ્લેડ હાઈસ્કૂલ : રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ અંગ્રેજી શાળા એવી “રાજકોટ ઇંગ્લિશ સ્કૂલ” ૧૭-૧૧-૧૮૫૩ના રોજ સ્થપાઈ હતી. ૧૮૬૭માં તે સંપૂર્ણ કક્ષાની હાઇસ્કૂલ બનતાં તેનું નામ કાઠિયાવાડ હાઇસ્કૂલ રાખવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડનાં મહારાણી વિક્ટોરિયાના બીજા નંબરના પુત્ર આલ્ફડ (ડ્યૂક ઑફ એડિનબરો)ની ૧૮૭૦ની ભારતની મુલાકાતની સ્મૃતિમાં જૂનાગઢના નવાબ મહાબતખાનજી – બીજા (૧૮૫૧ થી ૧૮૮૨)એ આ શાળાના મકાનના બાંધકામ માટે રૂપિયા એક લાખનું દાન આપી ભવ્ય ગોથિક શૈલીના મકાનનું બાંધકામ કરાવ્યું હતું. તેનો નકશો કાઠિયાવાડ એજન્સીના ઇજનેર રોબર્ટ બેલ બુથે તૈયાર કર્યો હતો. તેથી ૧૮૭૧ થી આ શાળાનું નામ આફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું હતું. જોકે શાળામાં મૂકેલા શિલાલેખ અનુસાર આલ્ટેડ હાઇસ્કૂલ નામ છેક ૧૮૦૭માં અપાયું હતું. આમ બ્રિટિશ સાર્વભૌમ સત્તાને ખુશ રાખવાનો જૂનાગઢના રાજવીનો આ એક નમ્ર પ્રયાસ હતો એમ કહી શકાય. પછીથી તો બીજાં રાજયો પણ ખુશામતની હરીફાઈમાં ઊતર્યા હતા. પરિણામે ભાવનગર રાજ્યમાં પણ ૧૮૭રમાં આલ્લેડ હાઇસ્કૂલ સ્થપાઈ હતી. આમ આ બન્ને આફ્રેડ હાઇસ્કૂલોનાં ગોથિક શૈલીનાં મકાન અંગ્રેજોની યાદગીરીનાં ભવ્ય સ્મારકો છે. રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલમાં જ મોહનદાસ ક, ગાંધી (ગાંધીજી) ૧૮૮૦ થી ૧૮૮૭ દરમ્યાન ભણ્યા હતા અને ૩૯,૬% ગુણ મેળવી મુંબઈ યુનિવર્સિટીની મટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. આફ્રેડ હાઈસ્કૂલને ૧૯૭૧માં એક સો વર્ષ પૂર્ણ થતાં તેનું શતાબ્દી વર્ષ ઊજવાયું હતું અને તેનું નામ બદલીને “મોહનદાસ ગાંધી વિદ્યાલય” રાખવામાં આવ્યું છે. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની જેમ જ રાજકોટની આલ્લેડ હાઈસ્કૂલ પણ સૌરાષ્ટ્ર અને મુંબઈ પ્રાંતના જાહેર જીવનના અનેક અગ્રણીઓની માતૃસંસ્થા બની હતી. એ રીતે તેનું મુંબઈ ઇલાકાના જાહેર સૌરાષ્ટ્રમાં અંગ્રેજોનાં યાદગીરીરૂપ સ્મારકો [ ૯૦ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy