SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજકોટની જેમ જ જામનગરમાં પણ જામનગરને અન્ય સ્થાનો સાથે જોડતો વિક્ટોરિયા પુલ સ્મૃતિરૂપે બાંધવામાં આવ્યો હતો (૧૮૯૦). છેલ્લા દશકામાં આ બન્ને પુલોનું લગભગ ૧૧૦ કે ૧૨૦ વર્ષ પછી નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે મોરબીમાં પણ વાઘજી ઠાકોરે આ પ્રસંગની સ્મૃતિમાં કેસરે હિંદ પુલ બંધાવી તેના ઉપર બે આખલાનાં અને બે ઘોડાનાં પૂતળાં મુકાવ્યાં હતાં, ૨૫ (૧૫) કાર્નેગી ફુવારો : કર્નલ એચ. જી. કાર્નેગી હાલાર પ્રાંતના પોલિટિકલ એજન્ટ હતા. તેઓ ગીરના જંગલમાં સિંહનો શિકાર કરતાં ઝપાઝપીમાં મૃત્યુ પામતાં તેમને રાજકોટ લાવી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પછીથી તેમની યાદમાં રાજકોટમાં કાર્નેગી ફુવારો બંધાવાયો હતો. (૧૬) વેસ્ટ હોસ્પિટલ : રાજકોટમાં એજન્સી હોવાથી સિવિલ સ્ટેશન વિસ્તારમાં ૧૮૩૬માં પાશ્ચાત્ય પદ્ધતિની હૉસ્પિટલ સ્થપાઈ હતી. સૌરાષ્ટ્રના તત્કાલીન પોલિટિક્સ એજન્ટ ઈ. ડબલ્યુ. વેસ્ટ (૧૮૮૩ થી ૮૫) ના નામ ઉપરથી પછીથી આ હોસ્પિટલનું નામ વેસ્ટ હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. આ હોસ્પિટલના નવા મકાનમાં પછીથી સૌરાષ્ટ્ર સરકાર વખતે સચિવાલય બેસતું હતું. (૧૭) થી (૨૫) કેટલાંક બાવલાં અને ચિત્રો : કર્નલ જે. ડબલ્યુ. વૉટ્સનનું વૉટ્સન મ્યુઝિયમમાં આવેલું બાવલું અને ચિત્ર, લેંગ લાયબ્રેરીમાં આવેલું લૅગનું ચિત્ર, રાજકુમાર કોલેજમાં આવેલ પ્રિન્સિપાલ મેકનાટન, માયને વગેરેનાં બાવલાં અને રોજરસનનું ચિત્ર વગેરે તેમની સ્મૃતિરૂપે છે. વૉટ્સન મ્યુઝિયમમાં આવેલ રાણી વિક્ટોરિયાનું સફેદ આરસનું બાવલું અને મોરબીમાં આવેલ મણિમંદિરની સામે મૂકેલ રાણી વિક્ટોરિયાનું બાવલું ઉપરાંત ૧૯૦૧માં મોરબીમાં મુકાયેલ મુંબઈના પૂર્વ ગવર્નર લૉર્ડ રે નું બાવલું, જામનગરમાં મુકાયેલું તત્કાલીન હિન્દી વઝીર મોન્ટેગ્યનું બાવલું તથા સૌરાષ્ટ્રનાં અન્ય શહેરોમાં મુકાયેલાં અંગ્રેજ અફસરોના બાવલાં તેમની કામગીરીની સ્મૃતિ આજે પણ આપણને કરાવે છે. (૨૬) થી (૩૫) શૌર્ય કે મૃત્યુ લેખ : કેટલાક અંગ્રેજ અમલદારોએ સૌરાષ્ટ્રના બહારવટિયાઓની સામેનાં ધીંગાણામાં પોતાના જાન ગુમાવ્યા હતા. તેના શૌર્યલેખ પણ પ્રાપ્ય છે; જેમ કે માળિયા મિયાણામાં વાલા નામોરી નામના બહારવટિયા સાથેની લડાઈમાં મૃત્યુ પામેલા લેફ. એચ. એલ. ગોર્ડનનો શૌર્યસ્મૃતિ લેખ લેંગ લાયબ્રેરીમાં છે. તેવી જ રીતે હાલ જામનગર જિલ્લામાં આવેલ માછરડા ગામમાં મૂળુ માણેક અને દેવા માણેક૨૮ વગેરે વાધેરો સાથેનાં ધીંગાણામાં હેન્રી હેબર્ટ અને ચાર્લ્સ લાસ નામના અંગ્રેજ અધિકારીઓ ૧૮૬૭માં મૃત્યુ પામ્યા. આ બંને અંગ્રેજ અમલદારોની કબરો માછરડા ગામની ટેકરી ઉપર છે. તેનો ઉલ્લેખ મેઘાણી ઝવેરચંદે પોતાના ગ્રંથ સોરઠી બહારવટિયા - ભાગ-૨ માં કરેલો છે. તેવી જ રીતે કર્નલ બેલેન્ટાઈનની કબર ઉપરનો લેખ પોરબંદરમાં આવેલો છે. તેવી જ રીતે રાજકોટમાં યુરોપિયન કબ્રસ્તાનમાં કર્નલ વૉટ્સન તથા પ્રિન્સિપાલ રોજરસનની કબર ઉપર આવેલ લેખ તથા યુરોપિયન પ્રોટેસ્ટંટ ચર્ચમાં આવેલ આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ કલસન, કાર્યવાહક પોલિ. એજન્ટ કર્નલ વિલિયમ સ્કોટ અને સેકન્ડ આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ કર્નલ જયોર્જ, કૅપ્ટન હેન્રી થોમસ હર્બર્ટ અને કેપ્ટન ચાર્લ્સ બ્લેટ વગેરેનાં સ્મરણાંજલી લેખ છે.૨૯ (૩૬) વિલિંગડન સેક્રેટરીએટ : મોરબીને “સૌરાષ્ટ્રનું પેરિસ” બનાવનાર અને “સૌરાષ્ટ્રના શાહજહાં” તરીકે ઓળખાતા મોરબીના ઠાકોર વાઘજી બીજા (૧૮૭૦ થી ૧૯૨૨)એ રૂપિયા ૩૦ લાખ ખર્ચીને પોતાની સ્વરૂપવાન પ્રિયતમાં મણિ પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ D ૯૩ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy