________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩૩ના ઓક્ટોબર માસની ૧૯મી તારીખ ને ગુરુવારે સ્થાપવામાં આવી હતી.
હિબ એકલી હિબ્રૂ વાચનામાં આપવામાં આવી છે, જ્યારે ઈસવી સનની મિતિ અંગ્રેજી અને મરાઠી વાચનામાં આપેલી છે. હિબ્રૂ વાચનામાં લખેલી મિતિમાં વર્ષ યહૂદીઓના સૃષ્ટિ સંવતનું છે. યહૂદીઓ પોતાનાં પંચાંગોમાં સૃષ્ટિ સંવત પ્રયોજે છે, જે સૃષ્ટિના સર્જનના વર્ષ (ઈ.પૂ. ૩૭૬૦)થી શરૂથલો મનાય છે. એનાં વર્ષ ચાંદ્ર-સૌર છે. મહિના ચંદ્રની ગતિ પ્રમાણે સુદ એકમથી અમાસ સુધીના (૧ થી ૨૯ કે ૩૦ સુધી) સળંગ ગણાય છે. વર્ષના મહિના બાર છે. તિસરી, માર-હેશવાન, કિસલવ, તેબેથ, શબાત, આકાર, નિસાન, ઈસર, સિવાન, તમ્યુઝ, આબ અને એમ્બુલ. સામાન્ય રીતે એ એકાંતરે ૩૦ અને ૨૯ દિવસના ગણાય છે, પણ ક્યારેક હેશવાન ર૯ ને બદલે ૩૦ દિવસો અને કિસવેલ ૩૦ ને બદલે ૨૯ દિવસનો ગણાય છે. દર ૧૯ વર્ષનું સંવત્સર-ચક્ર ગણાય છે. તેમાંના ૩જા, ૬, ૮મા, ૧૧મા, ૧૪મા, ૧૭મા અને ૧૯મા વર્ષે આદાર માસ પહેલાં ૩૦ દિવસનો અધિક માસ ઉમેરવામાં આવે છે, જેને “આદાર ૧લો” કહે છે ને પછીના આદારને “આદાર રજો” કહે છે.
યહૂદી કાલગણનામાં દિવસ સૂર્યાસ્તથી સૂર્યાસ્ત વ્યવહારમાં સાંજના ૬-૦૦ થી સાંજના ૬-GO) ગણાય છે. એના ૨૪ કલાક છે. સાંજના ૬-૦૦ થી શરૂ થતો ગત કલાક ૦ ગણાય છે, ત્યાર પછીના ગત કલાક ૧ થી ૨૩ ગણાય છે. કલાકના ૧૦૮૦ ભાગ છે. જે દરેક ૩૧/૩ સેકન્ડનો થાય છે. એના વળી ૭૬ વિભાગ પડે છે, જે દરેક ૫/૧૧૪ સેકન્ડનો છે. વાર સાત છે. એમાંનો છેલ્લો શનિવાર છે, જે “શાબાથ” કહેવાય છે. ઈસવી સનની પદ્ધતિમાં માત્ર ઋતુઓનો સમય સચવાય છે, ને હિજરી સનની પદ્ધતિમાં માત્ર ચાંદ્ર માસ સચવાય છે, જયારે હિંદુ પંચાંગની જેમ યહૂદી પંચાગમાં પણ ચાંદ્ર માસને લીધે ચંદ્રની કલા માલૂમ પડે છે, ને અધિક માસને લીધે સૌર ગતિ અનુસારના ઋતુચક્રનો ય મેળ મળતો રહે છે. હિબ્રૂ કેલેન્ડરમાં આપેલાં કોઠકો આપેલાં કોઇકોની ચકાસણી કરતાં સૃષ્ટિ સંવતના વર્ષ પ૬૯૪ના મહિનાના ર૯મા દિવસે ઈ.સ. ૧૯૩૩ના ઓક્ટોબર મહિનાની ૧૯મી તારીખને ગુરૂવાર બંધ બેસે છે.
સેનેગોનો નામનિર્દેશ લેખની હિબ્રૂ અને અંગ્રેજી વાચનામાં છે. મરાઠી વાચનામાં નથી. બાકીની વિગતો ત્રણેય વાચનાઓમાં સરખી છે.
યહૂદીઓના પ્રાર્થના-મંદિરમાં હિબૂ ને વેત વક્ષેત અને અંગ્રેજીમાં “ર્સનેગૉગ' કહે છે. આ પ્રાર્થના મંદિરને જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તે ડો. અબ્રાહમ સોલોમને એલકર (ઈ.સ. ૧૮૨૨-૧૮૮૭) અમદાવાદમાં વસેલા યહૂદીઓમાં અગ્રિમ સ્થાન ધરાવતા. તેઓએ અહીંના યહૂદી સમાજમાં સક્રિય સેવા કરેલી અને અમદાવાદમાં પહેલું પ્રાર્થનાલયે પોતાના મકાનમાં શરૂ કરેલું ને અમદાવાદમાં પ્રાથનાલયનું ખાસ મકાન બંધાય તેવી મુરાદ સેવેલી. આ સ્વપ્ર એમની હયાતી બાદ ઈ.સ. ૧૯૩૩-૩૪માં સિદ્ધ થયું ત્યારે યહૂદી સમાજને એમણે કરેલી અનન્ય સેવાની કદરરૂપે એ ઈમારતને “માગેન અબ્રાહમ (અબ્રાહમની ઢાલ) નામ આપવામાં આવ્યું. આ નામમાં મુખ્ય અર્થ ઈશ્વર યહોવાહનો રહેલો છે. આ પ્રાર્થનાલયનું ઉદ્દઘાટન રજી સપ્ટેમ્બર, ૧૯૩૪ના રોજ થયું.
પ્રાર્થનાલયમાંની કોણશિલા ઇમારતની ખાતવિધિના દિવસને લગતી છે. કોણશિલા પરના લેખમાં જેમનો ઉલ્લેખ આવે છે તે ડૉ. શ્રીમતી આબિગાયેલબાઈ બેન્જામીન ઐઝક ભનકર વિશે જૂજ માહિતી ઉપલબ્ધ છે. આ કોણશિલાના સ્થાપનાના સમારોહ સમયે ઉછામણીમાં સહુથી વધુ રકમ બોલીને ડૉ. આબિગાયેલબાઈએ રૂ. ૧૩૦૩નું દાન આપ્યું હતું. આથી એનું ખાતમુહૂર્ત તેઓશ્રીના હસ્તે કરાવવામાં
આવેલું.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૮૫
For Private and Personal Use Only