________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ૨૫
યહૂદીઓની ધર્મભાવના :
યહૂદીઓ ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં વસતા હોઈ તેમના આચારવિચાર ઉપર પ્રાદેશિક અસર વર્તાય છે. અહીંના યહૂદીકુટુંબોમાં છોકરા છોકરીના વિવાહમાં કોઈ મધ્યસ્થી હોય છે. છોકરાનો બાપ છોકરીના બાપ પાસે પ્રસ્તાવ લઈને જાય છે. બંને પક્ષે સંમત થતાં ગળ્યું મોટું કરાવીને વીંટીની અદલાબદલી થાય છે. લગ્ન સનેગૉગમાં થાય છે. આ વખતે કરાર થાય છે. શરબત અપાય છે. વર-વધૂ અડધો અડધો પ્યાલો શરબત પીએ છે. પછી પ્યાલાની રૂમાલમાં મૂકીને ફોડી નાખે છે. આ વખતે જૂના કરારમાંથી ધાર્મિક વાંચન થાય છે. મંગલસૂત્ર ભેટ અપાય છે. મંગલસૂત્રને “ઝમીન” (ધર્મગુરુ) પ્યાલામાં મૂકી તેના પર ધાર્મિકવિધિ કરે છે. લગ્ન પછી પવિત્ર તોરાહ ગ્રંથના દર્શન કરાવવામાં આવે છે. પછી વરકન્યા ઘેર જાય છે.
યહૂદીઓ, ખ્રિસ્તીઓ તેમજ મુસલમાનોની માફક શબને દફનાવે છે. મૃત્યુ સમયે દાન પુણ્ય કરવાનો રિવાજ નથી. શબને સ્નાન કરાવી, પવિત્ર વસ્ત્ર પહેરાવી ધૂપ, અબીલ વગેરે સુગંધી પદાર્થો તેના પર નાખવામાં આવે છે. અંતિમ દર્શન કરાવી મુખ ઢાંકી દેવામાં આવે છે. આ વખતે સંબંધીઓ શબની આંખ ઉપર જેક્સલેમની માટી પધરાવે છે. આ પછી પ્રાર્થના વગેરે કરીને શબને કબરસ્તાનમાં લઈ જવામાં આવે છે. શબને લઈ જતા રસ્તામાં સેનેગૉગ આવે તો તેના બારણા આગળ શબને મૂકીને પ્રાર્થના કરવામાં આવે છે. કબરસ્તાનમાં શબને દફનાવ્યા બાદ, મરનારના સંબંધીઓ સાત દિવસ સુધી દાઢી કે સ્નાન કરીને સૂતક પાળે છે. મરણોત્તર વિધિ સાદાઈથી, કે ભવ્ય રીતે થાય છે. તેમાં સ્થિતિ પ્રમાણે કુટુંબીઓ ફાળો આપે છે. અહીંના સમાજમાં ધાર્મિક નાણાનો ઉપયોગ અયોગ્ય રીતે કરવાની વૃત્તિ દેખાતી નથી. ઉત્સવો :
આ ધર્મના બે નોંધપાત્ર ઉત્સવો ભવ્ય રીતે ઉજવે છે : (૧) હનુકા-મુક્તિ દિનની યાદમાં ઉજવાય છે. (૨) રોશકશાના (યહૂદીનું નવું વર્ષ) આ પ્રજા ઘણી જ ધાર્મિક રીતે પોતાના ઉત્સવો ઉજવે છે. આ વખતે તેઓ બોલે છે કે “આપણો ઈશ્વર એક જ છે.” અમદાવાદનો ત્રિભાષિ યહૂદી શિલાલેખ અને ત્યાંનું યહૂદી કબરસ્તાન
આ શિલાલેખ અમદાવાદમાં ખમાસા ચોકી પાસે આવેલા બુખારા મહોલ્લામાંના યહૂદી સૈનેગૉગના મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જમણી બાજુએ સેનેગૉગની બહારની દીવાલ પર આવેલી આરસની તકતીમાં કોતરેલો છે. આ આખી તકતીનું માપ ૬૧ x ૩૫ સે.મી. છે. શિલાલેખ હિબ્રૂ, અંગ્રેજી, મરાઠી એમ ત્રણ ભાષામાં લખેલો છે. હિબ્રૂ ભાષામાં લખાણની ચાર, અંગ્રેજી ભાષામાં ચાર અને મરાઠી ભાષામાં બે પંક્તિઓ એમ બધી મળીને કુલ ૧૦ પંક્તિઓ કોતરેલી છે. હિબ્રૂ લેખમાં સળંગ લખાણવાળી પંક્તિઓમાં અક્ષરોની સરેરાશ સંખ્યા ૩૫ થી ૩૭ ની છે. અંગ્રેજી લેખમાં અક્ષરોની સંખ્યા ૩૯ થી ૪૨ ની છે. એમાં ૧લી અને ૪થી પંક્તિ લેખના વચ્ચેના ભાગમાં અર્ધી કોતરેલી છે. એ પંક્તિઓમાં અક્ષરસંખ્યા ૨૯ થી ૨૪ ની છે. મરાઠી લેખમાં ૧લી પંક્તિમાં અક્ષરસંખ્યા ૩૭ અને રજી પંક્તિમાં અક્ષરસંખ્યા ૨૮ની છે.
આ ત્રિભાષી શિલાલેખનું હિબ્રૂ લિવ્યંતર દેવનાગરી લિપિમાં આપવામાં આવ્યું છે. લેખની ત્રણેય વાચનાઓનો સંયુક્ત સાર આ પ્રમાણે છે :
માગેન અબ્રાહામ સેનેગૉગ, અમદાવાદની આ કોણશિલા ડૉ. મિસિસ આબિગાયેલબાઈ બેન્જામીન ઐઝક ભનકર એલ.સી.પી.એસ. (મુંબઈ)ના હસ્તે હિબ્રૂ વર્ષ પ૬૯૪ના તિસરી માસના ૨૯મા દિવસ-ઈ.સ.
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર u ૮૪
For Private and Personal Use Only