________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. “ખાલ' સમગ્ર દિવાલને આવતી લેતો કબાટ સહિતનો મંચ)ની રચના કરેલી હોય છે. ખંડની છતોમાં સિયોન” નામના પકોણ તારક ચિહ્નોની આકૃતિઓ અને મનોરાની આકૃતિઓના સુશોભનો કરેલા હોય છે.
ભારતમાં યહૂદી પ્રજાના વસવાટ સાથે આ પ્રકારના સેનેગૉગનું નિર્માણ શરૂ થયેલું જણાય છે. જેમાં ઈ.સ. ૧૮૮૫માં બગદાદી યહૂદી દ્વારા કલકત્તામાં પ્રથમ સેનેગૉગનું બાંધકામ થયું અને ૧૯૩૬માં તેઓના કબરસ્તાનની શરૂઆત થઈ. ઈ.સ. ૧૫૬૮માં કોચિન - કેરાલાના રાજાએ પોતાના મહેલની બાજુમાં યહૂદીઓને ધાર્મિક ઈમારત બાંધવા માટે જમીન ફાળથી, ૧૮૬૧ જે પરદેશી સેનેગૉગ તરીકે ઓળખાય છે. ઈ.સ. ૧૮૬૧માં બેને ઈઝરાયલીયહૂદીઓએ મુંબઈમાં સેમ્યુઅલસ્ટ્રીટમાં શાર-હ-રહમીન (Gate of Mercy) સેનેગૉગ બંધાવ્યું અને ૧૮૮૪માં કેનેસેથ ઈલીયાહો સેનેગૉગનું નિર્માણ થયું. નવી દિલ્હીમાં જુડાહ હયમ સેનેગૉગ આવેલું છે. ૨૪ સેનગોંગ :
અમદાવાદમાં ખમાસા ગેટની સામેના વિસ્તારમાં પારસી અગિયારીની સામે સમગ્ર ગુજરાતમાંનું યહૂદીઓનું “માગેન અબ્રાહમ (ઈ.સ. ૧૯૩૪) એકમાત્ર સિનેગૉગ (પ્રાર્થના મંદિર) છે. ઊંચી પીઠ પર પૂર્વાભિમુખ ઊભેલી આ ઈમારતમાં રચના પરત્વે આગળનો રવેશ, મધ્યનો વિશાળ પ્રાર્થનાખંડ, તેની વચ્ચેનો નાનો પ્રાર્થના-મંચ, પશ્ચિમ છેડે પવિત્ર હિબ્રુ બાઈબલ રાખવાનો મેચ તેમજ પ્રાર્થનાખંડમાં બેઠકોની ઉપર વીથિકાઓની રચના જોઈ શકાય છે. મંચ તેમજ પ્રાર્થના ખંડમાં બેઠકોની ઉપર વીથિકાઓની રચના કરેલી છે. રવેશની સંમુખ ભવ્ય પ્રવેશદ્વાર છે, જ્યારે તેના ઉત્તર છેડે ઓફિસખંડ અને દક્ષિણ છેડે વીથિકાઓમાં જવાની સીડી કરેલી છે. પ્રવેશ દ્વારની જમણી બારસાખ પર ‘સદાય” (પવિત્ર તીસ્મશીશી) લગાવેલ છે, જેને દરેક આવનાર-જનાર હાથ વડે ચૂમે છે. આજ રીતે પ્રત્યેક યહૂદી પોતાના ઘરના પ્રવેશદ્વારની જમણી બારસાખ પર આવું સદાય' લગાવે છે અને ઘરની અંદર કે બહાર જતી વખતે એને હાથ વડે ચૂમે છે.
સિનેગૉગના અંદરના ભવ્ય ખંડમાં પશ્ચિમ છેડે એખાલ'ની રચના કરેલી છે. ઓખાલ એટલે પૂરી દિવાલને આવરી લેતા કબાટ સહિતનો મંચ. એમાંના કબાટને ‘તરત’ કહેવામાં આવે છે, જેમાં હિબ્રૂમાં લખેલ બાઈબલના મોટા ઓળિયા સ્વરૂપના વીંટાઓ ધરાવતા ધાતુના કોતરણીયુક્ત દાબડાઓ રાખેલા છે. મધ્યમાં કરેલી પ્રાર્થનામંચ (વ્યાસપીઠ)ને ટેબા (tebah) કહેવામાં આવે છે. એ આરસ જડિત નાના ઓટલા સ્વરૂપના મંચ ઉપર ફરતી લાકડાની વેદિકા કરેલી છે. અને તેમાં સંમુખથી પ્રવેશવાની જગ્યા રાખી છે. ટેબાની પશ્ચિમ વેદિકાને આવરી લેતી લગભગ બેફૂટ (૯૦ સે.મી.) અને ત્રણ ફૂટ (૯૦ સે.મી.) જ ટલી ઊંચી પીઠિકા કરેલી છે. આ મંચ પર બાકીનાં બે પડખાંઓમાં બબ્બે ખુરશીઓ મૂકેલી છે. પ્રાર્થનાના દિવસો, તહેવારો તેમજ વિશિષ્ટ પ્રસંગોએ તોરાતમાંથી બાઈબલ બહાર આણી તેને પવિત્ર પીઠિકા પર પધરાવી તેનું વાચન કરવામાં આવે છે. ડાબી બાજુની ખુરશી હઝન (ધર્મગુરુ) માટે છે. જયારે તેમની સામેની ખુરશીઓ પર વધુ રકમની ઉછામણી બોલી બાઈબલ વરકન્યા બેસે છે. પ્રાર્થનાખંડનાં બે પડખામાં પુરૂષોને બેસવાના બાંકડા ગોઠવેલા છે. આ ખંડમાં વાયવ્ય ખૂણામાં સુન્નત માટે વાપરવાની બે વિશિષ્ટ ખુરશીઓ છે. પ્રાર્થનાખંડમાં પશ્ચિમની એખાલવાળી દીવાલ સિવાયની ત્રણે બાજુએ વીથિકાઓ કરેલી છે. જેના પર સીડી દ્વારા જવાય છે. વીથિકાઓમાં બેઠકો ગોઠવીને સ્ત્રીઓ માટે અલાયદી બેઠક - વ્યવસ્થા કરવામાં આવી છે. એબાલની ઉપરના ભાગમાં મનોરા ચિહ્નની ભવ્ય આકૃતિ કંડારી છે જયારે ખંડની છતોમાં સિયોન નામના પકોણ તારક ચિહ્નની આકૃતિઓ અને ક્યાંક-ક્યાંક મેનોરની આકૃતિઓના સુશોભનો પણ દ્રષ્ટિગોચર થાય છે. આ ઈમારત ઉર્ધ્વ દર્શનમાં તેની રવેશની છત ટેકવતા ઊંચા ભવ્ય ગોથિક પ્રકારના બે સ્તંભો વડે તેમજ એપાલની પછીતવાળા ભાગને પ્રક્ષેપ રૂપે બહાર કાઢી તેના ઉપર કરેલ વિશિષ્ટ પ્રકારના વિતાન વડે ખાસ ધ્યાન ખેંચે
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૮૩
For Private and Personal Use Only