________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપર મુજબ સંતોની સામાન્ય ઉપદેશ હતા.
એમોસના ઉપદેશમાં ખાસ એ હતું કે, દરેક માણસે ધર્મનિષ્ઠ પ્રભુની આજ્ઞા માનવી. જો તે પ્રમાણે નહિ કરવામાં આવે તો યહોવાહના ભક્તોને પણ શિક્ષા થશે. યહોવાહનો ન્યાય એ નિરંકુશ ન્યાય હતો. એ પછી હોસીયા નામના સંત પુરુષે “પરમેશ્વર દરેક મનુષ્યને ચાહે છે.” એવું એક નવું સત્ય કહ્યું. જગતના બધા ધર્મોમાં હોસીયાનું સત્ય એ એક નવા જ પ્રકારનું સત્ય છે. પ્રભુ બધાંને ચાહે છે, એટલું જ નહિ પણ કોઈ પાપી પશ્ચાતાપ કરે છે તેને ભગવાન ક્ષમા પણ આપે છે અને જે કોઈ પશ્ચાતાપ નથી કરતો તેને પ્રભુ શિક્ષા કરતાં અટકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોસીયા પછી એક ઈસાઈઆહ નામના સંત થઈ ગયા. તેમને યહોવાહની પવિત્રતાનો સાક્ષાત્કાર થયો હતો. ઈસાઈઆહે યહોવાહની ભક્તિ અને તેનું રહસ્ય લોકોને સમજાવ્યું. આથી ઈસ્રાએલની પ્રજામાં વધુ શ્રદ્ધા અને પ્રચાર વધ્યો. એક મીકાહ નામના સંતે પ્રભુ સાથે દીનતાથી ચાલવું, ન્યાયથી વર્તવું અને દયા રાખવાનો ઉપદેશ આપ્યો.
યહૂદી સંતોના આવા કથનો ઉપરથી ખ્રિસ્તી ધર્મના પોલ, ઓગસ્ટાઈન, અને લ્યુથર જેવા પ્રસિદ્ધ પયગમ્બરો ઉપર પણ સારી અસર થઈ હતી.
પણ યહૂદી ધર્મનું ખરું પ્રચાર કાર્ય તો જેરેમિઆહે કર્યું હતું. આ પ્રચારને પરિણામે યહૂદી ધર્મનું પ્રચાર કાર્ય ઘણું આગળ વધ્યું હતું. ખ્રિસ્તી ધર્મની આજની પ્રચાર પ્રણાલિકા જેરેમિઆહે શરૂ કરેલા પ્રચારમાંથી જન્મી છે.
એક વખતે યહૂદી અને બેબીલોનિયાની પ્રજાઓ વચ્ચે યુદ્ધ થયું. તેમાં યહૂદી લોકોની હાર થઈ. આથી યહૂદીઓને બેબીલોનિયામાં થોડો વખત દેશવટો ભોગવવો પડ્યો. આ પ્રસંગે યહૂદી સંત એઝેકિએલે સ્પષ્ટ કહ્યું કે યહૂદીઓમાંથી યહોવાહની શ્રદ્ધા પ્રત્યે શિથિલતા થવાથી આ પરિણામ આવ્યું છે, જે ઉચિત જ છે. આથી યહૂદી પ્રજાના હૃદયની શુદ્ધિ થશે. ઈશ્વર પાપી લોકોનામાં નવું હૃદય મૂકે છે. એઝેકિયેલે એ પ્રમાણે લોકોમાં શાંતિ અને ઉત્સાહની પ્રેરણાઓ આપી. આથી દેશનિકાલ પછીના હીબ્રૂઓ ‘જ્યુ’ તરીકે ઓળખાવા લાગ્યા.
૧.
આ પછી ઈ. પૂર્વે સાયરસે બેબીલોન જીતી લીધું અને યહૂદીઓ પાછા પોતાની જન્મભૂમિ પેલેસ્ટાઈનમાં પ્રવેશ્યા. પણ આ વખતે ય યહૂદીઓમાંના ઘણાંખરા પરદેશ તરફ ચાલ્યા ગયા હતા અને જુદા જુદા દેશોમાં જઈ વસ્યા હતા. ત્યાં જઈ તેમણે ખેતીને બદલે વ્યાપાર શરૂ કર્યો. આમ છતાં તેઓ જ્યાં જઈ વસ્યાં ત્યાં પણ પોતાનો ધર્મ જ ચાલુ રાખ્યો. આમ યહૂદીઓ અને યહૂદીધર્મ ઘણે દૂર દૂર પહોંચ્યો.
યહૂદી ધર્મના ઉત્સવો :
૨.
યહૂદી ધર્મમાં ત્રણ મોટા ઉત્સવો મનાય છે. (૧) પેસોવર (૨) સેન્ટીકોસ્ટ (૩) ટેબર્નેકલ.
પેસોવર : ગ્રહનો ઉત્સવ છે. ઘરને સાફસૂફ કરી, મેજ ઉપર ખમીર વગરની રોટલીઓ તથા કડવો મીઠો (સુખ દુઃખના સૂચક રૂપે) ભાજીપાલો પાથરવામાં આવે છે. એની આસપાસ કુટુંબ એકઠું થઈને ‘નિર્ગમન’ની કથાઓ વાચ છે. તથા સાંજે સૌ એકઠાં બેસીને ભોજન કરે છે.
પેન્ટીકોસ્ટ : આ ઉત્સવમાં પ્રાર્થનાનાં મંદિરોને સુંદર પુષ્પોથી શણગારવામાં આવે છે અને તેમાં પેન્ટેટયુકનોનું ધર્મશાસ્ત્ર વાંચવામાં આવે છે.
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર D ૭૬
For Private and Personal Use Only