________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની પૂજા કરવી નહિ અને પૂજામાં ઘડેલી મૂર્તિ વાપરવી નહિ. એ પ્રમાણે મોઝેઝે યહોવાહની પૂજાને નીતિમાન બનાવી.
સામાજિક અન્યાયમાંથી લોકોને ધર્મનિષ્ઠ પ્રભુએ જ બચાવ્યા છે એમ લોકોને સમજાવી, સગુણ ધર્મનિષ્ઠ ઈશ્વરમાં દરેક માણસ અને જનસમાજે શ્રદ્ધા રાખવી એમ કહીને મૂસાએ પહેલ-વહેલો ઇસરાએલનો ધર્મ સ્થાપ્યો.
યહૂદી ધર્મના મહાન ચિંતકોએ એકેશ્વરવાદની સ્થાપના કરી અને લોકોને ઉપદેશ આપ્યો કે આ વિશ્વનો એક જ ઈશ્વર છે, યહોવાહની દસ આજ્ઞાઓ નિષેધાત્મક આદેશરૂપે છે. અનેકદેવવાદ, ખૂનામરકી, વ્યભિચાર, ચોરી, મિથ્યાવાદ, મૂર્તિપૂજા વગેરેનો તેમાં નિષેધ છે. દસ આજ્ઞાઓમાં યહોવાહ કહે છે, “હું જ તારો પ્રભુ છે. જેણે તને ઈજિપ્તના કારાગારમાંથી મુક્તિ અપાવી. મારા વિના બીજાની ઉપાસના કરીશ નહીં.' યહૂદીઓએ બાઈબલમાં ભગવાનને માનવી અને પશુના રક્ષક તરીકે સંબોધ્યો છે. માનવીય સ્નેહસંબંધોને યહૂદી ધર્મે ખૂબ બિરદાવ્યા અને માનવી માનવી વચ્ચેના વ્યવહારના નિયમો નક્કી કરવામાં આ ધર્મ
ની લીધી. યહોવાહને તેમણે તેમના એક માત્ર અને ન્યાયી દેવ તરીકે આલેખ્યો છે. તેમની દસ આજ્ઞાઓ રાજા (મોઝિઝ), ભગવાન અને પ્રજા વચ્ચેનો ત્રિપક્ષી કરાર છે. કરારનો ભંગ થતાં, રાજા પણ સત્તા ગુમાવી બેસે. યહૂદી સમાજની જેમ રાજા પણ કાયદાથી બંધાયેલો હોવાથી એ રોજ કાયદાપોથીનો પાઠ કરતો.
આમ ન્યાય, માનવતાભરી દષ્ટિ, એકેશ્વરવાદ મૂર્તિપૂજાનો નિષેધ વગેરે દ્વારા યહૂદીઓએ માનવમૂલ્યોનું મોટું પ્રદાન કર્યું છે. યહૂદી સંતો :
ઈ.પૂર્વે નવમા સૈકા સુધી વહૂદીઓમાં એવી માન્યતા હતી કે યહોવાહ તે એક જ યહૂદીઓનો દેવ છે, પેલેસ્ટાઈનની નદી જ પવિત્ર છે અને એ નદીમાં ન્હાવાથી જ પુણ્ય મળે છે. પતીઆઓનું પત પણ એ નદીમાં ન્હાવાથી મટી જાય છે. પણ કેનન ધર્મની અસર પછી તેઓ આ મંતવ્યમાં શિથિલ થયા હતા. અને યહોવાહને ભૂલતા જતા હતા. આવે વખતે કેટલાક સંતોનો યહૂદી ધર્મમાં આવિર્ભાવ થયો. તેમણે ઉપદેશ કરી આ ઢીલા પડતા યહૂદી લોકોને જાગૃત કર્યા. પ્રભુ પ્રત્યે તેમની શી ફરજો છે એ બતાવ્યું.
વળી તેમણે કહ્યું કે, યહોવાહ એકલા ઈઝરાએલી (યહૂદી)ઓના જ દેવ નથી પણ સૌના છે. ઈસ્રાએલ પણ જો પાપને પંથે ચાલશે તોયહોવાહ તેને પણ સજા કરશે. સંતોની આ વાણીમાં રાજાઓને પણ શ્રદ્ધા ઉત્પન્ન થતી. આમ આ સંતોએ પ્રભુની મરજીમાં માનનારા તરીકે તેમજ ભવિષ્ય ભાખનારા તરીકે ઘણું માન મેળવ્યું.
આ સંતોમાં મુખ્ય એમોસ, હોસીઆ, ઈસાઇયાહ, જેરેમિયાહ, એઝેકિયલ વગેરે હતા. આ સંતોએ યહૂદી મતમાં કેટલાક ફેરફારો કર્યા જે નીચે મુજબ છે. ૧. યહોવાહ માત્ર ઈસ્રાયેલના જ દેવ નથી પણ સર્વ પ્રજાના દેવ છે. ૨. ઈઝરાએલ પણ જે આડે માર્ગે ચાલે તો તેને પણ યહોવાહ સજા કરે છે. ૩. ધર્મ પાળે તેનો છે, તે માટે દરેક પ્રભુ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને પવિત્રપણે ચાલવું. ૪. કર્મકાંડ કરતાં સદાચારનું મહત્ત્વ વિશેષ છે. ૫. બાહ્ય આચાર નહિ, પણ અંતરની ભક્તિ જ પ્રભુને વહાલી છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૭૫
For Private and Personal Use Only