________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ તેઓને કૅનાન લાવે તે પહેલાં તેઓનું અવસાન થયું. આૉનની આગેવાની નીચે યહૂદીઓએ કૅનાન જઈ ત્યાં પોતાની સત્તા પુનઃ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓના મિસરવાસ દરમિયાન ત્યાં રહેલા કૅનાની લોકોની પ્રબળ સત્તા સામે તેઓ યહોશુઆ (જશુઆ)ની આગેવાની નીચે માત્ર થોડે અંશે જ સફળ થયા (લગભગ ઈ.પૂ. ૧૧૦૦) એવામાં ભૂમધ્યસાગરની પૅલેસ્ટાઈન નામે જાતિના લોકોએ ત્યાંનો સમુદ્રતટીય પ્રદેશ જીતી લઈ યહૂદીઓના પ્રસારનો માર્ગ સર્વથા રોકી દીધો. આ દેશ હવે તેઓના નામ પરથી ‘પૅલેસ્ટાઈન’ તરીકે ઓળખાયો.૪
યહૂદી ધર્મ :
જગતના વિદ્યમાન ધર્મોમાં યહૂદી ધર્મ ઘણો પ્રાચીન છે. આ ધર્મનો ઈતિહાસ ઘણો લાંબો છે. સમયે સમયે તેમાં અનેક સુધારા-વધારા થયા છે.
યહૂદી ધર્મનાં શાસ્ત્રોમાં ચોવીસ ગ્રંથો છે. તેના ત્રણ ભાગ કરવામાં આવેલા છે : (૧) નિયમ ગ્રંથ (Law) (૨) સંતોના ગ્રંથ (Prophets) અને (૩) લેખો (Hagiographa). આ બધાં શાસ્ત્રો પ્રાયઃ હિબ્રૂ ભાષામાં લખાયેલ છે. તેમનો સમૂહ જગતમાં સામાન્ય રીતે ‘ખ્રિસ્તી ધર્મનો જૂનો કરાર' એ નામે ઓળખાય છે. જગતની ઉત્પત્તિ, યહૂદી પ્રજા અને યહૂદી ધર્મ એ ત્રણે વિષયોની ચર્ચા કરનારા પહેલા પાંચ ભાગો અથવા નિયમગ્રંથ છે અને ધર્મ ચુસ્ત યહૂદીઓ એ ભાગોને ધણા પવિત્ર માને છે. ધાર્મિક ભાવનાથી જે ઉત્તમોત્તમ ફળ મળે છે તેની સુંદર ચર્ચા ‘નિયમ ગ્રંથ’ના પાંચમા ભાગમાં પ્રાર્થનાઓમાં અને ‘સંતોના ગ્રંથો’માં કરવામાં આવી છે. આ ભાગ ઘણો મહત્ત્વનો છે.
યહૂદી ધર્મના મુખ્ય દેવ ‘યહોવાહ’ નામથી જાણીતા છે, જો કે મૂળ નામ તો કદાચ ‘જડ્વેહ' અથવા ‘યત્વેહ' હોય. હોરેબ (સિનાઈ) પર્વત ઉપર જ્યારે વાદળાંઓની ગર્જનાઓ થઈ રહી હતી અને કુદરતનો દેખાવ ઘણો અદ્ભુત થયો હતો તે વખતે પ્રભુએ પોતે જે દસ આજ્ઞાઓ કરી હતી તે જ આજ્ઞાઓ મૂસાએ આપી. એ દશ આજ્ઞાઓ તે નીચે પ્રમાણે છે.
૧.
મારા સિવાય કોઈ બીજો દેવ નથી.
૨. ધાતુ પથ્થર અથવા બીજી કોઈ આજની ઘડેલી સ્વરૂપની મૂર્તિ બનાવવી નહિ તેવી અને તેવી કોઈ મૂર્તિને નમવું નહિ.
૩. પ્રભુનું નામ નકામું નકામું લેવું નહિ.
૪.
છ દિવસ કામ કરવું. પણ સાતમે દિવસે વિશ્રામ કરવો જેથી પોતાના નોકર ચાકરને તથા ઢોરઢાંખરને પણ આરામ મળે.
૫. માતાપિતાને માન આપવું.
૬. ખૂન કરવું નહિ.
૭. વ્યભિચાર કરવો નહિ.
૮. ચોરી કરવી નહિ.
૯. પોતાના પડોશીની વિરૂદ્ધ ખોટી સાક્ષી આપવી નહિ.
૧૦. પડોશીના ઘર ઉપર, ચાકર ઉપર કે પશુ ઉપર લોભી દૃષ્ટિ રાખવી નહિ.
આ ઉપરાંત યહોવાહે એમ પણ કહ્યું કે આજ સુધી હું ઈઝરાઈલ (યહૂદી) પ્રજામાં ‘એલ-શદાઈ’ નામથી ઓળખાતો, હવે ‘યહોવાહ' નામથી ઓળખાઈશ.
ઉપર મુજબની દશ આજ્ઞાઓ આપી યહોવાહે ઇઝરાઈલની પ્રજા સાથે કરાર કર્યો કે પૂજામાં કોઈ
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર n ૭૪
For Private and Personal Use Only