________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર
પ્રા. ડૉ. આર.ટી.સાવલિયા*
મનુષ્યની સમસ્ત જાતિની મુખ્ય ચાર જાતો છે, આર્ય, સેમેટિક, મોંગોલ અને નીગ્રો. ખ્રિસ્તી વગેરે સેમેટિક જાતિઓ છે. યુરોપની પ્રજાઓમાં બહુધા સેમેટિક જાતિ છે. યહૂદી ધર્મ પ્રચલિત થયો તે પહેલાં પણ આ સેમેટિક પ્રજાનો એક પ્રાચીન ધર્મ તો હતો અને તેમાં પ્રકૃતિના બધા પદાર્થોને દેવ તરીકે મનાતા. આ લોકો સાથે બેસીને સમૂહભોજન કરતા અને રક્તનું બલિદાન આપતા. તેમનાં વહેમ અને જાદુવિઘા જાણીતાં હતાં, ભૂત પિશાચની તેમની માન્યતા અને દેવપૂજા સાથે પ્રાણીપૂજા અને પિતૃપૂજા પણ આ આદિ સેમેટિકો કરતા.
ગોત્ર કે કુળ જેવી આ આદિ સેમેટિકોની સમાજ રચના હતી. દરેક કુળના દેવતા હતા. કુટુંબ સુખની ભાવના આ લોકોમાં બલવત્તર હતી અને કુટુંબના શત્રુઓનો નાશ કરવો તેને પણ તેઓ ફરજ સમજતા. આ સમાજમાં કુળ ઉપરાંત બહારનો કોઈ ધર્મ જ માનવામાં આવતો ન હતો. યહૂદી ધર્મ પહેલાં આ સેમેટિકોની આવી સ્થિતિ હતી.
યુરોપીય ધર્મોમાં આ યહૂદી ધર્મ પ્રાચીનમાં પ્રાચીન ધર્મ છે. ખ્રિસ્તી ધર્મ એ પછી ૧૩૯૦ વર્ષે થયો. મુસ્લિમ ધર્મ પણ આ યહૂદી ધર્મને મૂળ ધર્મ તરીકે સ્વીકારે છે. આ ધર્મ જુદાં જુદાં નામોથી ઓળખાય છે. જેવાં કે, હિબ્રુ, ઇઝરાએલ, જયુ, યહૂદી વગેરે એનાં નામો જાણીતો છે." યહૂદી પ્રજા :
યહૂદી પ્રજા સેમિટિક જાતિની છે. એનો ઇતિહાસ ઘણો લાંબો અને અટપટો છે. એની અનુશ્રુતિ તેઓના જૂના કરાર'માં આપેલી છે; વિવેચન અને પુરાતત્ત્વની કસોટીએ એમાંની મુખ્ય બાબતો ઐતિહાસિક હોવાનું માલૂમ પડે છે. અનુકૃતિ અનુસાર તેઓના પૂર્વજો પશુપાલક હતા ને પહેલાં સુમેરિયા (દક્ષિણ ઈરાક) દશના ઉર પ્રદેશમાં રહેતા હતા. ઈ.પૂ. ૨૦૦૦ના અરસામાં અબ્રાહમ નામે અગ્રણી આ પ્રજાને ત્યાંથી પશ્ચિમ તરફ જોર્ડન નદીની પેલે પાર ભૂમધ્ય સમુદ્રની પૂર્વે આવેલા દેશમાં લઈ ગયા ત્યાં તેઓ ઇસ્ત્રી કે
આપવાનું વચન આપેલું તે એ જ દેશ મનાયો. આ મુલક પશ્ચિમ એશિયામાં આવેલો છે. એની ઉત્તર-પૂર્વ સીરિયા દક્ષિણ-પૂર્વે જૉર્ડન અને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે. વધુ દૂર જતાં પૂર્વમાં બેબિલોનિયા અને એસિરિયાનાં તેમજ દક્ષિણ-પશ્ચિમે ઇજિપ્તનાં મહારાજય આવ્યાં હતાં. અબ્રાહામના પૌત્ર યાકોબના બાર પુત્રોમાંથી યહૂદીઓના બાર કબીલા થયા. તેઓમાંના આઈઝકના પુત્ર યાકોબ આગળ જતાં ઇસરાએલ તરીકે ઓળખાયા. એ પરથી એમના વંશજો ‘ઇસરાએલીઓ કે “ઈસરાએલપુત્રો' કહેવાયા. યાકોબના પુત્ર યહૂદાહના નામ પરથી ‘યહૂદી' કહેવાયા. યહૂદીઓ કેનાનમાં ત્રણેક સદી સુખે રહ્યા, પરંતુ ત્યાં દુકાળ પડતાં તેઓ ત્યાંથી ઇજિપ્તમાં જઈ વસ્યા. ત્યાં ઇજિપ્તના લોકોએ તેઓને કનડ્યા ને ગુલામ બનાવ્યા. યહૂદીઓએ આ રીતે ઇજિપ્તમાં ગુલામી અને ત્રાસની યાતના ચારસો એક વર્ષ વેઠી. આખરે મૂસા (મોશે) નામે યહૂદી મહાનુભાવે તેઓની આગેવાની લીધી, તેમના બાર કબીલાઓને સંગઠિત કર્યા અને ઇજિપ્તમાંથી નિર્ગમન કરાવી સ્વતંત્રતા અપાવી. મૂસા (મોશે) એ યહૂદીઓને ઈશ્વરની “દસ આજ્ઞાઓ'ના ઉપદેશ દ્વારા નવી ધર્મદષ્ટિ આપી. પરંતુ + નેશનલ સેમીનાર ઓન સાયન્સ ફિલોસોફી એન્ડ કલ્ચર ઇન ગુજરાતી લેંગ્વઝ એન્ડ લિટરેચર, ગાંધી લેબર
ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ, ૨૫ મી ૨૭ એપ્રિલ, ૨૦૦૪ માં વંચાયેલ શોધપત્ર. * અધ્યાપક, ભો.જે.અધ્યયન-સંશોધન વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ ૯
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર [ ૭૩
For Private and Personal Use Only