________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાસસ્થાન ભુજ દરબારગઢ રહ્યું હતું. જ્યારે અન્ય ભાઈઓને “ફટાયા” કહેવાય. અને આ ફટાયા કુંવરોના કુંવર કચ્છની જુદી જુદી જગ્યાએ તેઓને મળેલા ગરાસ ભોગવતા હતા. કચ્છ રાજવીના “ભાયાત” આ ગરાસદારો જે જગ્યાએ રહ્યા અને જયાં પોતાનું આવાસ બંધાવ્યું તેને “દ્વારો” કે “દરબારગઢ' કહેવાય છે. આવા દ્વારા ઘણી જગ્યાએ છે. જેમાં અતિસુંદર બાંધણીવાળો દરબારગઢ જો હોય તો તે પત્રીનો દરબારગઢ છે.
આ દરબારગઢમાં અલગ અલગ ત્રણ બિલ્ડિગો આવેલી હતી. જેમાં ઝરૂખાઓ, બારીઓ તથા બારણા પરની પથ્થરની કોતરણી બેનમૂન હતાં. કચ્છી ગૅઈધરોની કલા-કૌશલતાનાં દર્શન કરાવતી આ ઇમારતો ર૬મી જાન્યુ, ૨૦૦૧ના વિનાશ ભૂકંપમાં ઘણી જ નુકસાન પામી, જેને લઈને તેના રિપેરિંગ કામ કરાવતી વખતે ઇમારતનો અમુક ભાગ ઉતારી લેવો પડ્યો. આ ઇમારત આજ રિપેર થઈને ઊભી છે જે આપણા માટે ગૌરવની વાત છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૭૨
For Private and Personal Use Only