SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણવા મળતું હતું. છેલ્લાં બસો વર્ષથી આ મંદિરના કોઈ જૈન શ્રેષ્ઠીએ જીર્ણોદ્ધાર કરવાનું કામ કરેલ નહીં. તેમ છતાં બચેલો ઊભો ભાગ પ્રવાસીઓને આકર્ષતો હતો. જે ૨૫ મી જાન્યુ. ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જમીનદોસ્ત થઈ ગયો. આ ભવ્ય મંદિર પથરોના ઢગલામાં ફેરવાઈ ગયું. મહારાવશ્રી લખપતજીની છતરડી : ઈ.સ. ૧૭૬૧માં મહારાવશ્રી લખપતજી દેવ થયા. તેમની યાદમાં આ ભવ્ય કલાત્મક છતરડી ઊભી કરવામાં આવી હતી. છતરડીને ફરતે આવેલ શિલ્પોમાં રાગરાગિની, દશ અવતાર, અપ્સરાઓ, કિન્નરીઓ, ગ્રહો તેમજ હાથીની સાઠમારી, મલ્લયુદ્ધો અને પ્રાણીઓનાં બેનમૂન શિલ્યો આવેલાં હતાં. ઈ.સ. ૧૮૧૯ના ધરતીકંપમાં આ છતરડીનો અમુક ઉત્તર તરફનો ભાગ ઘુમ્મટ સાથેનો પડી ગયેલ. બાકીનો ભાગ અકબંધ રહ્યો હતો. સમયાન્તરે તેના ઘુમ્મટોમાં તિરાડો પડતી ગઈ. વરસાદ-પવનની અસર ઝીલતી આ કલાત્મક છતરડીનું સાચવણીનું કામ ભારત સરકારના A.S.I. ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલ હતું. ઉપરના નુકસાન થયેલ ઘુમ્મટો રિપેર પણ થઈ ગયા હતા. ર૬મી જાન્યુ. ર૦૦૧ના આવેલ વિનાશક ભૂકંપમાં ધરતી એવી ધ્રૂજી કે આ મજબૂત બાંધકામવાળી છતરડી જમીનદોસ્ત થઈ ગઈ. એક સમયે અહીં છતરડી હતી જેનો અહેસાસ જ રહ્યો. એક પણ પિલર કે છતરડીનો ભાગ ઊભો રહેવા પામ્યો નહીં. આવી સમૃદ્ધ છતરડીને ફરીને ઊભી કરવા A.S.I.એ બીડું ઝડપ્યું છે. પ્લીંથથી ચાર ફૂટનું બાંધકામ મૂળ અસલરૂપમાં થઈ પણ ગયું છે. પણ જે છતરડી પહેલા હતી તેવી ઊભી થશે કે કેમ? એ પ્રશ્ન છે. આશા રાખીએ કે A.S.I. આ છતરડીને જેવી હતી તેવી જ બનાવી કચ્છની પ્રજાને તેનો સાંસ્કૃતિક વારસો પાછો આપશે. ભુજ દરબારગઢનું તોરણિયું નાકું : ભુજ શહેરને સંવત ૧૬૦૫ માગશર વદ ૫ ના રોજ તોરણ બંધાયું. અને ત્યાર બાદ છેલ્લાં ૪૫૦ વર્ષની કીર્તિગાથા ગાતું આ સ્થળ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ રાજ આવાસને દરબારગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ દરબારગઢ ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો. કચ્છની રાજગાદી પર બેઠેલા જાડેજા વંશના ૧૮ રાજવીઓએ પોતપોતાની જરૂરત મુજબ આ જગ્યાએ અલગ અલગ રાજમહેલો બંધાવ્યા. મહારાવશ્રી લખપતજીએ (ઈ.સ. ૧૭પ૦-૬૧) આયના મહેલ તથા મહારાવશ્રી પ્રાગમલ્લજી બીજા(ઈ.સ. ૧૮૬૦-૧૮૭૫)એ પ્રાગ મહેલ બંધાવ્યો. આ દરબારગઢના પ્રવેશદ્વારને તોરણિયું નાકું કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વારના બાંધકામમાં મુઘલ, ડચ તથા કચ્છી કલાનાં દર્શન થાય છે. આ એ જ તોરણિયું નાકું હતું જયાં દિવસ-રાત દરમ્યાન બદલાતા ચોઘડિયા પ્રમાણે કચ્છી લંગાઓ પોતાની શહેનાઈ-નોબતના સૂર લહેરાવતા હતા. અદ્દભુત બાંધણીવાળું, પશુ-પક્ષીઓની વિવિધ આકૃતિઓ તથા બહારની બાજુએ ડચ શૈલીનો પોશાક પહેરેલ વાંજિત્ર વગાડતા પહેરેગીરની પથ્થરની બેનમૂન આકૃતિ ખાસ આકર્ષણ જમાવે છે. ર૬મી જાન્યુ. ર૦૦૧ના વિનાશક ભૂકંપમાં આ પ્રવેશદ્વારના ઉપરના બે માળ જમીનદોસ્ત થઈ ગયા અને બાકીનો ઊભો રહેલો અડધો ભાગ એક સમયની સમૃદ્ધ જાહોજલાલીની યાદ અપાવે છે. પત્રીનો દરબારગઢ : કચ્છમાં જાડેજા વંશના રાજવીઓએ ઈ.સ. ૧૫૧૦ થી ઈ.સ. ૧૯૪૮ સુધી એકચક્રી રાજ્ય કર્યું. રાજાનો સૌથી મોટો કુંવર જેને “ટિલાત” કહેવાય; જે કચ્છની રાજગાદીનો વારસદાર કહેવાય અને તેનું કચ્છના સાંસ્કૃતિક વારસાનાં સંભારણાં n ૭૧ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy