________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છના સાંસ્કૃતિક વારસાનાં સંભારણાં
પ્રમોદ જે. જેઠી કચ્છ એ પ્રવાસની દૃષ્ટિએ અતિ મહત્ત્વનો જિલ્લો છે. કચ્છનો ઇતિહાસ સમૃદ્ધ અને ગૌરવશાળી છે. કચ્છનાં ગામડે ગામડે આવેલ પાળિયા, મંદિરો તથા મસ્જિદો કચ્છના ઇતિહાસની સાક્ષી આપતાં ઊભાં છે. કચ્છમાં જોવાલાયક સ્થળો, ધાર્મિક સ્થળો, પુરાતત્ત્વીય સ્થળો અને ઐતિહાસિક સ્થળો ઘણાં આવેલાં છે. આ ઉપરાંત કચ્છ પોતાની આગવી સંસ્કૃતિમાં ધબકતું રહ્યું છે. કચ્છની લોકસંસ્કૃતિ તેમજ ભાતીગળ જીવનશૈલી આજ પણ જીવંત છે.
તા. ર૬મી જાન્યુ. ૨૦૦૧ના રોજ આવેલ વિનાશક ભૂકંપના ભોગ બનેલ શિલ્પસ્થાપત્યથી ભરપૂર કચ્છની સમૃદ્ધિનાં સાક્ષી એવાં સમૃદ્ધ સ્મારકો કાળની ગતિમાં વિલીન થઈ ગયાં જેનું દુઃખ કલાપ્રેમીઓને રહેવાનું છે. ભદ્રેશ્વર જૈન મંદિર :
કચ્છી સ્થાપત્ય અને નકશીકામથી સભર ગુજરાતભરમાં જૈન લોકોનું જાણીતું તીર્થધામ એટલે વસઈ તીર્થ. પર (બાવન) તીર્થકરોના દહેરા અને ર૧૮ સ્તંભ પર ચણાયેલ આ મંદિર રમી જાન્યુ. ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થતાં જૈન સમાજે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે નવા પ્લાન-નકશા બનાવી મંદિરને નવેસરથી બાંધવાનો નિર્ણય લેતાં જૂના શિલ્પ સ્થાપત્યનું દર્શન કરાવતું મંદિર જમીનદોસ્ત કરવામાં આવ્યું. તેની જગ્યાએ પાયાથી નવેસરથી નવા આકારનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે.
એક સમયે આ જગ્યાએ સમૃદ્ધ ભદ્રાવતી નગરી હતી. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૨૨ વર્ષે ભદ્રાવતીના રાજા સિદ્ધસેનની સહાનુભૂતિ અને સહાયથી દેવેન્દ્ર નામક શ્રાવકે આ જૈન મંદિર બંધાવ્યું હતું. બાદમાં આ તીર્થધામનો સમયાન્તરે નવ વખત જીર્ણોદ્ધાર થયેલ હતો. કંથકોટનું જૈન મંદિર :
ભચાઉ તાલુકામાં આવેલ કંથકોટના કિલ્લામાં અતિ પ્રાચીન જૈન મંદિર આવેલું હતું. કચ્છમાં આવેલ ઈ.સ. ૧૮૧૯ના ભૂકંપે કચ્છના સાંસ્કૃતિક વારસાને ઘણું જ નુકસાન પહોંચાડેલ હતું. તેમ છતાં આ ભૂકંપ બાદ શિલ્પસ્થાપત્યનાં દર્શન કરવાથી એક સમયના કંથકોટની સમૃદ્ધિનાં દર્શન થતાં હતાં. મંદિરના ગભારા તથા મંડપની છતમાં ઘણાખરા ઘુમ્મટો ને સ્તંભો પડી ગયેલા હતા. મંદિરની ધસાઈ ગયેલી અસ્પષ્ટ શિલ્પસમૃદ્ધિમાં ઉત્કૃષ્ટ કારીગરી જોવા મળતી હતી. એના સ્તંભ પર સંવત ૧૩૩)નો લેખ વંચાતો હતો જેમાં આ મંદિર આમદેવનાથ સુત લાખ તથા પાસીલે બંધાવેલ છે એવો ઉલ્લેખ હતો. બીજા સ્તંભ પર સંવત ૧૩૨૪ શ્રાવણ સુદ ૫ ના લેખમાં આ મંદિર બંધાવનાર જૈન શ્રીમાળી વંશનો હતો એવું * ક્યુરેટર, આયના મહેલ, ભૂજ
પથિક : જાન્યુઆરી – જૂન, ર૦૦પ ૭૦
-
-
-
-
For Private and Personal Use Only